What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મુંબઈમાં ભારે વરસાદ બન્યો આફત ઘણા રસ્તા પાણીમાં ડુબ્યા વરસાદને પગલે IMD એ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ મહારાષ્ટ્રના મુંબઈમાં સતત ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈના ઘણા સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. બુધવારથી મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. બીએમસીએ કહ્યું કે શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મુંબઈમાં આજે અલગ-અવગ સ્થાને ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે મુંબઈના સાયન-બાંન્દ્રા લિંક રોડ પર પાણી ભરાયા છે. મોસમ વિભાગે 1 અને 2 જુલાઇના રોજ શહેરના કેટલાક સ્થાનો પર ભારે વરસાદની ભવિષ્યવાણી કરતા યલ્લો એલર્ટ…
ચોમાસાની મજા માણવા માંગો છો તો આ જગ્યાની કરો મુલાકાત રાજસ્થાનના આ 5 પ્રવાસન સ્થળોની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ વરસાદમાં વાતાવરણ ખુશનુમા બનતાં લોકો ટુર પર જવાનો પ્લાન બનાવે છે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસાના આગમનની સાથે જ પર્યટન સ્થળ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. વરસાદી સિઝનના આગમન સાથે તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. આ સિઝનમાં લોકો એવી જગ્યાએ ફરવાનું પસંદ કરે છે, જ્યાં પૂર, ભૂસ્ખલન અથવા હવામાન સંબંધિત અન્ય જોખમો ન હોય. રાજસ્થાન વરસાદમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો તમારી યાત્રાને યાદગાર બનાવશે. 1. જાલોર સ્વર્ણગિરી પર્વતોની તળેટીમાં આવેલું જાલોર ‘ગ્રેનાઈટ અને ભવ્યતાનું…
અમરાવતી હત્યાકાંડની તપાસ કરશે NIA ગૃહમંત્રી અમિત શાહે તપાસના આપ્યા નિર્દેશ અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરી દેવામાં આવી હતી મહારાષ્ટ્રના અમરાવતીમાં દુકાનદારની હત્યાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલામાં નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરી દેવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે ઉમેશની હત્યા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવાના વિરોધમાં કરવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 21 જૂનના રોજ રાતે 10 થી સાડા દસ વાગ્યાની વચ્ચે થઈ હતી. તે સમયે ઉમેશ…
યુઝર સેફ્ટી રિપોર્ટ વોટ્સએપે જાહેર કરી દીધો વોટ્સએપે 19 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો પૉલિસી અને ગાઈડલાઈન્સ ફૉલો ના કરવાને કારણે પ્રતિબંધ લગાવ્યો ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ મે મહિનામાં અનેક લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. એપ દર મહિને નવા આઈટી નિયમો હેઠળ રિપોર્ટ રિલીઝ કરી તેની માહિતી આપે છે. મે મહિનાના રિપોર્ટમાં એપે જણાવ્યું છે કે તેમણે પોતાના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ એકાઉન્ટ્સ પર પ્લેટફોર્મની ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવા રિપોર્ટમાં 1 મે 2022થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે. વોટ્સએપના સ્પોકપર્સને આ મામલે જણાવ્યું,…
વરસાદમાં ડાંગ જિલ્લો સોળેકળાએ ખીલી ઉઠ્યો આહવા નજીક જીવંત થયો શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાની આ રહી આહલાદળ તસ્વીરો હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી રહી. છેલ્લા અઠવાડિયાથી ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે. આ ઉપરાંત અહીં નાના અને મોટા ધોધ પણ…
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું છે અંતર કેવી રીતે થાય છે વોટની ગણતરી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચેનો ફરક જાણો રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગષ્ટે ચૂંટણી યોજાશે. તમને જણાવી દઈએ કે દેશમાં ઉપરાષ્ટ્રપતિનો પદ પણ ખૂબ જ મહત્વનો હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે. જો કોઈપણ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો ઉપરાષ્ટ્રપતિ તેમનું કામ સંભાળે છે. વરિષ્ઠતાક્રમની વાતે કર્યે તો રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિનો નંબર આવે છે. તે પ્રધાનમંત્રીથી પણ ઉપર હોય છે. કેવી રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં થોડો ફરક છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો…
NSUIના નવા પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ NSUIના 300 હોદ્દેદારોના રાજીનામાં કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા પર NSUIના મહામંત્રી પાર્થ દેસાઈનો ગંભીર આરોપ કોંગ્રેસ પ્રભારીથી હાઈકમાન્ડ પણ નારાજ ગુજરાતમાં દિવસે દિવસે કોંગ્રેસની સ્થિતિ વધુ વિકટ થઈ રહી છે. પાર્ટીના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ રાજીનામું આપીને ભાજપમા ભરતી થઈ થઈ ગયાં છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બાદ પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કોંગ્રસના સેંકડો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જ્યારે કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ ગયાં છે. હવે ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ NSUIમાં ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર…
પંતે અને જાડેજાએ 239 બોલમાં 222 રનની સજેદારી બનાવી હતી પંતે 111 બોલમાં 146 રન તો જાડેજા એ 163 બોલમાં 83 રન બનાવ્યા ભારતના 320 રનના સ્કોર પર જો રૂટે છઠ્ઠી વિકેટ લીધી હતી ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટોનમાં ગઇકાલે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પહેલા દિવસની રમતનાં અંતે ભારતનો સ્કોર 7 વિકેટે 338 થયો છે. વરસાદ બાદ પ્રથમ દિવસને અંતે 73 ઓવર્સની રમત શક્ય બની હતી જેમાં ભારતની નબળી શરૂઆત હતી. જેમાં 98 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંતની સદી અને જાડેજાની શાનદાર અર્ધી સદી જોવા મળી હતી. આ બંનેની સજેદારીએ ટીમ ઇન્ડીયાને 300 રન સુધી પંહોચાડી દીધી હતી.…
તારક મહેતા શોમાં વધુ એક કલાકારની એન્ટ્રી શોમાંથી હજુ પણ મહત્વના કલાકારો ગાયબ મેકર્સ કરાવી રહ્યા છે રી એન્ટ્રી આ દિવસોમાં મેકર્સ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નવા કલાકારોની એન્ટ્રી કરાવવામાં વ્યસ્ત છે. હાલમાં જ મેકર્સે શોમાં નટ્ટુ કાકાની એન્ટ્રી કરાવી છે. ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારથી નટુ કાકા આ શોમાં જોવા મળ્યા ન હતા. પાછલા થોડા દિવસોમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. એવામાં દર્શકો પહેલા જેવી રુચિ સાથે શો નથી જોઈ રહ્યા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ઘનશ્યામ નાયક માટે રિપ્લેસમેન્ટ શોધવાનું યોગ્ય માન્યું. જો કે શોમાં હજુ પણ ઘણા મહત્વના કલાકારો…
આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું બચાવ માટે NDRFની ટીમ પહોંચી; વરસાદથી બોરસદમાં બેનાં મોત બોરસદમાં ગુરુવારે રાત્રે છ કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો બોરસદ શહેરની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું છે. આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બે લોકોનાં મૃત્યું થયાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદથી 20 જેટલા પશુ પણ મૃત્યું પામ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારે સવારે પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ…

