Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રાજકોટના સાંસદ મોહન કુંડારિયા કોરોનાથી સંક્રમિત મોહન કુંડારિયા પોતાના નિવાસ સ્થાને થયા આઈસોલેટ વિદેશથી પરત આવ્યા બાદ સાંસદમાં દેખાયા હતા કોરોનાના લક્ષણો રાજ્યમાં કોરોનામાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસે માથુ ઉચક્યુ છે, રાજકોટમા સાંસદ મોહન કુંડારિયા કોરોના સંક્રમિત થયા છે. મોહન કુંડારિયાને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ પોઝિટીવ આવતા નિવાસ સ્થાને જ આઇસોલેટ કરાયા છે. બે દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 30 જૂને નવા કોરોનાના વધુ 547 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 419…

Read More

ગાંધીનગર હવે વૃક્ષોથી આચ્છાદિત નથી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં વિકાસને કારણે 30 ટકા વૃક્ષો કાપી નાખવા પડ્યાં કહેવાય છે કે અમદાવાદીઓએ ભરઉનાળે થોડીક પણ ઠંડક જોઈતી હોય તો ગાંધીનગર જતા રહેવાનું. ત્યાં એટલાં બધાં વૃક્ષો છે કે ચારેક ડીગ્રી ગરમી ઓછી થઈ જાય. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થાય છે, પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો એ ચોંકાવનારો છે. આ રિપાર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યો છે. એમાં એવી લાલ લાઇટ બતાવાઈ છે કે ગાંધીનગરનાં વૃક્ષો હવે ઘટાદાર રહ્યાં નથી. આમ પણ છેલ્લાં સાત વર્ષમાં 30 ટકા વૃક્ષો ઓછાં થઈ ગયાં છે.…

Read More

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી થયો સસ્તો LPG સિલિન્ડરના ભાવ ઘટતાં કિંમત 2219 થી ઘટીને થઇ 2021 આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે IOC ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોનું સિલિન્ડર 198 રૂપિયા પ્રતિ સસ્તું થવાનો લાભ જનતાને મળશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 19 કિલોનો LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી સસ્તો થયો છે. જેમાં મુંબઈમાં તેની કિંમતમાં 190.50 રૂપિયાનો ઘટાડો કરવામાં…

Read More

બદામનુ સેવન કરવાથી અનેક પ્રકારના થાય છે ફાયદા બદામનુ વધુ માત્રામાં સેવન કરશો તો શરીરમાં થશે નુકસાન આખા દિવસમાં 5 થી 6 પીસ બદામનુ સેવન કરો શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે બદામને ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. તો મર્યાદિત માત્રામાં બદામનુ સેવન કરવાથી વજન ઘટાડવાથી લઇને ઈમ્યુનિટી બુસ્ટ કરવા સુધીના અનેક ફાયદા મળે છે. જો તમે તેનુ વધુ માત્રામાં સેવન કરો છો તો આ ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. વધી શકે છે વજન શું તમને ખબર છે કે 28 ગ્રામ બદામમાં લગભગ 164 કેલેરી હોય છે. એવામાં જો તમે અન્ય દરરોજના આહારની સાથે બદામનુ વધુ સેવન કરો છો…

Read More

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ ગજરાજની સવારી પહોંચી રાયપુર ચકલા સર્કલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. 2 વર્ષ બાદ રથયાત્રાનો લાભ મળતા ભક્તોમાં દર્શનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. 2 વર્ષ બાદ જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોમાં…

Read More

આવા લોકો હોય છે ખૂબ જ આળસુ મહેનત કરવી બિલકુલ નથી ગમતી જાણો તમારી રાશિ લિસ્ટમાં છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે તો કેટલાકને મહેનત કરવી બિલકુલ પસંદ નથી હોતી. આવા લોકો આળસથી ભરેલા હોય છે. આ લોકો આળસ અને સુસ્તીને કારણે નિષ્ફળતાના માર્ગે નીકળી પડે છે. તેમનામાં ભરેલી આળસ તેમને અસમર્થ બનાવે છે. આ આળસને કારણે વ્યક્તિનું તન, મન અને ધન બરબાદ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને અનેક નુકસાન સહન કરવા પડે છે. સંબંધોથી લઈને પૈસા વગેરેમાં પણ નુકસાન સહન કરવું પડે. વ્યક્તિની અંદર રહેલી પ્રતિભા પણ…

Read More

આ કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 40 હાજર સુધીનો વધારો આજે નિર્ણય થવાની સંભાવના કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી વધવા જઈ રહ્યું છે આખરે કેન્દ્રીય કર્મચારીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. હવે કર્મચારીઓના પગારમાં 40 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. આજે તે સ્પષ્ટ થઈ જશે કે કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની છે. એઆઇસીપીઆઇના અત્યાર સુધીના આંકડા અનુસાર 5 ટકા ડીએ વધારા પરથી પરદો ઉઠી ચુક્યો છે. પરંતુ આજે મે મહિનાના એઆઇસીપીઆઇ મોંઘવારી આંકડા આવવાના છે, જો આ અંકડા વધે છે તો સરકાર કર્મચારીઓના ભથ્થામાં 6 ટકા વધારાની જાહેરાત કરી શકે છે. કેટલું વધશે…

Read More

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા આજે પણ જાળવી રાખી દિલ્હીથી જગન્નાથ મંદિર પ્રસાદ મોકલ્યો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ વડાપ્રધાને મોકલેલો પ્રસાદ લઈને મંદિર પહોંચ્યા આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે. પીએમ મોદીએ મોકલવેલો પ્રસાદ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિર આવ્યા હતા. અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગન્નાથ મંદિરે રથયાત્રાના અગાઉના દિવસે…

Read More

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગમાં રાજ્યોનું રેન્કિંગ જાહેર કર્યું પહેલા ક્રમે આવ્યું આંધ્રપ્રદેશ બીજા નંબર લાગ્યો ગુજરાતનો દેશમાં બિઝનેસ કરવા મામલે ગુજરાતનો દબદબો વધતો જાય છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બિઝનેસનો ખૂબ સાનુકૂળ માહોલ સર્જાયો છે અને સતત તેનું પ્રદર્શન સારુ બની રહ્યું છે. 2019ના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત 10મા ક્રમે હતું પરંતુ 2020ના રેન્કીંગમાં ગુજરાત સીધું 2જા નંબરે આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગમાં રાજ્યોનું રેન્કિંગ જાહેર કર્યું છે. આમાં આંધ્રપ્રદેશ રાજ્યને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું છે. તેમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (કેન્દ્રશાસિત પ્રદેશો)ની રેન્કિંગ નક્કી કરવામાં…

Read More

NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવી આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે NCAP લગભગ દરેક કંપનીઓની કારનું ક્રેશ ટેસ્ટ કરે છે ગ્લોબલ ન્યુ કાર ઍસેસમેન્ટ પ્રોગ્રામ NCAP દ્વારા ભારતની સૌથી સુરક્ષિત કારની લિસ્ટ બહાર પાડવામાં આવેલ છે. આ લિસ્ટ જૂન 2022 સુધી આવનાર 35 મોડલની છે. એટલે કે ગ્લોબલ NCAPએ 35 મેડ-ઇન ઈન્ડિયા કારની ક્રેશ લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં ફક્ત 5 મોડલ જ એવા છે જેને 5 સ્ટાર્ટ સેફટી રેટિંગ મળી છે, જેમાંથી 3 મોડલ ટાટાના છે અને 2 મોડલ મહિન્દ્રાના છે. એવામાં જો…

Read More