Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાતમાં ફરી છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય, મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજે અમદાવાદમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી-રાજુલા કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારા બાદ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલાના ભેરાઈ, કડિયાળી, રામપરા, છતડીયા અને હિંડોરણામાં વરસાદ ખાબક્યો હતો.  આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને…

Read More

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. ડેરિસલ એરલાઇન્સ નવી સિસ્ટમ દાખલ કરવા જઇ રહી છે, જે તેના ફ્લાઇટ શેડ્યૂલમાં કોઈપણ ફેરફાર અથવા ફ્લાઇટમાં વિલંબ વિશે ત્વરિત માહિતી આપશે.આ સાથે એક કોઓર્ડિનેશન ટીમ પણ બનાવવામાં આવશે જે એરપોર્ટ પર નજર રાખશે અને જો કોઈ સમસ્યા હશે તો તેનો સામનો કરશે. ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ અન્ય કેટલાક પાસાઓને સુધારવા માટે કામ કરવાનું નક્કી કર્યું છે.શુક્રવારે આંતરિક વાતચીતમાં, એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એરલાઈન તેના માટે એરપોર્ટ સ્લોટની શોધ કરશે.

Read More

ગુજરાત રમખાણોના કેસમાં પુરાવા સાથે છેડછાડ કરવા બદલ ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન મળી ગયા છે. ગઈકાલની સુનાવણીમાં કોર્ટે ગુજરાત સરકાર પર જ આકરા સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટેનું કારણ પૂછ્યું છે. કોર્ટે કહ્યું કે તિસ્તા વિરુદ્ધ કોઈ ગંભીર કેસ નથી અને તેના પર આઈપીસીની કોઈ કલમ લગાવવામાં આવી નથી. હજુ પણ મહિલા હોવાને કારણે તેને રાહત આપવામાં આવી નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસમાં જામીન માટે 6 અઠવાડિયાનો વધુ સમય આપવા પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે શું હાઈકોર્ટમાં આવું થાય છે, શું હંમેશા આટલી લાંબી…

Read More

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી. ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26…

Read More

ઓગસ્ટમા ઊપર ગયેલા તેલના ભાવ હવે ફરી નીચે આવી રહ્યાં છે. બે દિવસ પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં ભાવ ઘટાડા બાદ ફરી એકવાર ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને પામ તેલના માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહે છે કે, આગામી દિવસોમાં પણ પામ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. તો…

Read More

મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. આ ઘટના એટલી દર્દનાક હતી કે, અન્ય પદયાત્રીઓ ગભરાઈ ગયા હતા. પોતાના સાથી પદયાત્રીઓના મોતથી ચારેતરફ રોક્કળ મચી ગઈ હતી. 5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીના શિપયાર્ડમાં ઉપસ્થિત છે. તેઓ દેશના પ્રથમ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને ભારતીય નૌકાદળને સોંપ્યુ છે. આ એરક્રાફ્ટ કેરિયરના આગમનથી દેશની દરિયાઈ સરહદો સુરક્ષિત થઈ જશે. આ ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે. મહત્વનું છે કે, ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રામા યશ કલગી બનનાર આ ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સ્કીમ…

Read More

ગુજરાતની સંસ્કૃતિનો મેળો એવો તરણેતરનો મેળો શરૂ થઈ ગયો છે. જેમાં દેશ વિદેશથી લોકો અહી આવે છે. ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતરના મેળાની મુલાકાત કરી હતી.  જેમાં તેમણે, જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી.  મેળાઓ આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ કરે છે. સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ…

Read More

નિર્ણય કર્યો હતો જે અનુસાર ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયું હતું. વિશ્વાસ મતના સમર્થનમાં મુખ્યમંત્રી સહિત 58 ધારાસભ્યોએ વોટ આપ્યાં હતા. જોવાની વાત એ છે વિશ્વાસ મતના વિરોધમાં એક પણ વોટ પડ્યો  નહોતો. 70 સભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. 58 ધારાસભ્યોએ સરકારના પક્ષમાં વોટિંગ કરતા આસાનીથી બહુમતી સિદ્ધ થઈ ગઈ હતી. હકીકતમાં સીએમ કેજરીવાલ ભાજપ પર એવો આરોપ મૂક્યો હતો કે ભાજપ ઓપરેશન લોટસ હેઠળ તેમની પાર્ટીના ધારાસભ્યોની તોડવાનો પ્રયાસ કરી રહી છે જોકે ભાજપ તેના આ પ્રયાસમાં સફળ ન થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ ઘટના બાદ કેજરીવાલે વિશ્વાસ મત લેવાનો નિર્ણય…

Read More