What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશમાં જેમ જેમ ડ્રગનો નાશ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ મોટી માત્રામાં ડ્રગનો જથ્થો મળવાનું પણ ચાલુ રહેવા પામ્યું છે. તાજેતરના સમયમાં મુંબઈમાં ત્રણ વાર ડ્રગનો મોટો જથ્થો મળ્યાં બાદ હવે આસામમાં દેશનો અત્યાર સુધીનો ડ્રગનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. બોર્ડર સિક્યુરીટી ફોર્સે પોલીસ સાથે મળીને કરેલા જોઈન્ટ ઓપરેશનમાં આસામના કરીમગંજમાંથી ટ્રકમાંથી 9.477 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે. આ હેરોઈનને ટ્રકની અંદરની જગ્યામાં સાબુના 764 ખોખામાં પૂરીને રખાયું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈમાંથી પણ બે વાર ડ્રગનો મોટો જથ્થો ઝડપાયો હતો પરંતુ આસામમાંથી ડ્રગનો જે જથ્થો ઝડપાયો છે તે અત્યાર સુધીનો સૌથી મોટો છે.
રાજ્યમાં અત્યારે ઠેર-ઠેર વરસાદ થઈ રહ્યો છે. અમરેલી, ડાંગ, સાપુતારા અને સુરતમાં પણ વરસાદ થઈ રહ્યો છે. ઉગતા શિયાળામાં વરસાદ થવાથી પાકને મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે છે. કારણ કે, શિયાળામાં વરસાદ થવાથી ખેતરમાં ઊભા પાકને નુકશાન થાય છે. ત્યારે રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. રાજુલા પંથકમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. રાજુલાના બાબરીયા, અંમૂલી, અખેગઢ અને વાવેરા સહિતના આસપાસના ગામોમાં વરસાદ શરુ થયો છે. કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના કપાસ મગફળી સહિતના પાકને નુકશાન જવાની ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂતોની ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા વરસાદના કારણે પલળવા લાગ્યા છે. જેથી…
ગુજરાતથી કૈસાલ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતીઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુંજીમાં છ દિવસથી ફસાયેલા ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે તેઓએ કપરી પરિસ્થિતીમાં રાજ્ય સરકાર પાસે મદદ પણ માગી છે. 12 જેટલા ગુજરાતીઓ ખરાબ હવામાનના કારણે છ દિવસ જેટલા સમયથી ગુંજીમાં ફસાયેલા છે તેમણે વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ પાસે મદદ પણ માગી છે. ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સરકાર પાસ મદદ માગી હતી જે બાબતે ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે. ફસાયેલા નાગરિકોને સુવિધાઓ બાબતે પણ વહીવટી તંત્ર સાથે સરકારે ચર્ચા કરી છે. ખરાબ…
છેલ્લા આ એક મહિનામાં પાકિસ્તાનની ઘૂષણખોરીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર કચ્છમાં હરામીનાળા પાસેથી બે પાકિસ્તાની બોટ પકડી પડાઈ છે. તેમજ બન્ને પાકિસ્તાની ઘૂષણખોરોને પણ BSFના જવાનોએ સકંજામાં લઈ લીધા છે. BSFના જવાનોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 5 દિવસ પહેલા પણ પાકિસ્તાની મરીન્સ દ્વારા ગુજરાતની દરિયાઈ સીમમાં માછીમારો પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ઘૂષણખોરીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ ગઇ છે. હરામીનાળા બોર્ડર પરથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. BSFના પેટ્રોલિંગ દરમ્યાન બે બોટ ઝડપી પાડવામાં આવી હતી. બે પાકિસ્તાની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોવાનું પ્રાથમિક…
દેશમાં મોબાઈલ અને ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે ત્યારે તાજેતરમાં જ સિલિકોન ચિપ્સ બનાવવા માટેની શરૂઆત વેદાન્તા દ્વારા ગુજરાત થઈ રહી છે. આ પછી એપલ મોબાઈલમાં ઉપયોગ થતાં સ્પેરપાટર્સનું પ્રોડક્શન પણ ગુજરાતમાં સુરત ખાતે થશે. જેના માટે સુરતની એક જાણીતી કંપનીએ એપલ કોર્પોરેશન સાથે રૂ. 1 હજાર કરોડનો એમઓયુ સાઈન કર્યો છે. અત્યાર સુધી મોબાઈલ અને ડિજીટલ ગેજેટ્સ માટે ચીનનું નામ સૌથી પહેલાં આવતું હતું ત્યારે હવે સુરતની કંપની દ્વારા એન્જિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એપલ કંપનીના મોબાઇલ ફોનના સ્પેરપાર્ટ્સ તૈયાર કરવામાં આવશે. ચાઈનામાં સ્પેરપાર્ટસ બનાવતી કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ ચાઈનાના ઓપ્શનમાં એપલ કંપની દ્વારા સુરતની એન્જિનિયરિંગ કંપનીને…
