Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રેટર નોઈડામાં આવેલા ઈંડિયા એક્સ્પો માર્ટ એન્ડ સેન્ટરમાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ધાટન કર્યું છે. તેમના નોઈડા આગમને લઈને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખતા 6 હજાર પોલીસ જવાનોની ડ્યૂટી લગાવામાં આવી હતી. આ દરમિયાન મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રુપાલા અને સીએમ યોગી આદિત્યનાથ પણ પીએમ મોદી સાથે હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, સાંજ સુધીમાં આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તો વળી પીએમ મોદીના કાર્યક્રમને લઈને જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. તો વળી સુરક્ષાને ધ્યાને રાખતા ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. 5 જિલ્લામાં લગભગ 6000…

Read More

વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અરજીની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટે અરજી અંગે કહ્યું હતું કે આ કેસ સાંભળવા લાયક છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ બિસેને જણાવ્યું કે કોર્ટે હિન્દુ પક્ષની દલીલનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષના આ અંગેના તમામ વાંધાઓને ફગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં મુસ્લિમ પક્ષે વર્ષ 1991ના વર્શિપ એક્ટને ટાંકીને દલીલ કરતા પરિસરમાં દર્શન-પૂજાની પરવાનગી બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો. હિન્દુ પક્ષના વકીલ સોહનલાલ આર્યએ કોર્ટની બહાર કહ્યું કે પ્રત્યેક કાશીવાસીને નિવેદન છે કે શાંતી જાળવી…

Read More

જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જમાં અજીબ કિસ્સો બન્યો હતો. ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન ત્યાંથી પસાર થતા પરપ્રાંતીય ખેત મજૂરને ગોળી વાગી હતી. જેથી મજૂર યુવકને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ આવેલી છે. જ્યાં રોજ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. રોજના મુજબ આજે પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવામા આવી રહી હતી એ સમયે મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી અને જામનગરના વિજરખી ગામમાં ખેતીમાં મજૂરી કામ કરતો 35 વર્ષીય યુવક દરિયાભાઈ ત્યાંખી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ગોળી વાગી હતી. દરિયાભાઈને ગોળી વાગતા તે ગંભીરી રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવાનને તાત્કાલિક જીજી…

Read More

દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત જ્ઞોતેશ્વર પરમહંસી ગંગા આશ્રમમાં તેમણે રવિવારે બપોરે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે 99 વર્ષીય શંકરાચાર્ય છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. હમણાં 2 સપ્ટેમ્બરે તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે દ્વારકાની શારદાપીઠ અને જ્યોર્તિમઠ બદ્રીનાથના શંકરાચાર્ય હતા. શંકરાચાર્યએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી અને સ્વતંત્રતાની લડતમાં પણ ભાગ લીધો હતો. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડીને ધર્મયાત્રા શરૂ કરી હતી.…

Read More

અમદાવાદમાં AAP ના કાર્યાલય પર દરોડા મામલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં AAP ના કાર્યાલય પર પોલીસે દરોડા પાડ્યા હોવાનો દાવો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા કરાયો છે. જ્યારે કે, અમદાવાદ પોલીસે આપના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો કે, અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી. ત્યારે હવે ઓફિસ પર દરોડાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયુ છે. આ બાદ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે, આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ પર રેડ થઈ હતી. આપનો દરોડાના દાવો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં AAP…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અમિત શાહે આજે સોમેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજના દિવસે તેમના દ્વારા ભગવાન શિવના રુદ્ર અવતાર તરીકે ગણાતા હનુમાનજી મહારાજની પ્રતિમાનું સ્થાપન સોમનાથ દરિયા કિનારા પર કરાયું છે. સાથે સાથે આજે રુદ્રીપાઠની શરૂઆત પણ તેમના હસ્તે કરવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય સહકારિતા અને ગૃહ પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટી તરીકે સેવા આપતા અમિત શાહે આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. પાછલા ઘણા સમયથી અમિત શાહ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ ઉત્સુક હતા. તે પ્રસંગે આજે તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો…

Read More

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભાદરવો મહિનામાં મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના લિલિયામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ…

Read More

આજે ભારત ચીન-પાકિસ્તાન સરહદ પર યુદ્ધ અને આતંકવાદી ઘૂસણખોરી જેવા બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે. આમ છતાં દેશ અનેક ક્ષેત્રોમાં વિકસિત દેશોને સ્પર્ધા આપી રહ્યા છે. ભારતીય સેનાના જવાનોની બહાદુરી આખી દુનિયા માને છે, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સેનાના કાફલામાં શક્તિશાળી અને વિનાશક હથિયારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આમાંથી કેટલાક શસ્ત્રો એવા છે કે દુશ્મન દેશો ધ્રૂજી જાય છે. આ ભારતીય સેનાના શક્તિશાળી શસ્ત્રો છે જે લદ્દાખ અથવા જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પ્રકારના સંઘર્ષ દરમિયાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લદ્દાખમાં ભારતીય સેનાએ ઓપરેશન પર્વત પ્રહાર ચલાવ્યું હતું. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેની હાજરીમાં ભારતના આ…

Read More

ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે દબાઈ જતાં શનિવારે સવારે એક મહિલાનું મોત થયું હતું. તે જ સમયે, નેપાળના દાર્ચુલામાં વાદળ ફાટવાના કારણે પિથોરાગઢના સરહદી વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. પિથોરાગઢના ધારચુલા ડેવલપમેન્ટ બ્લોકમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 50 મકાનો ડૂબી ગયા છે. બીજી તરફ નેપાળમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. ડેવલપમેન્ટ બ્લોક ધારચુલામાં ભારે વરસાદને કારણે ધારચુલા વિસ્તારના ગલાટી, ખોટીલા અને મલ્લી માર્કેટમાં ભારે નુકસાન થયું છે. ખોટીલામાં 50 થી વધુ ઘરોમાં કાટમાળ ઘૂસી જતાં લોકો જીવ બચાવવા ભાગી છૂટ્યા હતા. સુરજી દેવી શનિવારે સવારે રૂદ્રપ્રયાગના ઉખીમઠ બ્લોકના તુલંગા ગામમાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજિત સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે આ કોન્કલેવ ત્યારે 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ સહિત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત 250થી વધુ ડેલિગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાયાં હતા. આવતીકાલે એટલે કે 11 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેમણે આ પ્રસંગે કહ્યુ હતુ કે, 21મી સદીના ભારત માટે આ કોન્કલેવ ક્રાંતિ લાવશે. ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ જઈ રહ્યું છે. સાયન્સ સિટીને નવી દિશા મળશે. ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં હાલ 46મા ક્રમે છે. આપણે 81થી 46 નંબર પર આવ્યાં છીએ. ભારતમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનના કુલ 200…

Read More