Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હવે ડાયટીંગ વગર ઘટી જશે વજન માત્ર અપનાવી પડશે અમુક ટીપ્સ તમારે ડાયટમાં આ વસ્તુને કરવી પડશે એડ આજના સમયમાં દરેક માણસ મેદસ્વિતાથી પરેશાન છે એવામાં લોકો ડાયટીંગ કરે છે અને અનેક પ્રકારની કસરત કરે છે. પરંતુ હવે તમે કસરત વગર પણ પોતાનુ વજન ઘટાડી શકો છો. અમે તમને અમુક એવી ટીપ્સ જણાવીશું જેને અપનાવીને તમે સરળતાથી પોતાનુ વજન ઘટાડી શકો છો. થોડુ-થોડુ કરીને અનેક વખત જમો થોડુ થોડુ કરીને ખાવુ મહત્વની ભૂમિકા નિભાવે છે. મન લગાવીને ખાવુ અને ખાવા-પીવા પર ધ્યાન આપો. તો ધ્યાન ભટકાવનારા કામો જેવા ફોન, ટીવી વગેરે ચાલુ હોવા સમયે ખાવાનુ ટાળવુ જોઈએ. કારણકે તમે ટીવી…

Read More

અષાઢી પૂનમના દિવસે લક્ષ્મી-નારાયણ યોગ માનવામાં આવી રહ્યો છે ખૂબ જ લાભકારી જાણો કઈ રાશીને થશે ફાયદો દરરોજ થતી ગ્રહો અને નક્ષત્રોની ચાલ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ હોય છે. 13મી જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. હિંદુ ધર્મમાં અષાઢી પૂનમનું વિશેષ મહત્વ છે. ત્યાં જ આ દિવસે શુક્ર સવારે 10:41 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 7 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ સાથે જ 2 જુલાઈએ બુધ ગ્રહ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. 13 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ બુધ અને શુક્રનો સંયોગ લક્ષ્મી-નારાયણ યોગ રચશે. આવી સ્થિતિમાં 13 થી 16…

Read More

આઠ જિલ્લાઓમાં વરસાદને લઈને મંત્રીઓને સોંપાઈ જવાબદારી ભારે વરસાદની સ્થિતિને લઇ સરકાર એક્શનમાં ભારે વરસાદ હોય તેવા પ્રભાવિત જિલ્લામાં મંત્રીઓ જવા રવાના થયા ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઇને ભારે વરસાદની સ્થિતિ સામે સરકાર એક્શન મૉડમાં આવી ગઈ છે. આ મામલે મુખ્ય સચિવ પંકજકુમારે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તો બીજી તરફ 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના…

Read More

25 રાજ્યોમાં મેઘરાજાની મહેર ચાલુ છે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો જળબંબાકાર બન્યાં છે મેઘરાજાએ હજુ સુધી યુપી અને બિહારમાં પધરામણી કરી નથી 25 રાજ્યોમાં ધનાધન વરસાદ વરસાવી રહેલા મેઘરાજાએ બે રાજ્યો સાથે અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. 25 રાજ્યોમાં વરસાદ વરસાવી રહેલા મેઘરાજાએ હજુ સુધી યુપી અને બિહારમાં પધરામણી કરી નથી એટલે કે બે રાજ્યોમાં વરસાદનું એક ટીંપુ પણ વરસ્યું નથી. છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆત સાથે જ છેલ્લા 24 કલાકમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13 સેન્ટીમીટર વરસાદ બુંદીના નૈનવાનમાં નોંધાયો હતો.…

Read More

ચોમાસામાં કાર લઈને નીકળો તો ખાસ યાદ રાખજો આ ટિપ્સ નહીં તો મોંઘી ગાડી પણ બની જશે ગાડું! વરસાદની સિઝનમાં કેટલાક લોકો પોતાની કારને બરાબર ચેક નથી કરતા સમગ્ર દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક લોકોને ગરમીથી રાહત મળી છે તો કેટલાક લોકો માટે વરસાદ આફત બન્યો છે. વરસાદની સિઝનમાં પહાડી વિસ્તારો જેવા કે જૂનાગઢ, સાપુતારા સહિતના વિસ્તારોમાં લોકોને પોતાની કારમાં પરિવાર સાથે ફરવા જવાનું મન થતું હશે. પરંતુ આ જ મુશળધાર વરસાદને કારણે માર્ગ અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માતનું મુખ્ય કારણ ઘણીવાર લોકોની બેદરકારી પણ હોય છે. વરસાદની સિઝનમાં કેટલાક લોકો પોતાની કારને બરાબર ચેક નથી…

