What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશની સૌથી સસ્તી આરઇ મોટરસાઇકલ કિંમત અંદાજીત 1.3 થી 1.4 લાખ રૂપિયા ઓગસ્ટમાં લોન્ચ થવાની શક્યતાઓ રોયલ એનફિલ્ડ હન્ટર 350ને છેલ્લા ઘણા સમયથી સમયાંતરે લીક ફોટા દ્વારા જોવામાં આવી રહી છે. કંપની લાંબા સમયથી આ મોટરસાઈકલનું ભારતીય રસ્તાઓ પર પરીક્ષણ કરી રહી છે. ટેસ્ટિંગ શરૂ થયા બાદ તેને ઘણી વખત જોવામાં આવી છે અને હવે આ બાઇક ટૂંક સમયમાં જ માર્કેટમાં આવવા માટે તૈયાર છે. રોયલ એનફિલ્ડ હન્ટર 350ને આ મહિનાના અંતમાં અથવા ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેના એન્જિનની વાત કરીએ તો નવી રોયલ એનફિલ્ડ હન્ટર 350માં રોયલ એનફિલ્ડ મિટિયરની જેમ જ 349સીસી, એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન…
મેઘાએ સર્જ્યો વિનાશ ફોફળ નદીનો પુલ ધરાશાયી ભારે વરસાદને લીધે નદી ઉફાન પર છે. જ્યારે ચોમાસું આવે છે એટલે મુશ્કેલી શરૂ થઈ જાય છે, લોકો પરેશાન થાય છે અને ચોમાસું ગયા બાદ તે મુશ્કેલીનું પણ આવી જાય છે. પરંતુ કરોડોનાં આંધણ સાથે રાજકોટના મોટાભાગના તાલુકાઓમાં પહેલા વરસાદ સાથે ડામરના રસ્તા માટીના રસ્તા બની ગયા છે. તો ક્યાંય મુખ્યમાર્ગનો પુલ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેતપુરમાં ભારે વરસાદને કારણે જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ ધરાશાયી થયો છે. ધોધમાર વરસાદ પડતા લેધિકા અને ગોંડલનું પાણી ફોફળ નદીમાં આવ્યું છે. જેને કારણે પુલ ધરાશાયી થયો છે. પુલ બેસી…
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહસ્યમયી અવકાશી પદાર્થો મળી આવે છે રોકેટ લોન્ચર જેવા ડિવાઇસ મળી આવ્યા ભૂતકાળમાં પણ રોકેટ લૉન્ચર મળી આવવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહસ્યમયી અવકાશી પદાર્થો મળી આવે છે. સૌરાષ્ટ્ર,આણંદ અને ખેડા જિલ્લામાંથી અનેકવાર અવકાશી ગોળા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ભાવનગરના ખેડૂતવાસમાં રોકેટ લોન્ચર જેવુ ડિવાઇસ મળી આવતા ચર્ચાનો દોર શરૂ થયો છે. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાંથી રોકેટ લોન્ચર જેવા ડિવાઇસ મળી આવ્યા હતા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ખેડૂતવાસ રેલવેના પાટા નજીક રોકેટ લોન્ચર જેવા લાગતા ડિવાઇસ મળી આવ્યા. લગભગ 11થી 12 જેટલા રોકેટ લૉન્ચર જેવા…
IRCTC સાઉથમાં ફરવાનો આપી રહી છે IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે દક્ષિણની મુસાફરીનો આનંદ માણો જો તમે આવનારા દિવસોમાં ક્યાંય પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમને સાઉથમાં ફરવાનો મોકો મળશે. તમે મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ જેવા સુંદર સ્થળોએ ફરવાની મજા માણી શકો છો. જણાવી દઈએ આ પેકેજ 6 દિવસનું હશે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. IRCTCએ તેના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે દક્ષિણની મુસાફરીનો આનંદ માણો. IRCTC એર ટૂર પેકેજની સાથે તમે મદુરાઈ, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ અને વધુ બધુ એક્સપ્લોર કરી શકો…
પ્રધાનમંત્રી મોદીએ મિડ ડે મીલ કિચનનું ઉદ્ધાટન કર્યું 1 લાખ બાળકો સાથે બેસીને જમી શકે અત્યંત હાઈટેકનોલોજીથી બાળકો માટે રસોઈ બનાવવામાં આવશે પ્રધાનમંત્રી મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 1 લાખ બાળકો સાથે બેસીને જમી શકે તેટલા વિશાળ અક્ષયપાત્ર મિડ ડે મીલ કિચનનું ઉદ્ધાટન કરીને વારાણસીના બાળકોને મોટી ભેટ આપી છે. અક્ષયપાત્ર કિચનમાં ઘણા આધુનિક મશીનો લગાવવામાં આવ્યા છે. આ કિચનમાં લગાવવામાં આવેલ રોટલી બનાવવાનું મશીન માત્ર એક કલાકમાં 40 હજાર રોટલી બનાવશે. 15 હજાર ચોરસ મીટરમાં બનેલા અક્ષયપાત્રનું રસોડું બનાવવાનો ખર્ચ 24 કરોડ રૂપિયા થયો છે. રસોડામાં રોટલી બનાવવાનું મશીન છે. લોટને ઓટોમેટિક રીતે પણ મસળી શકાય છે. આ રસોડામાં…
