What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મહારાષ્ટ્રની ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનું પરિણામ આવશે આજે ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં યોજાઈ મેરેથોન બેઠકો શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીની નિમણૂંક ફગાવી દીધી મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનું પરિણામ આજે ફ્લોર ટેસ્ટના રૂપમાં આવશે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં મેરેથોન બેઠકો યોજાઈ હતી. CM એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારે પણ મહત્વની બેઠક યોજી છે. ફ્લોર ટેસ્ટની વાત કરીએ તો રાજ્યના દરેક મોટા રાજકીય જૂથો પોતાના સ્તરે રણનીતિ નક્કી કરવામાં વ્યસ્ત છે. મહારાષ્ટ્રમાં સ્પીકરની ચૂંટણીને લઈને શિવસેના દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો. પક્ષના…
બોરસદના પૂરગ્રસ્તોની મદદે મહિલા મામલતદાર આવ્યાં બાળકીને ખોળામાં લઈને આશ્રય સ્થાને પહોંચાડી દીધી વિપદની ઘડીએમામલતદારનું સરાહનીય કાર્ય આણંદના બોરસદ તાલુકાના સીસ્વા ગામમાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તારાજી અને જાનહાનિ થઇ. ત્યારે સાચા લોકસેવક નજરે ચઢ્યા. અહીંના મામલતદાર આરતીબેન ગોસ્વામી જાતે પૂરગ્ર્સ્તોની વ્હારે આવ્યા હતા. જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચના થી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કૂલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી. દરમિયાન મામલતદાર આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં લઈને નીકળવા માટે તૈયાર થતા નહોતા. મામલતદાર…
RBIનો નવો નિયમ જાહેર બેંકોને આપ્યા આ આદેશ આવી નોટ હવે અનફિટ જાહેર થશે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ કરવાના મશીનની તપાસ કરે. આરબીઆઈએ નોટોને અલગ કરવા માટે કુલ 10 માપદંડો નિર્ધારિત કર્યા છે. જેના દ્વારા બેંક યોગ્ય નોટની ઓળખાણ કરી શકશે. RBIના આ નિયમને એટલા માટે જાહેર કર્યો છે જેથી સાફ અને સ્વચ્છ નોટોની ઓળખાણ થઈ શકે અને તેને રિસાઈકલ કરવામા મુશ્કેલીનો સામનો ન આવે. તો આવો જાણીએ તેમના માપદંડો વિશે જેના દ્વારા એ જાણી શકાય છે…
ભારતમાં 84 દવાઓના ભાવ કરાયા નક્કી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડની દવાઓના ભાવ થશે ઓછા સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ લેવા કરાયો આદેશ સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે. મતલબ કે કોઈ પણ આ દવાઓ બજારમાં નિયત કિંમત કરતાં વધુ ખરીદી શકે છે. સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આ સાથે, NPPA એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવા માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે. NPPA અનુસાર, આ દવાઓની કિંમત 2013માં જાહેર…
શું તમને જમતી વખતે ખોરાક ગળવામાં તકલીફ પડે છે? કેન્સરના પ્રારંભિક સંકેતો હોઈ શકે અન્નનળીના કેન્સરનું જોખમ કેવી રીતે ઘટાડવું? કેન્સરની બીમારી વર્તમાન સમયમાં એકદમ સામાન્ય બની ગઈ છે. તે એક જીવલેણ બીમારી છે, જેના શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ત્વચાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર સામેલ છે. અન્નનળી એ એક ફૂડ પાઇપ છે કે, જે આપણા મોં અને પેટને જોડે છે. તેને ‘ગ્રાસનળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્નનળી કેન્સર સાથે સંકળાયેલા ઘણાં લક્ષણો છે, જે એટલાં સામાન્ય છે કે તેમને કેન્સરના લક્ષણો તરીકે ઓળખવા એકદમ મુશ્કેલ હોઈ શકે છે. જો કે, આ લક્ષણોને સમયસર…