સુરતના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ક્રૂર હત્યાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. પોલીસે CCTV ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના લાલગેટ ખાતે એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાઈ છે. ગત મોડી રાત્રે લગભગ બેથી ચાર વાગ્યાના સમયની આસપાસ ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં ફૂટપાટ પર રહેતા ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. હત્યાના આ દૃશ્યો…
એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થઈ ગયું છે. રાહુલ માત્ર 15 વર્ષનો જ હતો. રાહુલના મોતનું કારણ કેન્સર જણાવવામાં આવી રહ્યું છે.15 વર્ષનો રાહુલ કોલી ભારત તરફથી આ વર્ષે ઓસ્કારમાં એન્ટ્રી કરનારી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર હતા. રાહુલે ‘છેલ્લો શો’ ફિલ્મમાં શાનદાર કામ કરી નાની ઉંમરથી ખાસ ઓળખ બનાવી લીધી હતી. રાહુલે હજુ પોતાના સપનાંની ઉડાન ભરવાનું શરુ કર્યું હતું પરંતુ તે પહેલાં જ તેને કેન્સરના કારણે દુનિયાને અલવિદા કહેવું પડ્યું. એક રિપોર્ટ મુજબ રાહુલના પિતા એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે. રાહુલના પરિવારે…
જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ હવે દેશના ચીફ જસ્ટીસ બનશે. સીજેઆઈ ઉદય ઉમેશ લલિતે આજે એટલે કે મંગળવારે સવારે 10:15 વાગ્યે પોતાના ઉત્તરાધિકારીનું નામ પત્ર સરકારને મોકલ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે ૫૦માં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે. જણાવી દઈએ કે ગત દિવસો કાયદા તથા ન્યાય મંત્રાલયે ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમને નવા સીજેઆઈના નામની ભલામણ કરતા નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી. CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. CGI લલિત પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સૌથી વરિષ્ઠ જજ હોવાથી…
રાજસ્થાનના કરૌલીના સપોત્રામાં સોમવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના સિમીર ગ્રામ પંચાયતના મેદપુરા ગામમાં માટીના ઢગલા ધસી પડતાં 3 બાળકીઓ અને 3 મહિલાઓનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને બાળકીઓને ઈજા થઈ છે. ઘાયલોને સારવાર માટે સપોત્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. હાલ તેમને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દિવાળી પર ઘરના પેઇન્ટિંગ માટે માટી ખોદતી વખતે આ અકસ્માત થયો હતો. ગામના લોકો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 યુવતીઓ સહિત 6ના મોત થયા હતા, જ્યારે ચાર બાળકીઓ અને…
છત્તીસગઢના અનેક શહેરોમાં EDએ આજે સવાર સવારમાં ફરી એકવખત દરોડા પાડ્યા છે. આ વખતે EDએ રાજ્યના કેટલાંક વરિષ્ઠ અધિકારીઓની સાથે સાથે વેપારીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે. જેમાં કેટલાંક એવા લોકો પણ સામેલ છે જેના પર પહેલા ITની રેડ પડી હતી. છત્તીસગઢમાં આ વખતે EDએ દુર્ગ, રાયપુર, રાયગઢ અને મહાસમુંદ સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. છત્તીસગઢના દુર્ગમાં મુખ્યમંત્રી બઘેલના ઓએસડી સૌમ્યા ચૌરસિયા, રાયગઢમાં કલેક્ટર રાનૂ સાહૂના નિવાસસ્થાને, મહાસમુંદમાં અગ્નિ ચંદ્રાકર, સૂર્યકાંત તિવારી, માઈનિંગ હેડ આઈએએસ જેપી મોર્યના રાયપુરના ઘરે, રાયગઢના ગાંજા ચોક નિવાસી નવનીત તિવારી, પ્રિન્સ ભાટિયા, સીએ સુનીલ અગ્રવાલના ઠેકાણાં પર EDની કાર્યવાહી ચાલી રહી છે. મળતી માહિતી…

