Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે નરેન્દ્રભાઈના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં…

Read More

રિસર્ચ અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવા આગામી 17 સપ્ટેમ્બર થી 15 ઓકટોબર 2022 એક મહિના સુધી સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલની ગુજરાતમાં શરૂઆત કરવામાં આવશે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ ફેસ્ટીવલને ખુલ્લો મુકશે. સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલના લોન્ચીંગ કાર્યક્રમ દરમિયાન સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી અંતર્ગત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવશે. ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ – ગરીમાના લોગોનું પણ અનાવરણ કરાશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. તેમજ સ્કીમ ઓફ ડેવલપીંગ હાઈ ક્વોલીટી રીસર્ચ (SHODH) અંતર્ગત સંશોધન કર્તાઓને સહાય વિતરણ કરવામાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટની ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગઈ છે. આજે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે. આ પ્રસંગે સ્મૃતિચિહ્નો અને ભેટ વગેરેની ઈ-ઓક્શન વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓની આ ઇ-ઓક્શન 2 ઓક્ટોબર સુધી ચાલશે. સંસ્કૃતિ મંત્રાલયની ભેટોની ચોથી ઈ-ઓક્શનનું આયોજન કરી રહ્યું છે. 2019 માં, આ વસ્તુઓને ખુલ્લી હરાજી દ્વારા લોકો માટે મૂકવામાં આવી હતી. તે સમયે હરાજીના પ્રથમ રાઉન્ડમાં 1805 ભેટો રજૂ કરવામાં આવી હતી અને બીજા રાઉન્ડમાં 2772 ભેટો મૂકવામાં આવી હતી. 2021માં પણ પીએમ મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શન સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારે વેબસાઇટ દ્વારા…

Read More

ગુજરાતમાં આગમ દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા…

Read More

ગુજરાતમાં હાલ થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારના રાતના 12 વાગ્યા સુધીમાં કુલ 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવાામન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારના રાત્રિના 12 વાગ્યા સુધીમાં એટલે કે કુલ 18 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના…

Read More

ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણયની વિગતવાર માહિતી આપી છે. જેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ પણ સ્વીકારી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચૂંટણી ટાણે એક પછી એક આંદોલનો ગાંધીનગરમાં થઈ રહ્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે (શનિવાર) 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા, તે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર જૂની પેન્શન યોજના અંગે…

Read More

વડાપ્રધાન મોદીની આજે વિશ્વ ફલક પર પોતાની આગવી છબી ધરાવે છે. પોતાન ઇ આગવી કરવી પધ્ધતિ અને પરિણામોને પગલે દેશના દરેક વ્યક્તિમાં તે ચાહના ધરાવે છે. લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. ત્યારે દર વર્ષે તેમના જન્મ દિવસ નિમિતે દેશ ભરમાં તેની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે દેશની જનતા માટે અનેક નિર્ણયો લીધા છે. વડાપ્રધાન મોદીએ દેશ માટે કરેલ સેવાઓના પગલે લોકોમાં ભારે લોકચાહના જોવા મળી રહી છે. ત્યારે તેમના જન્મદીવસ નિમિતે ભાજપના કાર્યકરો અને દેશની જનતા તેમના જન્મદિવસની ભારે જોર શોર સાથે ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ…

Read More

દેશના ખેડૂતોના હિતમાં અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓ અમલમાં લાવ્યા હતા. જોકે આ કાયદાઓનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ શું છે આ કાયદાઓ? 1 આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો- 2020 આ કાયદામાં, દાળ, તેલબિયા, ખાદ્ય તેલ, ડુંગળી-બટાટા જેવી આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવાની જોગવાઈ હતી. એવું માનવામાં આવી રહ્યુ હતું કે, આ કાયદાની જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે. કારણ કે, બજારમાં સ્પર્ધા વધશે. જણાવી દઈએ કે, વર્ષ 1955ના આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરી વસ્તુઓની જમાખોરી રોકવા માટે તેમના ઉત્પાદન, સ્પલાઈ અને કીંમતને નિયંત્રણ કરવાનું હતું.…

Read More

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે 2014 માં એક એવા ભારતનું નિર્માણ કરવા માટે તેમની યાત્રા શરૂ કરી જે તમામ પાસાઓમાં આત્મનિર્ભર હોય અને જ્યાં સમાજના તમામ વર્ગોને મૂળભૂત સુવિધાઓની પહોંચ હોય. આ દિવસે, 8 વર્ષ પહેલાં, જ્યારે પીએમ મોદીએ પ્રથમ વખત તેમના શપથ લીધા હતા, ત્યારે તેમનું સૂત્ર હતું ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને તેમણે લોકોને વચન આપ્યું હતું કે તેમનો ‘અચ્છે દિન’ ખૂબ જ નજીક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સુધી, NDA સરકારના છેલ્લા આઠ વર્ષમાં ભારતનું $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું લક્ષ્ય મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. સત્તામાં આવ્યાના સમયથી, વડા પ્રધાને…

Read More

સમગ્ર દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં વડાપ્રધાન મોદી એક સામાન્ય પરિવારમાથી આવે છે. આજે દેશ તેમના નેતૃત્વમાં દુનિયાની સાથે મળીને ઉભો છે. તેમના પ્રતિનિધિત્વમાં દેશમાં પણ અનેક ફેરફારો આવ્યા છે. દેશના સામાન્ય નાગરિકથી લઈને દરેક વ્યક્તિ માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. મોદી સરકારે સામાન્ય વર્ગ માટે ઘણી ક્રાંતિકારી યોજનાઓ શરૂ કરી જેને કારણે જરૂરિયાતમંદોને સીધો ફાયદો થયો. કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના કારણે આવનારી પેઢી વડાપ્રધાન મોદીને ઈતિહાસમાં હંમેશા યાદ કરશે. છેલ્લા આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે નાણાંકીય, આરોગ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ સમાજના વિવિધ વર્ગોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. સ્વચ્છ ભારત અભિયાન…

Read More