What's Hot
- સેટેલાઇટ સેવા શરૂ કરતા પહેલા સરકારે કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય
- ગૂગલે સેમસંગને બાજુ પર રાખ્યું, હવે આ કંપની પિક્સેલ ફોન માટે ચિપ્સ બનાવશે
- વિશ્વ ચેમ્પિયન ગુકેશ વિશ્વના નંબર-1 ખેલાડી સામે હારી ગયો, કોનેરુ હમ્પીએ જીત નોંધાવી
- પ્લેઓફ પહેલા પંજાબ કિંગ્સને સારા સમાચાર મળ્યા, સ્ટાર બોલરની ઈજા પર આવ્યું મોટું અપડેટ
- પ્લેઓફમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? બધાની નજર RCB vs LSG મેચ પર
- રાહુલ ગાંધીની મુલાકાત બાદ ABVPનો વિરોધ, DUSU પ્રમુખ રૌનક ખત્રીના કાર્યાલય પર ગાયનું છાણ છાંટવામાં આવ્યું
- મુંબઈમાં ભારે વરસાદના કારણે થયેલા વિનાશ વચ્ચે રાહત, હવામાન વિભાગની ચેતવણી મુલતવી!
- દિલ્હીમાં ચાર બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા, 12 વર્ષથી ભારતમાં રહેતા હતા
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
18 દિવસમાં એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ પર માંગ્યો જવાબ દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ખામી સર્જાતાં પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું કંડલા-મુંબઈ ફ્લાઇટમાં પણ ખામી સર્જાતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું તાજેતરમાં 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે DGCA હરકતમાં આવ્યું છે અને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તે જ દિવસે, કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્રની રાજધાનીમાં લેન્ડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી…
રાજ્યમા ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા કલેક્ટર્સને એલર્ટ રહેવા અપાઈ સૂચના-રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. નદી નાળા અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. તો બીજી તરફ એવા ઘણા વિસ્તારો છે જ્યાં વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક કોઝવે ધોવાતા ગામો સંપર્ક વિહોણા થયા છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે. ત્યારે રાજ્યમાં આવી પરિસ્થિતિને લઇને તંત્ર એલર્ટ થયું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ…
અમરનાથ હંગામી ધોરણે અટકાવી દેવાઈ ભારે વરસાદને કારણે યાત્રા અટકાવાઈ બે વર્ષ બાદ યોજાઈ છે અમરનાથ યાત્રા ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે મંગળવારે અમરનાથ યાત્રા હંગામી ધોરણે અટકાવી દેવાઇ. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સોમવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. યાત્રામાર્ગમાં ઘણા સ્થળે ભૂસ્ખલનની આશંકા હતી, જેના પગલે તંત્રએ પહલગામ અને બાલટાલ બંને રૂટ પર યાત્રા અટકાવી દીધી. તે દરમિયાન 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ રસ્તામાં હતા. 3 હજારથી વધુને નુન્વન આધાર શિબિરમાં રોકી રખાયા. જમ્મુથી પહલગામ રવાના થયેલા 4 હજાર યાત્રાળુને રામબનમાં રોકી રખાયા. બાલટાલ જતા 2 હજાર યાત્રાળુને ત્યાં જ આધાર શિબિરમાં રખાયા છે. વરસાદ બંધ થયા બાદ હવામાન સુધરતા…
ભારતીય ટીમ એજબેસ્ટન ટેસ્ટમાં હાર્યા બાદ સ્લો ઓવર રેટ માટે દંડાઇ ભારતીય ટીમ હવે ડબ્લ્યૂટીએ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગઇ છે ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દંડાઇ છે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં હાર્યા બાદ સ્લો ઓવર રેટ માટે દંડાઇ છે. મેચ રેફરી ડેવિડ બૂને માન્યું હતું કે ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં ઓવર રેટ જાળવી શકી નથી. ભારતીય ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી નાખી છે અને આ કારણથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના બે પોઇન્ટ કાપવામાં આવ્યા છે અને ખેલાડીઓને 40 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) વર્તમાન સિઝનમાં ભારતીય…
