Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હાલ રાજ્યમાં વરસાદી માહોલ નથી. પરંતુ બફારા અને તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. જેમાં 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ડાયટેક્ટર, ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા પ્રમાણે, વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની શકયતા છે. 9…

Read More

ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મંદિરની ઉંચાઈ વધારવા અંગે અંતિમ નિર્ણય લેવાયો છે. મંદિરને નવેસરથી રિડેવલપ કરી…

Read More

જમ્મુના અરનિયા સેક્ટરમાં લગભગ આઠ મહિના પછી પાકિસ્તાને મંગળવારે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની રેન્જર્સે અરનિયામાં ઈન્ટરનેશનલ બોર્ડર પર ચિનાઝ પોસ્ટ પર બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ ત્યારે કરવામાં આવ્યું જ્યારે ભારતીય સૈનિકો ફેન્સીંગનું કામ કરી રહ્યા હતા. બીએસએફે પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે. આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અગાઉ જાન્યુઆરી 2022માં અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ત્યારે સરહદી જવાનોએ એક પચાસ વર્ષના પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. ઘૂસણખોર ભારતીય સરહદમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે, 5 સપ્ટેમ્બર, સોમવારે, પૂંચમાં આતંકવાદીનો મૃતદેહ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. જમ્મુ અને…

Read More

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી એટલે કે મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ છેતરપિંડીના કેસમાં 30થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી હેડક્વાર્ટરના આધારભૂત સૂત્રોએ આ સમાચારની ઔપચારિક પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા હાલ મનીષ સિસોદિયાના ઘરે નથી થઈ રહ્યા. ઇડીના સૂત્રો પ્રમાણે દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોરમાં હજુ પણ દરોડા ચાલી રહ્યા છે. આ અંગેની વાત કરીએ તો, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ મામલામાં સીબીઆઈએ 30થી વધારે લોકેશન પર…

Read More

આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી 65,314 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા 0.35 સેમી ખોલીને 10,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી  138.68 મીટર  છે.  તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી ગઇ છે. જેના કારણે…

Read More

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના મંગળવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાની ચાર દિવસીય ભારત મુલાકાતનો આ બીજો દિવસ છે. આજે પીએમ મોદી સિવાય તેઓ ભારત સરકારના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન શેખ હસીના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રને લગતા ઘણા કરારોને અંતિમ સ્વરૂપ આપી શકે છે. આજે શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ દેશભરમાં 14,500 શાળાઓના વિકાસ અને અપગ્રેડેશનની જાહેરાત કરી છે. PM એ શાળાઓમાં શિક્ષણ આપવાની આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી રીત હશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે NEPની ભાવના અનુસાર, PM-શ્રી સ્કૂલ સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓને લાભ આપશે. પીએમ મોદીએ કહ્યું કે પીએમ-શ્રી સ્કૂલોમાં શિક્ષણ પુરૂ પાડવાની એક આધુનિક, પરિવર્તનકારી અને સમગ્ર રીત હશે. નવીન ટેક્નોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમત ગમત અને અન્ય સહિત આધુનિક ઇંફ્રા પર પણ ધ્યાન આપવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને વિશ્વાસ છે કે પીએમ-શ્રી સ્કૂલ એનઇપીની ભાવના…

Read More

લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. લીંબડી અમદાવાદ હાઈવે પરના કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો અન્ય અકસ્માતના અપડેટ અનુસાર, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હતી.…

Read More

ગુજરાતમાં આતંકી ફંડિંગ મામલે NIAના દરોડા યથાવત છે. કચ્છથી અટારી સુધી પહોંચેલા ડ્રગ્સ અંગે તપાસ કેસમાં આતંકી ફંડિંગની પુષ્ટી બાદ NIAની તપાસ ચાલી રહી છે. ખેડાના નડિયાદમાં NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઈંગ કંપનનીમાં તપાસ કરવામાં આવી રહી છે. NIAની ટીમ હાલ તપાસ કરી રહી છે. દિલ્હીના વક્ફ બોર્ડના ગુજરાતના સભ્ય અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે. નડિયાદની અમદાવાદની બજારમાં તેમના ઘરમાં સર્ચ ઓપરેશન થયુ છે. મરીડા રોડ પર કંપનીમાં સવારથી સર્ચ ઓપરેશન ચાલુ છે. આ કંપનીમાં કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ ચાલી રહી છે.

Read More

છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ આજે 5મી સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકાદ સ્થળે ભારે વરસાદ પણ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 8 અને 9 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગામી આપવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા…

Read More