What's Hot
- આજે જ્યેષ્ઠ શુક્લ દ્વિતિયા તિથિ, જાણો રાહુકાલનો સમય અને શુભ સમય
- મે મહિનાના છેલ્લા બુધવારે બન્યો દ્વિપુષ્કર યોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો આજનું રાશિફળ
- સેટેલાઇટ સેવા શરૂ કરતા પહેલા સરકારે કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય
- ગૂગલે સેમસંગને બાજુ પર રાખ્યું, હવે આ કંપની પિક્સેલ ફોન માટે ચિપ્સ બનાવશે
- વિશ્વ ચેમ્પિયન ગુકેશ વિશ્વના નંબર-1 ખેલાડી સામે હારી ગયો, કોનેરુ હમ્પીએ જીત નોંધાવી
- પ્લેઓફ પહેલા પંજાબ કિંગ્સને સારા સમાચાર મળ્યા, સ્ટાર બોલરની ઈજા પર આવ્યું મોટું અપડેટ
- પ્લેઓફમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? બધાની નજર RCB vs LSG મેચ પર
- રાહુલ ગાંધીની મુલાકાત બાદ ABVPનો વિરોધ, DUSU પ્રમુખ રૌનક ખત્રીના કાર્યાલય પર ગાયનું છાણ છાંટવામાં આવ્યું
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
શિક્ષણ આજકાલ એક વ્યવસાય બની ગયો છે. પહેલા જ્ઞાન આપવામાં આવતું અને તેની સામે દક્ષીણા આપવી પડતી હતી. પણ આજે શિક્ષણ પ્રથા એટલી મોંઘી થઈ છે કે ગરીબો માટે શિક્ષણ કપરું સાબિત થઇ રહ્યું છે. આજનું શિક્ષણ બીબાઢાળ બની ગયું છે. ત્યારે વડોદરામાં વર્તમાન શિક્ષણથી કંઈક અલગ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને આ વ્યવસ્થ સાર્દુલ શિશુવિહારે શરૂ કરી છે.બગીચામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ઓરડા કે બ્લેક બોર્ડ વિનાની શાળા એટલે સર્દુલ શિશુવિહાર. અહીં 3થી સાત વર્ષના બાળકો માતાની સાથે અભ્યાસ માટે આવે છે અને માતાઓ બાળકોને પ્રકૃતિ વચ્ચે ભણાવે છે. વર્તમાન શિક્ષણ પ્રથાથી બાળકો પર સતત પ્રેશર…
આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગના સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ રહેશે. અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે 8મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં…
ડિજિટલ આધારિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી ભારત ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વિશ્વમાં બીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી ધરાવે છે ઈન્ટરનેટની વધતી જતી લોકપ્રિયતા ઈ-કોમર્સ માર્કેટ માટે ઉજળુ ભવિષ્ય રચી રહ્યુ છે ભારતમાં ઓનલાઈન રિટેલ ખર્ચ 2030 સુધીમાં લગભગ છ ગણો વધી 300 અબજ ડોલર થવાની ધારણા છે. ડિજીટલ ટેક્નોલોજી આધારિત દુકાનદારો અને ઓનલાઈન શોપર્સની સંખ્યામાં પણ વધારો થવાનો આશાવાદ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના રિપોર્ટમાં વ્યક્ત થયો છે. જે અનુસાર, તાજેતરના વર્ષોમાં ડિજિટલ આધારિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી 260 મિલિયનથી 280 મિલિયન સુધી પહોંચી છે અને 2021માં 210 મિલિયનથી વધીને 230 મિલિયન થઈ હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા તેમજ…
ઘણા લોકો ચોમાસાની ઋતુમાં ફરવાનું પસંદ કરે છે. આ સિઝનમાં, તમે ઘણા સ્થળોએ ફરવા જવાનું આયોજન કરી શકો છો. આ સિઝનમાં આ જગ્યાઓની સુંદરતા ઘણી વધી જાય છે. આવો જાણીએ ચોમાસાની ઋતુમાં તમે કયા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. દાર્જિલિંગ – તમે ચોમાસામાં રજાઓ ગાળવા માટે પણ દાર્જિલિંગ જઈ શકો છો. તમે અહીં ચાના બગીચા, જાપાની મંદિરો અને રોક ગાર્ડન જોવાની મજા માણી શકો છો. આ જગ્યા ખૂબ જ સુંદર છે. ચોમાસામાં તમારે અહીં ફરવાનો પ્લાન બનાવવો જ જોઈએ. કસૌલી – તમે ચોમાસામાં કસૌલી જવાનો પ્લાન બનાવી શકો છો. તમે આ સ્થાન પર શાંતિથી થોડી ક્ષણો વિતાવી શકશો.…
જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉપર મેઘરાજા મહેરબાન હોય એમ મેઘાવી માહોલ છવાયેલો મેઘરાજા દરરોજ હેત વરસાવી મનપા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાં બે તાલુકાને બાદ કરતાં સાત તાલુકામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે જિલ્લામાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં વિસાવદરમાં 4.24, માણાવદર-જૂનાગઢ- મેંદરડા-વંથલીમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે, આથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે સવારથી વરસી રહેલા વરસાદને પગલે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી…
વિશ્વના સૌથી શક્તિશાળી મશીનને ફરી એકવાર શરૂ કરવાની તૈયારીઓ લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC) તરીકે ઓળખાય છે નિર્માણ કોઈ ખાસ વસ્તુ બનાવે તેવા કણોનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યું બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજવા માટે, વિશ્વના સૌથી શક્તિશાળી મશીનને ફરી એકવાર શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મહામશીન દ્વારા તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે, જે લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC) તરીકે ઓળખાય છે. આ મશીન દ્વારા 10 વર્ષ પહેલા એટલે કે જુલાઈ 2012માં ગોડ પાર્ટિકલની શોધ થઈ હતી. જાણો શું છે શાનદાર મશીન અને તે કેવી રીતે કામ કરે છે. લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC) એક વિશાળ અને જટિલ…
ગુજરાતમાં ચોમાસું જામ્યું અમદાવાદમાં ધોધમાર વરસાદ જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? ગુજરાતમાં ચારેબાજુ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને એક આગાહી કરી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગના મતે,…
ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઇ મોટો નિર્ણય રાજ્ય સરકારે સ્વતંત્ર પંચની રચના કરી નિવૃત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ ગુજરાત સરકારે સ્વતંત્ર પંચની રચના કરી છે. જેને લઈ હવે પંચની ભલામણને આધારે લોકલ બોડી ઇલેક્શનમાં અનામત નક્કી કરાશે. નોંધનિય છે કે, નિવૃત્ત જસ્ટીસ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ.…
જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેની હત્યા પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ મારા પ્રિય મિત્ર આબેના નિધનથી નિઃશબ્દ છું આબેના સન્માનમાં 9મી જુલાઇએ ભારતમાં રાષ્ટ્રીય શોક જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે આજે સવારે હિંચકારી હુમલો થયો હતો. જેમાં હુમલાખોર દ્વારા બંદુક વડે શિંન્ઝો આબેની છાતીમાં ગોળી મારવામાં આવી હતી.જે બાદ તેઓને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. આ ઘટના બાદ PM મોદીએ જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું મારા સૌથી પ્રિય મિત્ર શિન્ઝો આબેના અવસાન પર દુઃખી છું. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ એક જબરદસ્ત…
ટી20 મેચમાં ઈંગ્લેંડને 50 રનથી હરાવીને રોહિતની ધમાકેદાર એન્ટ્રી કેપ્ટન રોહિત શર્માની 15 મી જીત ઇન્ટરનેશનલ ટી 20 માં 1000 રન પૂરા કરનાર ત્રીજા ભારતીય કેપ્ટન કોરોનાને માત આપીને મેદાન પર પરત થયા રોહિત શર્મા અને આવતાની સાથે જ કમાલ બતાવવાનું શરૂ કરી દીધું છે. પહેલા જ ટી20 મેચમાં ઈંગ્લેંડને 50 રનથી હરાવીને રોહિતે કેપ્ટનશીપમાં એક નાના બ્રેક પછી ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. થોડા દિવસો જ પહેલા રોહિત શર્મા કોરોના સંક્રમિત હોવાના સમચારે ટીમ ઈન્ડિયાના ચાહકોને દુખી કરી દીધા હતા. જો કે હવે એમની કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા એમને ટી20 મેચથી મેદાનમાં એન્ટ્રી કરી છે. એજબેસ્ટન ટેસ્ટમાં ભારતને હારનો…