Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રથયાત્રાનું ડેશબોર્ડના માધ્યમથી સીએમે કર્યું નિરીક્ષણ હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની સરાહના કરી પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યા બાદ સીએમ ડેશબોર્ડથી કર્યું નિરીક્ષણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં નીકળેલી તમામ રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું. આષાઢી બીજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી નિરીક્ષણ કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની સરાહના કરી. રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો કર્યો સફળ પ્રયોગ, અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી નિહાળ્યું.…

Read More

રાજસ્થાનના કન્હૈયાની જેમ ગુજરાતી યુવકને મળી મોતની ધમકી ધમકીમાં કહ્યું: તારું પણ ગળુ કાપી નાંખીશું સુરતના રહેવાસી યુવક યુવરાજ પોખરણાને મળી ધમકી ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા જ ગુજરાતના યુવકને ધમકી મળી છે. સુરતમાં એક યુવકને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ત્યારે યુવકે આ મામલે પોલીસનો સંપર્ક કર્યો છે. એફઆઈઆર નોંધાયા બાદ યુવકને ગનમેનની સુરક્ષા આપવામા આવી છે. સુરતના રહેવાસી યુવક યુવરાજ પોખરણાને માથુ વાઢી નાંખવાની ધમકી મળી છે. પોખરાનાનું કહેવુ છે કે, તેમના પૂર્વજ ઉદયપુરના રહેવાસી છે અને તેઓ દરજીની હત્યાથી વ્યથિત છે. મેં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં એક કોમેન્ટ…

Read More

વરાછામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોચી સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લો, આણંદ જીલ્લો, માંડવી પંથકમાં વરસાદ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદ ખાબકયો હતો. સુરતના બારડોલી, કામરેજ, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, ઓલપાડ, માંડવી, માંગરોળમાં વરસાદ નોંધાયો હતો. સુરતના વરાછામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યું, તો શહેરમાં પાંચ ઈંચ વરસાત વરસતા મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોંચી છે. સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ…

Read More

ભારત 90 વર્ષમાં ઇતિહાસ રચવાના આરે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ આજે બુમરાહના દ્રવિડની કોચિંગમાં ભારતનો પાંચમો ટેસ્ટ કેપ્ટન રહેશે ટીમ ઈન્ડિયા શુક્રવારથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંગહામના એઝબેસ્ટનમાં જ્યારે પાંચમી ટેસ્ટ રમવા ઉતરશે ત્યારે આ તેની ઈતિહાસમાં સૌથી લાંબી ટેસ્ટ સીરિઝ રહેશે. 5 મેચની આ સીરિઝ ગત વર્ષે જુલાઈમાં શરૂ થઈ હતી, જોકે સપ્ટેમ્બરમાં 4 ટેસ્ટ બાદ જ સીરિઝ સ્થગિત કરાઈ હતી. ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. જો ટીમ ટેસ્ટ ડ્રો પણ કરાવી લે તો ઈંગ્લેન્ડમાં પ્રથમવાર 5 મેચની સીરિઝ 2-1થી આગળ છે. આ વખતે સીરિઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. તે પછી બીજી અને ચોથી ટેસ્ટ…

Read More

રાજકોટમાં બનશે ઇમિટેશન જ્વેલરી પાર્ક બોલીવૂડ અને ટેલીવિઝનમાં પ્રસારિત થતી સિરીયલોમાં જાય છે રાજકોટની ઇમિટેશન જ્વેલરી સંભવત લોધિકા GIDC પાસેના સ્થળની પાર્ક માટે પસંદગી બોલીવૂડ અને ટેલીવિઝનમાં પ્રસારિત થતી સિરીયલોમાં70 ટકાથી વધુ ઇમિટેશનની જ્વેલરી રાજકોટથી જાય છે. દેશનો સૌથી મોટો ઇમિટેશનનો બિઝનેસ રાજકોટમાં આવેલો છે. ત્યારે શહેરમાં હવે ઇમિટેશન પાર્ક આકાર લેવા જઈ રહ્યું છે. આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મહોર મારી દીધી છે. અને હાલ સ્થળ પસંદગીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઇમીટેશન જ્વેલરી પાર્ક બનાવવા માટે સંભવત લોધિકા GIDC પાસેના સ્થળની પસંદગી કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.ઇમિટેશન જ્વેલરી પાર્કમાં ઉદ્યોગકારો દ્વારા અગાઉ 450 કરોડનું…

