Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસ પર છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા, બાદમાં રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતાં. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ અલગ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે. પ્રધાનમંત્રી મોદીએ બાબા કેદારના દર્શન કર્યા બાદ રુદ્રાભિષેક અનુષ્ઠાન કર્યો હતો. તેમણે આશીર્વાદ તરીકે માથા પર ચંદનનુ તિલક લગાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી મહાદેવના અનન્ય ભક્ત છે. તેઓ પ્રધાનમંત્રી બાદ…

Read More

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી તાપી જિલ્લાની મુલાકાતે છે. તાપીના ગુણસદા ખાતેથી પ્રધાનમંત્રી 2 હજાર 100 કરોડ કરતા વધુના રૂપિયાનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું. ગુજરાત પાણી પુરવઠા વિભાગના 3 કામોનું ખાતમુહૂર્ત, નર્મદાનું 1 અને તાપી જિલ્લાના 3 કામોનું ખાતમુહૂર્ત, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 6 કામોનું ખાતમુહૂર્ત તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 5 કામોનું લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ…

Read More

આગામી વર્ષે ભારતમાં યોજાનારા આઇસીસી વન-ડે વર્લ્ડકપ માંથી બહાર રહેવાની પાકિસ્તાનની ધમકીનો સ્પોર્ટ્સ મિનીસ્ટર અનુરાગ ઠાકુરે જવાબ આપતાં કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તેનો જવાબ આપશે અને વન-ડે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં જ થશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એશિયા કપને પાકિસ્તાનથી અન્ય જગ્યાએ યોજવા અંગે કરેલી કોમેન્ટ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) વન-ડે વર્લ્ડકપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. બીસીસીઆઇની બેઠક બાદ સેક્રેટરી જય શાહે એશિયા કપને તટસ્થ સ્થળે યોજવા અંગે કોમેન્ટ કરી હતી. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, “પીસીબીના બ્લેકમેલ લેટરનો જવાબ બીસીસીઆઇ આપશે. આઈસીસી વન ડે વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. તે બીસીસીઆઈનો વિષય…

Read More

સુપ્રીમ કોર્ટે દિલ્હી અને અન્ય રાજ્યોમાં ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરતી અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકોને શ્વાસ લેવા દો, ઉજવણી કરવાની અન્ય રીતો છે. મીઠાઈઓ પાછળ પૈસા ખર્ચો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે ફટાકડા કંપનીની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. મહત્વનું છે કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ જાહેરનામું બહાર પડી ફટાકડા ફોડવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હકીકતમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં દિલ્હીમાં ફટાકડા ફોડવા પર દંડ પણ ભરવો પડશે. જો કોઈ પણ વ્યક્તિ…

Read More

લાંબા સમયથી વિવિધ 12 કેડરના ઉમેદવારો નિમણૂંક પત્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની આતુરતાનો હવે અંત આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે નિમણૂંક પત્રોની રાહ જોઈ રહેલા ઉમેદવારોને 29 ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવશે. આ દરમિયાન પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહેશે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિકાસ હસ્તકના ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પંચાયત સેવા, વર્ગ – 3ની જુદા-જુદા સંવર્ગોની નિયત ભરતી પ્રક્રિયાથી નિમણૂંક મેળવનાર ઉમેદવારોને આગામી 29 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે.…

Read More

દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે, સરકાર તરફથી જનતાને મોટી મોટી લ્હાણી ચાલુ થઈ ગઈ છે. પહેલા મોંઘવારી ભથ્થું, બાદમાં બોનસ અને હવે ગ્રાહકોને સસ્તુ ભોજન આપવાની તૈયારીમાં છે. મોંઘવારીથી ત્રસ્ત જનતાને તહેવારમાં રાહત આપવા માટે સરકારે સસ્તા ભાવે દાળ અને ડુંગળી આપવાની ઘોષણા કરી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, દિવાળી પર ખાવા-પીવાના સામાન પર કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. સરકારે મોટી એક્શન લેતા રાજ્યોને અત્યંત નજીવા ભાવે દાળ આપવાની ઘોષણા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે દાળની કિંમતમાં 8 રૂપિયાનો કાપ મુક્યો છે અને આ ભાવે રાજ્યોને દાળ આપવામાં આવશે.…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટણીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રેસ સહિત AAPએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સિસોદિયા સહિત દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. એવામાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પણ એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ 20 બેઠકો પરના ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં તમને જણાવી દઇએ કે, CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પરથી AAPએ ઉમેદવાર તરીકે વિજય પટેલનું નામ જાહેર કર્યું છે. ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી…

Read More

વિશ્વભરમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ અરબ સાગરમાં ગુજરાત અને પાકિસ્તાનની જળસીમાની નજીક પોતાની મહાવિનાશક પરમાણુ સબમરીનને તૈનાત કરી છે. એટલું જ નહીં, અમેરિકાએ પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઈલોને લઈ જવામાં સક્ષમ સબમરીન ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ને તૈનાત કરવાના સમાચારનું સાર્વજનિક રીતે એલાન પણ કર્યું છે. વિશ્લેષકોના મતે અમેરિકાનું આ એલાન પોતાનામાં ખૂબ જ દુર્લભ મામલો છે. અમેરિકા સામાન્ય રીતે પેટ્રોલિંગ દરમિયાન તેની પરમાણુ સબમરીનનું સ્થાન ક્યારેય જાહેર કરતું નથી. આ કારણોસર તેને ખૂબ જ અસામાન્ય ઘટના માનવામાં આવી રહી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, આ ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ પરમાણુ સબમરીન ઓહિયો ક્લાસની છે. ચાલો જાણીએ કે અમેરિકાના નિશાન પર ક્યાં…

Read More

સુરતમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 61 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે. જો કે, હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ‘દક્ષિણ ગુજરાતમાં સવારે લગભગ 10:26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે.’ દક્ષિણ પૂર્વ સુરતથી 60 કિલોમીટર દૂર અને જમીનથી 7 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે. આપને જણાવી દઈએ કે, કચ્છમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટેર સ્કેલ પર ભૂકંપના…

Read More

મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના બાનમોર નગરના જેતપુર રોડ પર સવારે લગભગ 11.15 વાગ્યે એક મકાનમાં અચાનક વિસ્ફોટ થયો અને વિસ્ફોટ સાથે ઘર ધરાશાયી થઈ ગયું. વિસ્ફોટ અને મકાન ધરાશાયી થવામાં એક વ્યક્તિનું મોત થયું છે અને લગભગ અડધો ડઝન લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. મોરેના. બાનમોર નગરના જેતપુર રોડ પર આવેલા એક મકાનમાં રાત્રે લગભગ 11.15 વાગ્યે અચાનક વિસ્ફોટ થયો અને વિસ્ફોટ સાથે ઘર ધરાશાયી થઈ ગયું. વિસ્ફોટ અને મકાન ધરાશાયી થવામાં એક વ્યક્તિનું મોત થયું છે. અને લગભગ અડધો ડઝન લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. એવું કહેવાય છે કે વિસ્ફોટ ફટાકડાના કારણે થયો હતો. જોકે, પોલીસ…

Read More