Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે. ત્યારે આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ પહોંચી હતી અને ટ્રાયલ લેવાયું હતું. સંભવાના વ્યક્ત કરવામાં આવી રહી છે કે દિવાળી પહેલાં આ ટ્રેન શરૂ થઇ જશે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ટ્રેન હશે. અમદાવાદ-દિલ્હીની વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રેકનું નિર્માણ કાર્ય પુરૂ થતાં પહેલાં કવચ ટેક્નોલોજીવાળી વંદે ભારત ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેનમાં કમ્ફર્ટ સીટ્સ સાથે વિશાળ વિન્ડો, CCTV, વેક્યુમ આધારિત ટોયલેટ, સ્લાઈડિંગ ડોર જેવી આધુનિક સુવિધાઓનો લાભ મળશે. સેમી હાઈ સ્પીડ ટ્રેનની 180 km પ્રતિ કલાકે દોડવાની ક્ષમતા ધરાવે છે. હાલ જ્યાં અમદાવાદથી મુંબઈ 8-9…

Read More

ભારત અને ચીન એશિયાની બે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. વિશ્વના અન્ય દેશો ચીન-ભારતમાં રોકાણ કરે તે માટે બંને સરકારોએ તેના પર ઘણો ભાર મૂક્યો છે. તેઓએ દરેક રીતે વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવીને મૂડીવાદીઓને તેમના દેશમાં રોકાણ કરવા આકર્ષ્યા છે. જ્યારે ચીને બુલેટ ટ્રેન દ્વારા દરેકના દિલ જીતી લીધા છે, ત્યારે ભારતે અનેક સેટેલાઇટ લોન્ચ કરીને આખી દુનિયામાં પોતાનો ઝંડો ઊંચો કર્યો છે. ચાલો જાણીએ એવા કયા ક્ષેત્રો છે જેમાં ભારત ચીન કરતા આગળ છે. નાણાકીય ક્ષેત્ર ભારત અને ચીન બંને બજાર તરફી અર્થતંત્ર છે. ચીને 1978માં પ્રો માર્કેટ તરફ પહેલું પગલું ભર્યું હતું. બીજી તરફ, ભારતે સૌ પ્રથમ…

Read More

આજે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુત્રિમ વિસર્જન કુંડ બનાવી ગણેશ વિસર્જન માટેનું આગોતરું આયોજન કર્યું છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસ પુરતી તકેદારી રાખવામાં આવી છે. ત્યારે વડોદરાના માણેજામાં રાત્રે નિકળેલી ગણેશ વિસર્જનની સવારીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ગામમાં રાત્રે ગણેશ વિસર્જનની સવારી નિકાળવામાં આવી હતી. જેમાં ડીજેમાં ડાન્સર કરવા બાબતે છુટ્ટા હાથની મારામારીનો બનાવ બન્યો હતો. વિસર્જનની સવારી દરમિયાન ત્રણ માથાભારે શખ્સો ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી ગયા હતા અને ડીજે ડાન્સ કરતી વખતે મંડળના…

Read More

દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં…

Read More

બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે આજ થી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. વિદેશ વેપારના મહાનિર્દેશક સંતોષ કુમાર સારંગી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશનામાં બતાવવામાં આવ્યુ છે કે, 9 સપ્ટેમ્બર 2022થી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખા પર પ્રતિબંધ લાગૂ થઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દેશનાં કેટલાય વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે આ વર્ષે ચોખાનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિને અનુસરીને ભારતમાં હવે ખાદ્ય સુરક્ષાની રક્ષા માટે ઘઉં અને ખાંડ પછી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાની નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો…

Read More

બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. બ્રિટનના મહારાણીની તબિયત થોડાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જાણકારી મહારાણી એલિઝાબેથને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. આ જાણકારી બકિંઘમ પેલેસ દ્વારા આપવામાં આવી છે. બર્કિંઘમ પેલેસ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ક્વિન એલિઝાબેથ હવે આ દુનિયામાં રહ્યા નથી. સ્થાનીય સમય પ્રમાણે બપોરે તેમનું નિધન થયું છે. આ પછી તરત તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. દુખના સમયમાં આખો શાહી પરિવાર એક સાથે સ્કોટલેન્ડમાં છે. 96 વર્ષીય મહારાણીની ગત વર્ષે ઓક્ટોબરમાં ઘણી વખત તબિયત ખરાબ થયા પછી સાજા થયા હતા. જોકે આ કારણે તેમને…

Read More

પંજાબના અમૃતસરમાં શહેરની પોશ કોલોની લોરેન્સ રોડ સ્થિત ડીએવી પબ્લિક સ્કૂલમાં 8 સપ્ટેમ્બરે ફાયરિંગ કરવાનો મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થતા જ લોકોમાં ફફળાટ ફેલાઈ ગયો હતો. આ મેસેજ પોલીસ પાસે પહોંચતા જ મોડી રાતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાંથી નીકળતા દરેક વાહનોની સઘન તપાસ કરવામાં આવતી હતી. મળતી માહિતી પ્રમાણે, બુધવારની રાતે ઇન્ટરનેટ મીડિયામાં વાયરલ થયેલા મેસેજે પોલીસની ઊંઘ ઉડાવી દીધી હતી. આ મેસેજ અંગ્રેજી અને એક વિદેશી મુસ્લિમ ભાષામાં લખવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, અમારા કેટલાક લોકો 8 સપ્ટેમ્બરે…

Read More

રાજ્યમાં ફરીથી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આગામી બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ આવી શકે છે. ખાસ કરીને 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 102…

Read More

અમેરિકાએ આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. અમેરિકામાં ભણવા માટે યુએસ સ્ટુડન્ટ વિઝા મેળવનારાઓમાં ભારતીય વિદ્યાર્થીઓએ ચીનને પણ પાછળ છોડી દીધું છે, જે અત્યાર સુધી આ મામલે નંબર 1 હતું. જો સંખ્યાની વાત કરીએ તો વર્ષ 2022માં યુએસએ ભારતીય વિદ્યાર્થીઓને 82 હજાર યુએસ વિઝા આપ્યા છે. આ સંખ્યા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં યુએસ એમ્બેસીની પ્રાથમિકતા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાની હતી. આ દર્શાવે છે કે આજે પણ મોટાભાગના ભારતીય પરિવારો માટે ઉચ્ચ શિક્ષણની દ્રષ્ટિએ અમેરિકા નંબર…

Read More

ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આજે 8 સપ્ટેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ પરથી છ મિસાઇલો છોડવામાં આવી હતી. મિસાઇલોને ફાયરિંગ કરતી વખતે તે જોવામાં આવ્યું હતું કે, તે ઝડપથી નજીક આવતા લક્ષ્યો પર ચોકસાઈ સાથે હુમલો કરવામાં સક્ષમ છે કે નહીં ? જોકે ટેસ્ટ દરમ્યાન વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. જેમાં દુશ્મનના હવાઈ નિશાને તેજ ઝડપે આવે છે. તેને દૂર કરવા માટે QRSAM શરૂ કરવામાં આવ્યું છે. આ સમીક્ષા દરમ્યાન લોન્ગ રેન્જ મીડિયમ એલ્ટિટ્યુડ, શોર્ટ રેન્જ, હાઈ એલ્ટિટ્યુડ મેન્યુવરિંગ ટાર્ગેટ,…

Read More