Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દુબઈનો એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેને સોમવારે કેરલના કરીપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખાણ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના વરિયામકોડના મૂળ નિવાસી નૌફલ (36) તરીકે થઈ છે. નૌફલ સોમવારે દુબઈના કરીપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેને પેટમાં ચાર કેપ્સૂલ છુપાવીને 1.063 કિલો સોનું તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના શરીર અને સામાનનું ચેકીંગ કર્યું, પણ સોનું શોધવામાં નિષ્ફળ રહ્યા. ત્યાર બાદ તેને કોંડોટ્ટીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સરેમાં તેના પેટની અંદર સોનાની ચાર કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા…

Read More

ગુજરાતમાં ST પછી વધુ એક આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ સૈનિકોના આંદોલનનો અંત લાવવામાં સરકાર સફળ થઈ છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓ પર કમિટીના ગઠન સાથે આંદોલનનો અંત આવ્યો છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. આંદોલનના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે. ગુજરાતના માજી સૈનિકો પોતાના હક્ક અને અધિકારની માંગણી લઈને છેલ્લાં કેટલાંક સમયથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં હતા. જો કે વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ સરકાર તરફથી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતા, માજી સૈનિકોનું આંદોલન સમેટાયું છે. રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓને લઈને છેલ્લાં ઘણાં સમયથી માજી સૈનિકો…

Read More

લાંબા સમયથી બીમાર રહેતા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આજે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમની તબિયત સુધારવા માટે ડોક્ટરોની ટીમ સતત પ્રયાસ કરી રહી હતી, પણ શરીરના સાથ છોડી દેતા આજે એઈમ્સમાં રાજુ શ્રીવાસ્તવે પોતાના પ્રાણ ત્યાગી દિધા હતા. દુનિયાને હસાવનાર વ્યક્તિએ આજે ​​દુનિયા છોડી દીધી. તે પહેલા 40 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ 41 દિવસ વીતી જવા છતાં તે હોશમાં આવ્યો ન હતો. વચ્ચે થોડી વાર માટે તેની નિર્દોષતા તૂટી પણ હતી. 10 ઓગસ્ટે જિમમાં વર્કઆઉટ દરમિયાન તેને સ્ટ્રોક આવ્યો હતો. જે…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે 187 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજકોટ શહેર આજી નદીના પૂર્વ અને પશ્ચિમ બેય કાંઠે ઝડપી વિકાસને કારણે વિકસ્યું છે. એટલું જ નહિ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી પણ પ્રગતિમાં છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના પશ્ચિમ કિનારે આવેલું અતિ પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવા માટેની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાએ 11 કિ.મી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી…

Read More

હાલમાં રાજ્યમાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. તેમાં માલધારી સમાજે પણ સરકાર સામે બાયોં ચડાવી છે. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દૂધ વેચશે નહીં. તેમજ માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. માલધારી સમાજના આ આંદોલનના પગલે આજે દૂધનો પુરવઠો ખોરવાતા દેકારો સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુમુલ ડેરીના ચેરમેનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકોને દૂધ મળશે. તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્વારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. આ…

Read More

રાજ્યના કચ્છમાંથી વરસાદની વિદાયની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. ત્યારે ચોમાસાના વિદાયની વિધિવત પ્રારંભ થઇ ગયો છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 23 અને 24 જૂનના શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ વરસશે. આગાહી પ્રમાણે, આ બે દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જેના કારણે જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશે. હવામાન વિભાગે 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 23મી સપ્ટેમ્બરે અમદાવાદમાં છુટાછવાયો વરસાદ રહેશે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ…

Read More

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે UPI ટ્રાન્ઝેક્શનને લઈને મોટી માહિતી જાહેર કરી છે. તેમણે કહ્યું કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ડેટા અનુસાર માત્ર જુલાઈ 2022માં જ UPIની મદદથી 6.28 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે અને 10.62 ટ્રિલિયન રૂપિયાની લેવડદેવડ કરાઈ છે જે મહારેકોર્ડ છે. સીતારામણે કહ્યું કે દર મહિને યુપીઆઈ લેવડદેવડમાં સારો એવો વધારો આવી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં દૈનિક ધોરણે એક બિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થવાની ધારણા છે. એક મહિનામાં જે પ્રકારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું છે તે ઉપરથી કહી શકાય છે કે ભારત હવે ઝડપથી ડિઝિટલ બની રહ્યો છે. લોકો હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળવા લાગ્યાં છે અને તે સંપૂર્ણપણે…

Read More

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’એ ડંકો વગાડ્યો છે. ભારત તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કારમાં મોકલાઈ છે જે ગુજરાતીઓ માટે મોટી ગર્વની વાત છે. નવ વર્ષના બાળક સમય જે સૌરાષ્ટ્રના ચલાલા ગામનો છે જેના પાત્રને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મની સમગ્ર વાર્તા છે. જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને સિનેમા હોલમાં લાંચ આપીને સિનેમા પ્રોજેક્ટર ટેકનિશ્યન સાથે જોઈને બેસે છે. આ દરમ્યાન સમગ્ર પ્રક્રિયા જોઈને-શીખીને પોતાનું પ્રોજેક્ટર બનાવવાનો પ્રયાસ કરે છે અને નિષ્ફળતાની વચ્ચે સફળતા મળે છે તેને લઈને સમગ્ર રસપ્રદ વાર્તા છે. ફિલ્મના કલાકારો ભાવિન રબારી (સમય) ભાવેશ શ્રીમાળી (ફઝલ) રિચા મીના (બા – સમયની માતા) દિપેન રાવલ (બાપુજી – સમયના પિતા) પરેશ…

Read More

સુરતમાં મેહુલ બોધરા પર જીવલેણ હુમલા કેસના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં વધુ એક હુમલાની ઘટના ઘટી છે. સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગત અનુસાર કાપોદરા વિસ્તારમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાને વાહન અથડાવવા બાબતે રકઝક થઈ હતી. જે બાદ તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાને માર પણ મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત હાલતમાં કથીરિયાને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વીડીયોમાં અલ્પેશ કથીરિયા પણ ધોકું લઈને જોવા મળ્યા હતા. રસ્તા વચ્ચે માથાકૂટ થતાં ટ્રાફિક જામ સર્જાયા હતા. અલ્પેશ કથીરિયાને માર મારતા કોપાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ઘટના અંગે…

Read More

નોઈડાના સેક્ટર-21માં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના જલવાયુ વિહારમાં દિવાલ ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. આ દર્દનાક અકસ્માત દિવાલ સાથેની ગટરમાં સફાઈ દરમિયાન બન્યો હતો. તમામ મજૂરો બદાઉનના રહેવાસી છે. તેઓ સવારે 9:30 વાગે જલવાયુ વિહાર પાસે ગટર સાફ કરવા પહોંચ્યા હતા. મૃતકોના નામ પુષ્પેન્દ્ર, અમિત, પાનસિંહ છે. ગંભીર રીતે ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિવાલનો કાટમાળ હટાવવા માટે ત્રણ જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને દળો સ્થળ પર હાજર છે. પોલીસ કમિશનર આલોક સિંહ, ડીએમ…

Read More