પંજાબના સીએમ ભગવંત માન બીજા લગ્ન કરશે આવતી કાલે ચંડીગઢમાં કરશે લગ્ન પ્રથમ પત્ની સાથે લીધેલા છે છૂટાછેડા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરૂવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેશે. ભગવંત માન 48 વર્ષના છે. તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપ્રીત કૌર સાથે છૂટાછેડા લીધા છે. તેમને બે બાળકો પણ છે. જે ભગવંત માનની પત્ની સાથે અમેરિકામાં રહે છે, કહેવાય છે કે, ચંડીગઢમાં ભગવંત માનના લગ્નનું આયોજન થશે. તેમાં અરવિંદ…
સુરત જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી સુરત જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ સુરતના ઓલપાડમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 47 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની આજુબાજુના લોકોને પણ અવરજવર ન કરવાની અપીલ કરાઇ છે. નીચાણવાળા વિસ્તારમાં પૂર્વ તૈયારી કરવા તંત્રએ સૂચના આપી દીધી છે. અધિકારીઓને…
કૉફી વિથ કરન 7:સિઝનની પહેલી ગેસ્ટ આલિયા ભટ્ટ આલિયા ભટ્ટે સુહાગરાત વિષે કહ્યું કઇક આવું રણવીર સિંહ પેટ પકડીને હસવા લાગ્યો કરન જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરન’ની સાતમી સિઝનનો પહેલો એપિસોડ સાત જુલાઈના રોજ સાંજે સાત વાગે સ્ટ્રીમ થશે. આ વખતે કરનનો શો ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. સિઝનના પહેલાં ગેસ્ટ રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે કરનની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં બંને લીડ રોલ પ્લે કરી રહ્યા છે. કરનના શોમાં આલિયા ભટ્ટ સુહાગરાત અંગે પણ વાત કરે છે. કરને સો.મીડિયામાં એપિસોડનું ટીઝર શૅર કર્યું છે. વીડિયોમાં કરન સૌ પહેલાં રણવીર સિંહ તથા…
કોરોનાકાળમાં પરીક્ષા પદ્ધતિમાં થયેલો ફેરફાર પૂર્ણ હવે પરીક્ષામાં 20 ટકા MCQ અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે મહામારી દરમિયાન 30 ટકા MCQ પ્રશ્નો પૂછાતા હતા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વર્ગોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી પરીક્ષામાં 20 ટકા એમસીક્યુ અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.જે મુજબ 30 ટકા MCQ પ્રશ્નો પૂછવાનો નિર્ણય કરાયો હતો. આ ફેરફાર ધોરણ 9થી 12 વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો હતો. હાલમાં પણ કોરોના પ્રવર્તી રહ્યો છે. પરંતુ સાવચેતી જાળવીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઓફલાઇન વર્ગો શરૂ થયા છે.…
લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજૂક પટનાથી દિલ્હી લઈ જવાશે તેજસ્વીએ લોકોને કરી ભાવૂક અપીલ પટનાની પારસ હોસ્પિટલમાં ભરતી બિહારના પૂર્વ સીએમ તથા રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજૂક છે. તેમણે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. આ તમામની વચ્ચે પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેજસ્વીએ બિહારની જનતા પાસે ભાવૂક અપીલ પણ કરી છે. રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ રવિવારે પટનામાં રાબડી દેવીના સરકારી નિવાસ સ્થાને પડી ગયા હતા. જેનાથી તેમના ખભ્ભાનું હાડકુ તૂટી ગયું હતું. શરીરના અન્ય ભાગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી.…
સિલ્કની સાડીની સાથે લેધરનો બેલ્ટ સારો રહેશે બેલ્ટની પસંદગી કરતી વખતે પેટ અને કમરની સાઈઝને ધ્યાનમાં રાખો સાડીની ઉપર બેલ્ટ હંમેશા પેટ પર જ બેલ્ટ સેટ કરો ખાસ કરીને મહિલાઓ સાડીની સાથે બેલ્ટને પહેરવાનું પસંદ કરે છે. બજારમાં આ માટે અનેક રેડીમેડ સાડીની સાથે બેલ્ટ પણ મળી રહ્યા છે. જેને પહેરવાથી સાડી સ્ટાઈલિશ લાગે છે. જ્યારે પણ તમે સાડીની સાથે બેલ્ટને કૅરી કરો છો તો કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. તો જાણો તમે કઈ સાડી સાથે કયા બેલ્ટને કૅરી કરી શકશો. નાની ભૂલો તમારા લૂકને ખરાબ કરી શકે છે. તો જાણો ખાસ ટિપ્સ અને બનાવો તમારો લૂક. બેલ્ટની સાઈઝ…