Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પીએમ મોદીનો ફરી ચૂંટણીના વર્ષમાં એકવાર ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. પીએમ મોદી 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની બે દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્દઘાટન કરશે. જેમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પીએમ મોદીના 11 સપ્ટેમ્બરના કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં આ સંદર્ભે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજી જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ આ પરિષદના આયોજન માટે કેન્દ્રિય મંત્રાલયની સૂચના અનુસાર ફેસિલિટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. લગભગ…

Read More

અમેરિકન એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગે ભારતીય એરલાઇન્સની ક્ષમતા વધારવાની આશા વ્યક્ત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, જે ગતિએ ભારત વિશ્વના સૌથી મોટા બજાર તરીકે ઉભરી રહ્યું છે અને માંગમાં તેજી આવી રહી છે, ભારતીય એરલાઇન્સ આવતા વર્ષ સુધીમાં તેમની ક્ષમતામાં ઓછામાં ઓછો 25%નો વધારો કરી શકે છે. બોઇંગના પ્રાદેશિક માર્કેટિંગના મેનેજિંગ ડિરેક્ટર ડેવ શુલ્ટે જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે એરલાઇન ઝડપથી રિબાઉન્ડ કરશે અને વાર્ષિક સીટોના ​​25 ટકાથી વધુનો ઉમેરો કરશે. બોઇંગે જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સ આગામી દિવસોમાં 7%ની વાર્ષિક ક્ષમતા વધારા સાથે બજારમાં ટોચના સ્તરના સ્પર્ધકોને પાછળ છોડી દેશે. ભાડા અને ઊંચા ખર્ચને કારણે થયું નુકસાન…

Read More

ભારત સરકારે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ (LCA માર્ક 2) પર મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા પરની કેબિનેટ કમિટી (CCS) એ બુધવારે LCA માર્ક 2 ફાઇટર એરક્રાફ્ટ સંબંધિત પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. હવે આ એરક્રાફ્ટ મિરાજ-2000, જગુઆર અને મિગ-29 ફાઈટર એરક્રાફ્ટનું સ્થાન લેશે. ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ પર IAF ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી: સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ LCA માર્ક 2 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ નિર્ણયથી આપણા આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટની સ્વદેશી ડિઝાઇન અને વિકાસને જબરદસ્ત પ્રોત્સાહન મળશે. અમે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને પણ વાયુસેનામાં સામેલ કરીશું. તેમણે કહ્યું કે આ નિર્ણય સ્વદેશી ડિઝાઇન અને આપણા આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના…

Read More

દેશમાં સર્વાઇવલ કેન્સરના નિવારણ માટે પ્રથમ સ્વદેશી વિકસિત ‘ક્વૈડ્રીવેલેન્ટ’ હ્યૂમન પેપીલોમા વાયરસ (HVP) રસી આજે લોન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને સીરમના સીઈઓ અદાર પૂનાવાલા  (Adar Poonawalla) આઈઆઈસી દિલ્હીમાં તેને લોન્ચ કરી. ભારતીય ફાર્મા રેગુલેટર DCGI એ પાછલા મહિને એસઆઈઆઈને સર્વાઇકલ કેન્સરની વેક્સીન બનાવવાને મંજૂરી આપી હતી. ભારતમાં સર્વાઇકલ કેન્સર 15થી 44 વર્ષની ઉંમર વર્ગની મહિલાઓમાં બીજું સર્વાધિક સંખ્યામાં જોવા મળતું કેન્સર છે. 200-400 રૂપિયા હશે કિંમત સર્વાઇકલ કેન્સર વેક્સીનની કિંમત 200-400 રૂપિયા હશે. પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી થઈ નથી. પૂનાવાલાએ કહ્યુ કે સર્વાઇકલ કેન્સરની વેક્સીન આગામી કેટલાક મહિનામાં દેશમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું…

Read More

રાજ્યમાં અવાર નવાર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારે 10.40ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવામળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3.5 ની તિવ્રતાનો હતો. જો કે આ ધરતીકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર…

Read More

રાજયમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન બન્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરના સમયથી અમદાવાદ શહેરના ઘણા વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે. જેને પગલે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા તેમજ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આરટીઓ સર્કલથી સાબરમતી બ્રિજ સુધી ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા છે. ગાજવીજ સાથે પડી રહેલા વરસાદના પગલે વાહન ચાલકોને કરવો હાલાકીનો સામનો…

Read More

નવા મહિનાની શરૂઆત સાથે જ દેશની જનતા માટે સારા સમચાર આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. દેશ ભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સપ્ટેમ્બરે ઈન્ડિયન ઓઈલ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવ મુજબ રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળો કોમર્શિયલ સિલિન્ડર 91.50 રૂપિયા સસ્તો થયો. સિલિન્ડર માટે આજથી હવે 1885 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડરનો ભાવ 1976.50 રૂપિયા હતો. સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચનારો 19 કિલોનો સિલિન્ડર દિલ્હીમાં 1885 રૂપિયાનો થયો છે. રાજધાની દિલ્હીમાં…

Read More

ઈન્દોરના પરદેશી પુરા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા સાત કર્મચારીઓએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે કર્મચારીઓએ આત્મહત્યા કરવાના ઈરાદે એક સાથે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ હાલમાં જ તમામ સાત કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. હાલમાં તમામ કર્મચારીઓને ઈન્દોરની MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે. આત્મહત્યા કરનારાઓમાં જમનાધર વિશ્વકર્મા, દીપક સિંહ, રાજેશ મેમરિયા, દેવીલાલ કારેડિયા, રવિ કારેડિયા, જિતેન્દ્ર ધામણિયા, શેખર વર્માનો સમાવેશ થાય છે. કંપનીના માલિક રવિ બાફના અને…

Read More

બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે બાઇકની સ્પીડ વધારવાને કારણે તેના ફ્યુલ ખર્ચામાં પણ વધારો થાય છે બાઇક પર વધુ પડતો લોડ પડવાને કારણે તેની માઇલેજ ઓછી થઈ જાય છે ભારતમાં બાઇક ચાલકોની સંખ્યા ઘણી વધારે છે. દેશમાં કરોડો લોકો ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરે છે. જો કે તેમાંથી વધુ પડતા લોકો બાઈક ચલાવતી વખતે માઈલેજ થી જોડાયેલ સમસ્યાનો સમાનો કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું હશે કે બાઈક વધુ માઈલેજ નથી આપી રહી. બાઈકની માઈલેજ વધવા કે ઘટવાની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. વર્તમાન સમયમાં જે તેજીથી પેટ્રોલની કિંમતમાં વધો થાય છે…

Read More

ગિર સોમનાથ જીલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ ભાલકા તીર્થધામ એ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયુ ગિર સોમનાથ જીલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. ભગવાન શિવનો શ્રાવણ માસ શરુ થઇ ગયો છે અને ઘણા લોકો મહાદેવના દર્શન માટે સોમનાથ જતા હોય છે ત્યારે સોમનાથની સાથે ઘણા એવા સ્થળો વિશે પણ આજે તમને જણાવશું જે તમે ફરી શકો છો. રાણી અહલ્યાબાઈ સ્થાપિત મંદિર આ મંદિરને જુનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે. સોમનાથ મંદિરમાં હુમલાઓના ડરથી મહારાણી અહલ્યાબાઈના કહેવાથી ઇ.સ.1783 અહી ભોયરામાં શિવલિંગની…

Read More