Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વરસાદની સિઝનમાં આ કપડાથી બનેલો ડ્રેસ ક્યારેય ન પહેરો વરસાદની મોસમમાં આ પ્રકારના કપડા પહેરવાથી બચવું જોઈએ ટ્રેન્ડને ફોલો કરવામાં આ ભૂલ ન કરતા સામાન્ય રીતે ગરમીથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો ચોમાસાના આગમનની રાહ જોતા હોય છે. ચોમાસાની શરૂઆત સાથે, લોકો તેમના મનપસંદ ફેશન ટ્રેન્ડને અનુસરવાનું ચૂકતા નથી. અલબત્ત, ઉનાળાથી વિપરીત, તમે વરસાદની ઋતુમાં સૂર્ય અને ગરમીની ચિંતા કર્યા વિના તમારા મનપસંદ પોશાકને કેરી કરી શકો છો. જો કે, વરસાદની મોસમમાં અમુક ફેબ્રિકના કપડાં પહેરવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. હકીકતમાં, વરસાદની મોસમમાં ભેજ અને ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે પરસેવો પણ વધે છે. આવી…

Read More

ઉદયપુર હત્યા કેસમાં મોટો ખુલાસો આવ્યો પાકિસ્તાનથી આવ્યો હતો આદેશ આદેશમાં કહ્યું હતું કે; ‘એવો ધડાકો કરો કે દેશ હચમચી જાય’ ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૌસ અને રિયાઝ કે જેમણે કન્હૈયાની નિર્દયતાથી હત્યા કરી હતી તેમને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ હત્યાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ કરાયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે ‘જે ટાસ્ક આપ્યું હતું તે પૂરું કર્યું’. આ વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાનના પણ કેટલાક લોકો સામેલ હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાના કહેવા પર હત્યારાઓએ ભારે ભરખમ ધારદાર હથિયાર બનાવ્યા હતા. જેથી કરીને…

Read More

ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ સેનિટેશન ટીમે બસને ધક્કો મારીને મહામહેનતે રેસ્ક્યૂ કરી ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું અને પાણી ભરાયું રાજકોટ જિલ્લામાં શુક્રવારે અષાઢીબીજે બપોર બાદ મેઘરાજાએ વીજળીના કડાકાભડાકા સાથે પધરામણી કરી હતી. એ સમયે ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતાં મારવાડી યુનિવર્સિટીની બસ ફસાઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા બસ-ડ્રાઇવરે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યહાર ખોરવાયો હતો છતાં પણ બસ-ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને બ્રિજમાં ઉતારી હતી. જોકે ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને ધક્કો મારીને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. નોંધનીય છે કે ગોઠણડૂબ પાણી ભરાતાં પુલની બન્ને બાજુ ટ્રાફિકજામ થયો છે.…

Read More

પાંચ રાજ્યોના પાંચ અનોખા સ્વાદ બિરયાનીથી ઢોકળા સુધી છે ખૂબ ફેમસ આ 5 ફૂડ્સ આ રાજ્યોનું ગૌરવ છે એવું કહેવાય છે કે વ્યક્તિના હૃદયનો માર્ગ તેના પેટમાંથી પસાર થાય છે અને ભારત માત્ર તેની સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના ખોરાક માટે પણ પ્રખ્યાત છે. દુનિયાભરમાંથી લોકો આપણા દેશમાં રસોઈ બનાવવાની રીત શીખવા અને ખાવાનો સ્વાદ લેવા આવે છે. અહીંના દરેક વિસ્તારનો પોતાનો અલગ સ્વાદ છે, જે ત્યાંના ભોજનમાં પ્રતિબિંબિત થાય છે. જો એક જ વાનગી કોઈપણ બે વિસ્તારમાં બનતી જોવા મળે તો પણ બંને જગ્યાએ તેને બનાવવાની રીત એકબીજાથી ઘણી અલગ છે. આજે અમે તમને દેશના પાંચ રાજ્યોના સૌથી…

Read More

પાણીમાં રાત વિતાવી દિયોદરમાં 8 અને ડીસામાં 5 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની વચ્ચે રહેવાસીઓએ રાત વિતાવી બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. ડીસામાં ધોધમાર વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ દુકાનોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી…

Read More

પત્રકારો માટે મોટી જાહેરાત કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને આર્થિક મદદ કેન્દ્ર સરકારે 35 પરિવારોને આપી પાંચ-પાંચ લાખની સહાય કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા. સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી…

Read More

રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ રાજ્યના 176 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ વરસ્યો રાજ્યમાં શુક્રવારે સાર્વત્રિક વરસાદ (જોવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 71 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 39 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે…

Read More

સ્પાઈસજેટની ફ્લાઈટમાં દુર્ઘટના થતા રહી ગઈ જબલપુર જતી ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ મુસાફરોને સહીસલામત એરપોર્ટ પર પહોંચાડ્યા દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટનું વિમાન શનિવારે સવારે ઉડાન ભર્યાની થોડી મીનિટોમાં પાછુ દિલ્હી એરપોર્ટ પર આવી ગયું હતું. સ્પાઈસજેટના પ્રવક્તા તરફથી જાણકારી આપવામાં આવી છે કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફુટની ઉંચાઈ પર પહોંચ્યું તો, પાયલટના કેબિનમાં ધુમાડો દેખાયો, ત્યાર બાદ વિમાનને પાછુ દિલ્હી એરપોર્ટ પર લેંડ કરાવામાં આવ્યું હતું. વિમાનની ઈમરજન્સી લેન્ડીંગની સૂચના બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હોર્સ ટ્રેડિંગ માટે પસંદગીની એરલાઈન હોવાના કારણે DGCA એરલાઈન…

Read More

જૂનમાં 56 ટકા વધ્યો GST રેવન્યુ કલેક્શન એપ્રિલ બાદ બીજીવાર રેકોર્ડ કલેક્શન જૂન 2022 મહિનામાં કુલ GST આવક 144,616 કરોડ છે જૂન 2022 મહિનામાં કુલ GST આવક 144,616 કરોડ છે જેમાંથી CGST 25,306 કરોડ છે, SGST 32,406 કરોડ છે, IGST 75887 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલા 40102 કરોડ સહિત) અને 11018 કરોડ ઉપકર છે. (માલની આયાત પર એકત્રિત ₹1197 કરોડ સહિત). જૂન 2022માં ગ્રોસ GST કલેક્શન એ એપ્રિલ 2022ના 1,67,540 કરોડના કલેક્શન પછી બીજા ક્રમે છે. સરકારે CGSTને 29,588 કરોડ અને IGSTમાંથી 24,235 કરોડ SGSTને સેટલ કર્યા છે. આ ઉપરાંત, કેન્દ્રએ આ મહિનામાં કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે…

Read More

કિડનીનું કામ શરીરમાંથી બેકાર અને ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું વધુ દારૂના સેવનથી કિડનીના ફંક્શન કરવામાં ઘણી સમસ્યા પેદા થઈ શકે છે ડેરી પ્રોડક્ટ્સનું વધુ સેવન કરવાથી કિડની પર ખરાબ અસર પડી શકે છે માનવ શરીરને કાર્યરત રાખવા માટે શરીરના ઘણા અંગો કામ કરતાં રહે એ જરૂરી છે. એવામાં જો એક અંગ પણ કામ કરતાં આટલી ગયું તો શરીર પણ કામ કરતાં અટકી જાય છે. એવા જ ઘણા અંગો માંથી એક છે કિડની. કિડની શરીરનો એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કિડને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે, કિડનીનું કામ શરીરમાંથી બેકાર અને ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું છે. એ…

Read More