What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. દીવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. 7માં પગાર પંચ અંતર્ગત ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હકીકતમાં જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા બહાર આવ્યા બાદ એવી આશા સેવવામાં આવતી હતી કે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થશે. પરંતુ હવે તેની જાહેરાત હવે કરવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થયો છે. સરકારે તેની જાહેરાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, ડીએમાં વધારો એઆઇસીપીઆઇના ડેટા પર આધારિત છે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.…
ભાવનગરના અલંગ શિપયાર્ડમાં વધુ એક ક્રુઝ જહાજ ભંગાવા આવ્યું છે. 12 માળનું આધુનિક સુવિધાઓવાળુ સિંગા નામનું ક્રૂઝ શિપ અલંગમાં ભંગાણાર્થે આવ્યું છે. સિંગા નામનું પેસેન્જર શિપ અલંગનાં મધદરિયે આવી પહોંચ્યું છે. પેસેન્જર શિપમાં ડાન્સ ક્લબ, મોલ, સ્વીમિંગ પૂલ, જીમ, સ્પા સહિતની તમામ સગવડો છે. ભાવનગરનાં અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં વ્યાપેલી મંદીની વચ્ચે એક ક્રુઝ જહાજ ભાંગવા માટે આવતા સળવળાટ થયો છે. જોકે, આ ક્રુઝ જહાજમાં અતિ આધૂનિક સવલતો સગવડતા છે અને જે ભંગાણાર્થે અલંગનાં મધદરિયે આવી પહોંચ્યુ છે. એમ.વી. સિંગા (જૂનુ નામ ઝેનિથ) અલંગ ખાતેના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું છે. આ શિપ 22158 મેટ્રિક ટન વજન…
અમદાવાદ શહેરમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે અને તેમાય ખાસ કરીને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. હાલમાં મિક્ષ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે દિવસે ગરમી અને રાત્રે ઠંડી. જેના લીધે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે. સાથે જ આ વર્ષે વરસાદના પ્રમાણમાં પણ વધારો નોધાયો. જેના લીધે મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતા તંત્રએ પોતાની કમર કસી છે અને વિવિધ વિસ્તારોમાં સતત ફોગીગની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 દિવસમાં ડેન્ગ્યુના કેસમાં આપત્તિજનક વધારો થયો…
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખેરી જિલ્લાના ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એરા બ્રિજ પર સવારે 7.30 વાગ્યે ધૌરહારાથી લખનૌ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં છ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને…
કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ લાવવાની માંગ કરી હતી. તાજેતરમાં જ NIA અને અનેક રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI ઉપરાંત 8 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈ ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવા સહયોગી સંગઠનોને ગેરકાયદેસર…
વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબામાં જોરદાર હોબાળો થયો છે. છેલ્લા બે દિવસથી ગરબારસિકો હોબાળો મચાવી રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગરબાપ્રેમીઓએ પગમાં કાંકરા અને કાંટા વાગતા હોવાની ફરિયાદ કરી હતી. તો ફૂડ કોર્ટ તથા પાણીના સ્ટેન્ડ પર પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા. અવાર નવાર ફરિયાદ કરવા છતાં પાર્ટીપ્લોટના આયોજકે ધ્યાન ના આપતા હોબાળો મચાવ્યો હતો અને રીફંડ આપવાની વાત કરી ગરબા બંધ કરાવી દીધા હતા. પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં એક…
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. વેકેશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળાઑમાં દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખુલતાની સાઠે જ દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ કરવામાં આવશે. આ અંગે મળતી વધુ માહિતી મુજબ આ વખતે દિવાળી 24 ઓકટોબરના દિવસે છે ત્યારે દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી પડતું હોવાના કારણે વેકેશન દરમિયાન વિધાર્થીઓ…
ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ભારતના લોકો પર વધુ એક મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક બુધવાર 28 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. 30 સપ્ટેમ્બરે RBI ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. રેપો રેટ 5.40 ટકાથી વધારીને 5.90 ટકા કરી શકાય છે. જો આવું થાય…
મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ આવ્યા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના આવેદનમાં ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્ટે મુકવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ચૂંટણી પંચે નક્કી કરવાનું હતું કે અસલી ‘શિવસેના’ કોણ છે ? ઉદ્ધવ ઠાકરેની આ લડાઈ ત્યારે શરુ થઇ હતી જયારે શિવસેનાના એકનાથ શિંદેએ બી.જે.પી સાથે મળીને નવી સરકાર બનાવી દીધી હતી. જેમાં એકનાથ શિંદેની મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસની નાયબ મુખ્યમંત્રી તરીકેની ઘોષણા કરી હતી. ત્યારથી જ શિવસેના પાર્ટીને લઈને ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે સામસામે આવી ગયા હતા. આ…
નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસને એક હુક્કાબાર પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા 8 નસેળીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 5 લાખ કરતાં વધારે હુક્કા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે મોટાપાયે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી. લાલગેટ પોલીસ દ્વારા રાણી તળાવ વિસ્તારમાં આવેલ સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10માં રેડ કરવામાં આવી હતી અને…

