Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી અનેક યુનિયન એકપછી એક આંદોલન કરી રહ્યા છે. પોતાની પડતર માગણીઓને લઈને તેઓ સરકાર સામે બાંયો ચડાવતા જોવા મળે છે. ત્યારે રાજ્યમાં વધુ એક યુનિયને પણ સરકાર સામે શસ્ત્રો ઉગામ્યાં છે. રાજ્યનું નર્સિંગ યુનિયન પણ પડતર માગણીને લઈને સરકાર સામે આંદોલન ચાલુ કર્યુ છે. તેમણે ટ્વિટરના માધ્યમથી સરકારનો વિરોધ કરવાનું ચાલુ કર્યુ છે. રાજ્યમાં નર્સિંગની ભરતી કરવા માટે હેલ્થ કમીશનરના લેટર પેડ પર 500 જગ્યાઓ પર ભરતી કરવા માટે 29 જુલાઈ 2021ના રોજ જાહેરાત તો આપવામાં આવી હતી. પરંતુ આ પછી વર્ષ નીકળી ગયુ તેમ છતાં કોઈ ભરતી થઈ નથી. સરકાર દ્વારા નર્સિંગ યુનિયનને ભરતી પ્રોસેસમાં…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ PM વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આથી ગોપાલ ઈટાલિયા આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. જે બાદ વાત વહેતી થઈ હતી કે ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. પણ દિલ્હી પોલીસ દ્વારા મોટો ખુલાસો કરતાં જણાવાયુ હતું કે ટાલિયા સામે કોઈ FIR દાખલ કરી નથી, આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે, થોડીવારમાં જવા માટે મંજૂરી આપીશુ. વધુમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે કેટલીક જાણકારી માટે પોલીસ સ્ટેશન લવાયા હતા. જે બાદ હાલ…

Read More

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે તેલીબિયાંમાં આયાત નિર્ભરતા ઘટાડવા માટે 11,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ઓઇલ પામ મિશન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં 28 લાખ હેક્ટર જમીન ઓઇલ પામની ખેતી માટે યોગ્ય છે. ઉત્તરપૂર્વમાં વધુ અનુકૂળતા છે. ગામડે ગામડે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે એક લાખ કરોડ રૂપિયાના એગ્રી ઈન્ફ્રા ફંડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન, મત્સ્યોદ્યોગ, ઔષધીય ખેતી માટે વિશેષ પેકેજની પણ જોગવાઈ કરવામાં આવી છે. નરેન્દ્ર સિંહ તોમરે આ વાત વર્ચ્યુઅલ રીતે એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા કૃષિ ઉત્પાદકતા વધારવા માટે એડવાન્સ્ડ સીડ્સ એન્ડ એગ્રીકલ્ચરલ મટિરિયલ ઈન્ટીગ્રેશન વિષય…

Read More

ન્યૂઝીલેન્ડના જળવાયુ પરિવર્તનના નિવારણ માટે ફાર્મમાં પાળવામાં આવતા જાનવરોને દફનાવવા અને પેશાબ કરવા પર ટેક્સ લગાવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ યોજના લાગૂ થવા પર 2025થી ખેડૂતોને પાલતૂ જાનવરો માટે ટેક્સ આપવાનો રહેશે. જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય છે, તો ન્યૂઝીલેન્ડ દુનિયાનો પ્રથમ એવો દેશ હશે, જ્યાં એગ્રીકલ્ચર ટેક્સ વસૂલવામાં આવશે. ન્યૂઝીલેન્ડની સરકારનું માનીએ તો, પાલતૂ જાનવરને ખાવા, મૂત્ર વિસર્જન અને દફનાવવાથી જે ગેસ નિકળે છે, તેનાથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. જો કે, ટેક્સમાં ખેડૂતો પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવશે, તેના પર હાલમાં કોઈ ચર્ચા થઈ નથી. સરકારના આ પ્રકારના નિર્ણયથી ખેડૂતો ખૂબ જ નારાજ છે. ખેડૂતોનું…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે 10 વર્ષ માટે કુલ મળીને 91 કરોડ 25 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 32 CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે 7 વર્ષ માટે કુલ 20 કરોડ 44 લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે જ કચ્છની ભૂજ નગરપાલિકાને પણ 22 સિટી બસ સેવાના સંચાલન માટે…

Read More

કહેવાય છે કે, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો પ્રયલ અને નિર્માણ તેની ગોદમાં ઉછરે છે. શિક્ષકની મહત્તા દર્શાવતી ચાણક્યની આ ઉક્તિઓ વર્તમાન સમયમાં શિક્ષક માટે કદાચ ખોટી ઠરે છે. કેમ કે, લાભની ઈચ્છા અસાધારણ ગણાતા શિક્ષકને પણ સાધારણ કૃત્ય કરવા પ્રેરે છે. શિક્ષકો દ્વારા લાભ માટે સામાન્ય કરતૂતનો તાજો કિસ્સો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં શિક્ષકોએ ઉચ્ચતર પગારધોરણનો લાભ લેવા માટે ટ્રિપલ સીના બોગસ સર્ટી રજૂ કરી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રીપલ સીના બોગસસર્ટી રજૂ કરવામાં સૌથી વધારે મહેમદાવાદ તાલુકાના શિક્ષકોની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે. આથી 55 શિક્ષકો સામે કાર્યવાહીની તલવાર તોળાઈ રહી…

Read More

રશિયા અને યુક્રેન વચ્ચે ગયા સાત મહિનાઓથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ક્રિમિયાને જોડનાર પુલ પર થયેલા અટેક બાદ રશિયાએ રણનીતિમા બદલાવ કર્યો છે અને યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. ત્યાં યુક્રેન પણ રશિયા પર પલટવાર કરી ચૂક્યું છે. આ દરમિયાન, રશિયન સિક્યોરિટીઝ કાઉન્સિલના એક અધિકારીના નિવદને ચોંકાવ્યા છે. તેમણે કહ્યું છે કે જો યુક્રેન અમેરિકાના નેતૃત્વવાળા નાટો મિલીટરી અલાયન્સનો ભાગ બને છે, તો પછી આ ઘટનાક્રમ ચોક્કસ રીતે થર્ડ વર્લ્ડ વોર તરફ લઈ જશે. રશિયાની ખુલ્લી ચેતવણી બાદ દુનિયાભરમાં ટેન્શન વધ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા 30 સપ્ટેમ્બરનાં રોજ ઔપચારિક રૂપથી યુક્રેનનાં 18% ભાગને કબજે કરવાની ઘોષણાનાં…

Read More

ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે સિગારેટ, અને ઈ-સિગારેટ પણ પકડાઈ રહી છે. મુન્દ્રા પોર્ટમાં વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો ઝડપી લેવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુન્દ્રા બંદરેથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું છે. ત્યારે ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ,ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યો હતો. 11 ઓકટોબરના રોજ કન્ટેનરની તપાસમાં “માન્ચેસ્ટર” બ્રાન્ડની વિદેશી…

Read More

કર્ણાટકના ચર્ચિત હિજાબ વિવાદ પર હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જોકે, ખંડપીઠમાં સમાવિષ્ટ બંને ન્યાયાધીશો જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાના અભિપ્રાય અલગ-અલગ હતા. જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજીઓને ફગાવી દેતા હિજાબ પરના પ્રતિબંધને યોગ્ય માન્યો હતો. જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર આવ્યો છે, જેમાં હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 10 દિવસની…

Read More

દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, દિવાળી પર વીજળી સાથે વરસાદની વકી છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય. 2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ છે. અમદાવાદ: દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ…

Read More