સંતાન સુખ મેળવવા અને દુશ્મનોને પરાજિત કરવા માટે સ્કંદ છઠ્ઠ વ્રત કરાય છે ભગવાન સ્કંદ દેવ શક્તિના અધિદેવ છે સ્કંદ કુમારઃ શક્તિના અધિદેવ અને દેવતાઓના સેનાપતિ દર મહિનામાં આવતી સુદ પક્ષની છઠ્ઠ તિથિના દિવસે સ્કંદ છઠ્ઠ વ્રત રાખવામાં આવે છે. છઠ્ઠ તિથિની શરૂઆત 4 જુલાઈ, સોમવારના રોજ એટલે આજે સાંજે 6.32 વાગ્યા પછી થશે અને આ તિથિ 5 જુલાઈએ સાંજે 7.28 સુધી રહેશે. એટલે સૂર્યોદય કાળમાં છઠ્ઠ તિથિ મંગળવારે હોવાથી આ વ્રત 5 જુલાઈના રોજ રાખવામાં આવશે. આ વ્રત સંતાનની ઉન્નતિ અને તેમના સુખી જીવન માટે રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે…
જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું ડુંગર પરથી વહેતા ઝરણાનો આહ્લાદક નજારો જોવા મળ્યો જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઘોડાપૂર ઉમટ્યા હતા રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારથી જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. જેને પગલે નદી, નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા તો મોટા ડેમોમાં નવા નીર આવતા ડેમના જળ વૈભવમાં વધારો થયો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. ઉપરાંત પહાડી વિસ્તારમાં ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેતા થયા હતા જેને લઇને મનમોહક અને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદથી ચોતરફ પાણી.. પાણી…ના દ્રશ્યો…
હેડ અપ ડિસ્પ્લે ફીચર સાથે 6 એરબેગ્સ મળશે કિયા સોનેટ અને વેન્યુ સાથે ટક્કર લેશે મારુતિ સુઝુકીએ આજે ન્યૂ બ્રેઝા 2022 લોન્ચ કરી મારુતિ સુઝુકીએ આજે ન્યૂ બ્રેઝા 2022 લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારને 11 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના ઓટોમેટિક ટોપ વેરિયન્ટની કિંમત 13.96 લાખ રૂપિયા છે. ન્યૂ બ્રેઝા 2022નું પ્રી-બુકિંગ પહેલાંથી જ 11,000 રૂપિયામાં ઓનલાઈન અને ડીલરશીપ બંને પર શરુ થઈ ચૂક્યું છે. નવી બ્રેઝા ઈલેક્ટ્રિક નવા જમાનાની ટેક્નોલોજી અને કનેક્ટેડ ફીચર સાથે સનરૂફ જેવી સુવિધા સાથે આવશે. મારુતિ બ્રેઝા ઘણાં હાઈટેક ફિચર્સ આપવાની તૈયારીમાં છે.…
ઉદયપુર હત્યાકાંડના આરોપીઓ પર કોર્ટમાં હુમલો કોર્ટમાં રજૂ કરતી વખતે ભીડ થઈ બેકાબુ આરોપીઓને થપ્પડ, ગડદાપાટૂનો માર માર્યો ઉદયપુર કનૈયાલાલા હત્યાકાંડના ચારેય આરોપીઓને શનિવારે બપોરે દોઢ વાગે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને રજૂ કરતી વખતે વકીલોએ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને આરોપીઓને કોર્ટમાં જ માર્યા હતા. વકીલોએ આરોપીઓના કપડા પણ ફાડી નાખ્યા છે. જોકે પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા અને કોર્ટ રૂમમાં લઈ ગયા હતા. કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હત્યારાઓના 12 જુલાઈ સુધી 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. તાલિબાની હત્યાકાંડના મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બારને કડક સુરક્ષા વચ્ચે અજમેરથી જયપુર લઈ જવામાં આવ્યા છે.…
મેક્સિકોના એક શહેરમાં મેયરે મગર સાથે કર્યા લગ્ન વાજતે ગાજતે ચુંબન સાથે સંપન્ન થયા લગ્ન પ્રાર્થના સમાન પરંપરાનો ભાગ મેક્સિકોના એક નાના શહેરમાં મેયરે મગર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પરંપરાગત સંગીત સમારોહ સાથે રંગારંગ કાર્યક્રમમાં થયા હતા. પરંપરા અનુસાર નેતા લોકોની વચ્ચે આવ્યા હતા અને ચુંબન કર્યા બાદ લગ્ન પૂરા કર્યા હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર, ગુરુવારના લગ્નમાં સાન પેડ્રો હ્યુઆમેલુલાના મેયર વિક્ટર હ્યુગોએ નમીને પોતાના હોઠ નાના મગરના હોઠ પર લગાવ્યા હતા. જો કે આ દરમિયાન મગરનું મોઢું એકદમ બાંધેલું હતું જેથી તે કરડે નહીં. આ પરંપરા ઓક્સાકા રાજ્યના ચોંટલ અને હુઆવ આદિવાસી સમુદાયોની સદીઓ પહેલાની છે. તે…