સ્પાયવેરથી બચવા માટે એપલ જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે એપલે નવું ફીચર રિલીઝ કરવા જઈ રહી છે ફીચરનાં કારણે લોકોને સુરક્ષાનું બીજું લેયર મળશે તમે પેગાસસનું નામ તો સાંભળ્યું હશે. તે એક સ્પાયવેર છે જેનો ઉપયોગ ઘણાં દેશોની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. NSO ગ્રુપે આ સોફ્ટવેર વિકસાવ્યું હતું અને તેનું કામ લોકોની જાસૂસી કરવાનું હતું. ઘણાં સ્પાયવેર જાસૂસી માટે આવે છે, પરંતુ તે એક એડવાન્સ સોફ્ટવેર હતું. પેગાસસે માત્ર એન્ડ્રોઈડ ફોન જ નહીં, પરંતુ આઈફોનની સિસ્ટમ પણ હેક કરી છે. આવાં સ્પાયવેરથી બચવા માટે એપલ જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. બુધવારે કંપનીએ પણ આ અંગે જાહેરાત કરી હતી. એપલે…
હવામાન વિભાગની નવી આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 175 તાલુકામાં વરસાદ વરસ્યો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી.…
16 વર્ષ નાની ડો. ગુરપ્રીત સાથે લગ્ન કર્યા કેજરીવાલે પિતાની અને રાઘવ ચઢ્ઢાએ ભાઈની વિધિ નીભાવી ભગવંત માને ડો.ગુરપ્રીત કૌર સાથે સાદગી સાથે લગ્ન કર્યા. પંજાબનાં CM ભગવંત માન (48) ગુરુવારે બીજી વખત વરરાજા બન્યા છે. માને ડૉ. ગુરપ્રીત સાથે ફેરા ફર્યા હતા. ચંદીગઢનાં CM હાઉસમાં લગ્ન યોજાયા હતા. લગ્નમાં અરવિંદ કેજરીવાલે પિતાની અને રાઘવ ચઢ્ઢાએ ભાઈની વિધિ નીભાવી છે. લગ્નમાં માન અને ગુરપ્રીતનાં પરિવારજનોની સાથે અરવિંદ કેજરીવાલનો પરિવાર પણ સામેલ થયો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે ડો.ગુરપ્રીત કૌર સાથે તેમના ચંદીગઢ ખાતેના CM હાઉસમાં સાદગી સાથે લગ્ન કર્યા હતા. માનના આ…
પીવી સિંધુનો મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ તેનો મુકાબલો તાઈપૈની તાઈ ઝુ યિંગ સામે થશે અંતિમ આઠમાં ચીન સામે મુકાબલો થશે ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ચીનની ઝાંગ યી માનને સીધી ગેમમાં હરાવીને મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સાતમી રેન્કિંગ સિંધુએ 32મી રેન્કિંગ વાળી યી માનને 28 મિનિટમાં 21-12, 21-10થી હરાવી હતી. હવે તેનો મુકાબલો અંતિમ આઠમાં ખેલાડી ચીની તાઈપૈની તાઈ ઝુ યિંગ સામે થશે. વિશ્વની બીજા નંબરની ખેલાડી સામે સિંધુનો રેકોર્ડ 5-16નો છે. તેણે ગયા અઠવાડિયે મલેશિયા ઓપનમાં પણ સિંધુને હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં બી સાઈ પ્રણીતને ચીનના લી શી ફેંગે…
ટાટા પાવર પ્રોજેક્ટ લાંચ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી ટાટા પાવર પ્રોજેક્ટના 5 સિનિયર અધિકારીઓની કરી ધરપકડ પાવર ગ્રિડ કોર્પોરેશનના એક એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પણ સામેલ ટાટા પાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરતા છ અધિકારીઓને ઝડપી પાડ્યાં છે. ધરપકડ કરવામાં આવેલા ટાટા પ્રોજેક્ટ એક્ઝિક્યુટીવના અધિકારીઓમાં એક્ઝિક્યુટીવ વીપી દેશરાજ પાઠક, આસિ.વીપી આરએન સિંહ સહિતના બીજા અધિકારીઓ સામેલ છે. સીબીઆઈએ ધરપકડ બાદ તમામ છ આરોપીઓને પંચકૂલાની કોર્ટમાં રજૂ કર્યાં હતા જ્યાં તેમના રિમાન્ડની માગ કરી હતી. સીબીઆઈએ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદમાં દરોડા પાડ્યાં હતા અને અધિકારીઓ પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પકડી પાડ્યાં હતા. સીબીઆઈએ એવો ખુલાસો કર્યો…