Read More

અમેરિકામાં ગ્રીન બેંક સિટી નામનું શહેર વસેલું છે શહેરમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ પર પ્રતિબંધ શહેરમાં છે વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ દુનિયાભરમાં નવી ટેકનોલોજી વિકસી રહી છે. આજનો સમય ડિજિટલ થઈ ગયો છે. દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન આવી જાય છે. સાથે જ ઘરોમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતી વસ્તુઓ પણ છે. પરંતુ આવા સમયે પણ એક એવું શહેર છે જ્યાં કોઇ ઇલેક્ટ્રિક સામાનનો ઉપયોગ કરી શકતું નથી. આ શહેરના લોકો માટે મોબાઈલથી લઈને ટીવી અને રેડિયો સુધીની દરેક વસ્તુ પર પ્રતિબંધ છે. આ વસ્તુઓનો કોઈ ઉપયોગ કરી શકતું નથી અને જો કોઈ આવું કરતું જોવા મળે છે, તો તેની ધરપકડ કરીને જેલમાં…

Read More

મહિતે પહેલાં જ દિવસથી તૈયારી શરૂ કરી 99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો JEE મેઈન્સમાં સુરતના વિદ્યાર્થીએ બાજી મારી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન્સ પરીક્ષા જૂન 2022માં લેવામાં આવી હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સુરતના મહિત રાજેશ ગઢીવાલાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવનારા મહિતને તેમના શિક્ષકો અને માતાપિતાએ અભિનંદન આપ્યાં હતાં. મહિતના માતા પિતાએ જણાવ્યું હતું કે, મહિતને 99.99 પર્સેન્ટાઈલ મળ્યાં છે. આગામી સમયમાં મહિત જેઈઈની એડવાન્સ એક્ઝામ આપીને આગળ અભ્યાસ કરશે. મહિતના પિતા ડો. રાજેશ ગઢીવાલાએ જણાવ્યું હતું કે, અમે હું અને મહિતના માતા ડો. પ્રેમલ બન્ને તબીબી જગત…

Read More

ચોમાસામાં ફરવાની મજા બિલકુલ અલગ હોય છે ચોમાસા દરમિયાન આ સ્થળની સુંદરતા એક અલગ જ સ્તર પર હોય પર્વતોથી ઘેરાયેલા મેઘાલયને વાદળોનું ઘર કહેવામાં આવે છે ચોમાસું શરૂ થઈ ગયું છે, આવી સ્થિતિમાં લોકો હવામાનનો આનંદ માણવા માટે મુસાફરી કરવાનો પ્લાન બનાવવાનું વિચારે છે, તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ચોમાસાની વધુ મજા માણી શકો. ચોમાસાનો મહિનો એ સ્થળોની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે જ્યાં તમે હંમેશા જવા ઇચ્છતા હોવ અને આજ સુધી જઇ શક્યા નથી, જો કે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાનું જોખમ રહેલું છે, પરંતુ જો તમને રસ્તાઓની સારી સમજ હોય…

Read More

રાજકોટમાં પોણા બે ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી પાણી…, આજી-2 ડેમનો દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 13.50 ઈંચ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો અને બપોર પછી 4 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરમાં બપોર બાદ 4 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 41.55 MM, ઇસ્ટ ઝોનમાં 38 MM અને વેસ્ટ ઝોનમાં 35 MM વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં સીઝનના વરસાદની વાત કરીએ તો ઇસ્ટ ઝોનમાં 231 મી.મી,…

Read More

એન્ડ્રોઇડ યુઝર્સ માટે જોકર માલવેર ફરી આવ્યો છે જોકર માલવેરને કારણે મોબાઈલ હેક થઇ શકે છે ઘણા લોકોના ખાતામાંથી પૈસા પણ ઉપડી ગયા છે આ સમાચાર એન્ડ્રોઇડ યુઝર્સને થોડું ચોંકાવી શકે છે અથવા એમ કહીએ તો ડરાવી પણ શકે છે. કારણ કે જોકર માલવેર ગૂગલ પ્લે સ્ટોર પર પાછું આવી ગયું છે. આ સાથે ઘણા લોકો માહિતીના અભાવે તેને ડાઉનલોડ પણ કરી રહ્યા છે. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આ માલવેર કેટલો ખતરનાક છે. આ સૌપ્રથમવાર 2017માં બહાર આવ્યું હતું અને સાયબર અપરાધીઓ તેનો ઉપયોગ એન્ડ્રોઇડ યુઝર્સના ફોનને હાઇજેક કરવા માટે કરે છે સાયબર સિક્યોરિટી રિસર્ચર્સ જોકર માલવેર…

Read More