Read More

સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’નું શૂટિંગ અચાનક થયું બંધ કારણ જાણી તમે પણ ચોકી જશો અભિનેતા શરીર પાત્ર સાથે ફિટ ન થતું હોવાથી દિગ્દર્શકનો ફેંસલો લોકપ્રિય અભિનેતા પ્રભાસનું વજન વધી જતાં તેની ફિલ્મ સાલારનું શૂટિંગ અટકાવવું પડયું હતું. ફિલ્મના દિગ્દર્શકે પ્રભાસને પાત્ર અનુસાર યોગ્ય શેપમાં આવવા જણાવ્યું છે. આ ઘટનાક્રમને લીધે સાલારનું શૂટિંગ શિડયૂલ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. પ્રભાસની છેલ્લી ફિલ્મ રાધે શ્યામ બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી ન હતી. હાલ તેની સાલાર ઉપરાંત પ્રોજેક્ટ કેનું શૂટિંગ ચાલી રહ્યું છે. જોકે, એક અપડેટ અનુસાર શૂટિંગ દરમિયાન પ્રભાસનું સ્થૂળ શરીર પાત્રની મૂળ જરુરિયાત સાથે મેચ નથી થતું એમ ડિરેકટર પ્રશાંત નીલને…

Read More

લેયર્ડ નેકલેસ છે યંગ જનરેશનના ફેવરિટ આજકાલ કૉલેજ ગોઇંગ ગર્લ્સને ખૂબ પસંદ પડી રહ્યા છે ત્રણ કે ચાર ચેઇન જેવા પાતળા નેકલેસ એકસાથે પહેરવાનું કરે છે પસંદ યંગ જનરેશન જેને ખૂબ ફૉલો કરે છે એવી અનન્યા પાંડે અને તારા સુતરિયા હોય કે પછી કરીના કપૂર હોય, આજકાલ વેસ્ટર્ન વેઅર સાથે નેકલેસની વાત આવે ત્યારે લેયર્ડ નેકલેસ બધાનો હૉટ ફેવરિટ બની ગયો છે. આ નેકલેસની ખાસિયત એ છે કે એ ખૂબ ડિઝાઇન અને વરાઇટીમાં મળી રહે છે અને ડેલિકેટ લુકને કારણે રેગ્યુલર વેઅરમાં પણ પહેરી શકાય છે. જાણી લો કેવી ડિઝાઇન્સ ટ્રેન્ડમાં છે. મિનિમલ જ્વેલરી | મોટા ભાગની યુવતીઓ રોજબરોજની લાઇફમાં ગળામાં કંઈ…

Read More

સોનાની વધતી આયાતને રોકવા માટે મોદી સરકારે લીધા મોટો નિર્ણય સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે. મે મહિનામાં 107 ટન સોનાની આયાત કરવામાં આવી હતી સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે. જેને લઈને સોનું મોંઘુ થયું છે. હકીકતમાં, સોનાની વધતી આયાતને રોકવા માટે સરકારે સોના પરની આયાત જકાત વધારવાનો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે, સોનાની વધતી આયાતને કારણે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનાની આયાતમાં અચાનક જ મોટો ઉછાળો આવ્યો છે. મે 2022માં માત્ર 107 ટન…

Read More

મધરાતે ગાજવીજ-તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી ચાર કલાકમાં જળબંબાકારની સ્થિતિ એક વ્યક્તિ સહિત 11 પશુનાં મોત આણંદ જિલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આભ ફાટ્યું હોય એમ સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી તેમજ 11 જેટલાં પશુનાં મોત પણ થયાં હતાં. બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે એક શખસનું મોત પણ થયું છે. કસારી ગામે તળાવમાં સ્લિપ થતાં કુણાલ ઉર્ફે સંજુ…

Read More

સુરતમાં ચોમાસાની સીઝનમાં સરસિયા ખાજાનું ધૂમ વેચાણ વિદેશમાં ભારે બોલબાલા, આવી રીતે ખવાય છે સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે સુરત શહેર વિવિધ વાનગીઓ માટે જાણીતું છે. સીઝન પ્રમાણે લોકો ચીજ વસ્તુઓ આરોગતા હોય છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે ખાજા પર લીંબુનો રસ નાંખીને ખાતા હોય છે. આ સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે. સીઝન માટે સુરતમાં બે અલગ અલગ પ્રકારના ખાજા તૈયાર કરાયા છે. જેમાં સરસિયા ખાજા વધુ ખવાય છે. સુરતના ખાજા વિદેશમાં પણ જાણીતા છે. ઓનલાઈન ઓર્ડર આપીને વિદેશમાં વસતા લોકો સુરતમાંથી ખાજા મંગાવતા હોય છે.…

Read More