What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ચુટંણી માટે કોંગ્રેસના ચુંટણી પ્રચારનો આજથી શુભારંભ થયો. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. જેના બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાથે જ ગુજરાતની જનતા માટે વચનોની ગેરેન્ટી આપી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો. સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી…
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. તે સોમવારે દિલ્હી પહોંચી છે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખ હસીનાના સ્વાગત માટે ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. 2019 પછી હસીનાની આ પ્રથમ ભારત મુલાકાત છે. હસીના પોતાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે. ઉપરાંત, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે. બંને વડા પ્રધાનો વચ્ચેની વાતચીત દરમિયાન પેન્ડિંગ અને નિયમિત દ્વિપક્ષીય મુદ્દાઓ સિવાય દક્ષિણ એશિયામાં સંરક્ષણ સહયોગ અને સ્થિરતા મુખ્ય ફોકસ ક્ષેત્ર હશે.
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના હજરતગંજ વિસ્તારમાં લેવાના હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ 12 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હોટલમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બારીઓ દ્વારા અનેક લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. લેવાના હોટલના જે ભાગમાં હજુ પણ આગ ભભૂકી રહી છે તેને બુલડોઝરથી તોડવામાં આવી રહ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે આ મામલાને ગંભીરતાથી લેતા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. લખનઉની સિવિલ હોસ્પિટલમાં 7 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. 2 લોકોના આ દુર્ઘટનામાં…
સુરત બીઆરઆઇ વિભાગ તરફથી રાજ્યમાં એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ચાઇનાથી મુંબઈ ખાતે જતી સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા હોવાની વિગતોના આધારે પોલીસે દરોડાં કરી 20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભારત સરકાર દ્વારા ઘણી બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ હોવાને લઈને કેટલાક તત્વો આ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર કરતા હોય છે. ભારતના ઇ સિગારેટ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ આ સિગારેટની સૌથી વધુ માંગવાને લઈને અમુક અસામાજિક તત્વો આ જથ્થો ભારતમાં લાવીને વેચાણ કરતા હોય છે. સુરતમાં ડીઆરઆઈ…
રાજ્યમાં હાલ વરસાદી માહોલ નથી સાથે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે હાલ સરદાર સરોવર ડેમમાં 1,01,566 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમના પાંચ દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 52,943 ક્યુસેક છે. રવિવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 37° પહોંચ્યું છે અને સૌથી ગરમ શહેર વડોદરા નોંધાયું છે. વડોદરામાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 36 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાતું હોય છે. પરંતુ છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે તેનો રેકોર્ડ આ વર્ષે સપ્ટેમ્બરમાં તોડી દીધો છે. 2022ના સપ્ટેમ્બર મહિનામાં એટલે કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વડોદરાનું…
યાત્રાધામ અંબાજીમાં 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે. અંબાજી મંદિરના શિખર સહિતને સોનાનું બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. રવિવારે અંબાજી મંદિરમાં અલગ-અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 1 કિ.લો સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અલગ અલગ દાતા દ્વારા સોનાના દાન કરવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે. પાલનપુરના એક માઈ ભક્ત દ્વારા એક કિલો સોનું (રૂપિયા, 52,50,000) દાન આપવામાં આવ્યું…
રાજ્યમાં નાગરિક સુખાકારીના કામોને વેગ આપી ઇઝ ઓફ લિવિંગ વધારતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની નગરપાલિકાઓના વિસ્તારના નાગરિકોની સુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં રાજ્યની 8 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી ભાગીદારી યોજના હેઠળ રૂ. 3.52 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્અનુસાર, ખાનગી ભાગીદારી યોજના અંતર્ગત આ 8 નગરોના કુલ 5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ GMFB એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ…
૫મી સપ્ટેમ્બરએ શિક્ષક દિનની ઉજવણી થવાની છે ત્યારે એ દિવસે જ અધ્યાપક સહાયકો કાળી પટ્ટી કાળા કપડાં પહેરીને શૈક્ષણિક કાર્ય કરશે. અધ્યાપક સહાયકો પ્રત્યે સરકારના બેવડા માપદંડોનો વિરોધ કરશે. ગુજરાત રાજ્યની ૩૫૬ ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ વર્ષ ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી, ફાજલ તરીકેનું રક્ષણ આપવું, સાતમાં પગાર પંચ મુજબ ફિક્સ પગારમાં વધારો કરવો વગેરે બાબતે સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૦ કરતાં પણ વધારે આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ સરકરના પેટનું પાણી પણ હલતું ન હોવાથી અધ્યાપક સહાયકો પણ હવે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા…
2008 Ahmedabad serial blasts:સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મૃત્યુદંડની સજા પામેલા 30 દોષિતોએ સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. દોષિતોના વકીલનું કહેવું છે કે સંજોગોવશાત્ પુરાવાના આધારે મૃત્યુદંડની સજા આપી શકાય નહીં. સજા સામે અપીલની મુદત પૂરી થયા બાદ પણ હાઇકોર્ટે અરજી સ્વીકારી છે. ફેબ્રુઆરી 2022 માં, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના 38 દોષિતોને ફેબ્રુઆરી 2022 માં સ્થાનિક અદાલત દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. દોષિતોના વકીલ એમએમ શેખ અને ખાલિદ શેખે તેમની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ફેબ્રુઆરી 2008 માં, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના 38 દોષિતોને ફેબ્રુઆરી 2022 માં સ્થાનિક અદાલત દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. દોષિતોના…
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. રાજ્યમાં પહોંચેલા AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે 27 વર્ષમાં રાજ્યમાં કંઈ કર્યું નથી અને હવે તે આગામી 5 વર્ષની તક માંગી રહી છે. બીજી તરફ ભાજપના કાર્યકરો વતી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ભાઈ ઈટાલિયા સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં થોડા દિવસોથી AAPના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહીને સંબોધી રહ્યા છે. ભાજપના કાર્યકર પ્રતાપ ભાઈએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈ ઈટાલીયા સામે માનહાનિનો કેસ કર્યો છે. તેમના પર આરોપ છે…

