What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
20 ફેબ્રુઆરી બાદ આજે સૌથી વધારે કેસ દેશમાં ફરી એકવાર કોરોના માથું ઊચકી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં કેસ વધીને 17 હજારને પાર ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઇ ગઇ છે. આજે નોંધાયેલા કેસ એ 20 ફેબ્રુઆરી બાદ 24 કલાકની અંદર નોંધાયેલા સૌથી વધારે કેસ છે. છેલ્લા 4 મહીનાના સૌથી વધારે કેસ આજે નોંધતા દેશ પર ફરી એકવાર કોરોનાનો ખતરો મંડાઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર…
સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ થતા તારાજી પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવ્યું વાવાઝોડાને કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હિંમતનગરનું આકોદરા ગામ આમ તો ડીજીટલ વિલેજ છે. ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ પણ અહિં આવેલી છે. ત્યારે બપોરના સમયે અચાનક જ વાવાઝોડુ આવતા ભારે નુકસાન સર્જાયુ હતુ. જેમાં 10 જેટલા મકાનોના પતરાઓ ઉડી ગયા હતા તો વીજ પોલ પણ ધરાશાઈ થયા હતા. આ સાથે અનેક ઝાડ પણ જમીનદોષ થતા નુકસાન સર્જાયુ હતુ. એનિમલ હોસ્ટેલના પતરા પણ ઉડી ગયા હતા…
આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે ગૌતમ અદાણીની પોતાના 60માં જન્મદિવસ પર રૂ. 60,000 કરોડના દાનની જાહેરાત શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે આ રકમનો કરવામાં આવશે ઉપયોગ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના 60માં જન્મદિવસ અને તેમના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દીના વર્ષની ઉજવણીના ભાગરૂપે અદાણી પરિવારે દેશની તાતી જરુરિયાત એવા સામાજીક ક્ષેત્રો માટે રૂ. 60 હજાર કરોડની માતબર રકમનું દાન કરવાની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલી આવશ્યકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયનો તકાજો છે. આ દરેક ક્ષેત્રોમાં રહેલી…
રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ વાહનચાલકોને પૂરતી માહિતી ન આપતા કોર્ટે નોટીસ પાઠવી ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને આપેલા પત્રમાં અનેક વિસંગતતા જોવા મળી રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ પાઠવી છે. વાહનચાલકોને પૂરતી માહિતી ન આપતા રાજકોટ કોર્ટે નોટીસ આપી છે. કોર્ટે ઇ-મેમો અંગે વાહનચાલકોને સાચી માહિતી આપવા જણાવ્યું. કોર્ટે કહ્યું અન્યથા કોર્ટની કાર્યવાહી માટે તૈયાર રહો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને આપેલા પત્રમાં અનેક વિસંગતતા જોવા મળી. પત્ર અંગે સ્પષ્ટતા કરવામાં ન કરવામાં આવતા વકીલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી હતી કે…
હાર્ટ એટેક બાદ ડેડ સેલ્સને હોર્મોન્સ દ્વારા ફરીથી જીવિત કરી શકાશે ઉંદર પર પ્રયોગ સફળ રહ્યો ખાસ વાત એ છે કે આ કોષો એકદમ કુદરતી જ હશે આજે કોઈ પણ ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ હાલમાં જ ઉંદર પર કરવામાં આવેલા એક સંશોધનમાં ખબર પડી છે કે, હાર્ટ એટેક બાદ પણ તમારું હાર્ટ સ્વસ્થ થઇ શકે છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં થયો છે. વૈજ્ઞાનિકોને રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, હાર્ટ એટેકથી ડેડ સેલ્સને હોર્મોન્સ દ્વારા ફરીથી જીવિત કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ કોષો એકદમ…
શનિ કરશે રાશિ પરિવર્તન કુંભમાંથી મીન રાશિમાં કરશે પ્રવેશ હજી પણ 3 રાશિના જાતકોએ ખાસ સાચવવું જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જ્યારે શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો અઢી વર્ષનો સમય લાગે છે. કારણ કે શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ કહેવામાં આને છે. આખા રાશિ ચક્રનો પુરુ કરવામાં શનિને 30 વર્ષનો સમય લાગે છે. આથી જ શનિની સાડા સાતીના 3 પડાવ હોય છે અને દરેક પડાવ અઢી વર્ષનો હોય છે. શનિ વર્તમાન સમયમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, કુંભ રાશિમાં જ રહીને 5 જૂને શનિ વક્રી થયા હતા. ત્યારે વક્રી અવસ્થામાં જ તેઓ મકર રાશિમાં પ્રવેશ કરશે. 12 જુલાઇએ ફરીથી શનિદેવ મકર…
બે વેરિઅન્ટમાં આ બાઈક રજૂ કરવામાં આવી પલ્સર N160 લોન્ચ; પ્રારંભિક કિંમત રૂ.1.23 લાખ નવી બજાજ પલ્સર N160 સ્ટાઈલિંગ અને ફીચર્સ સાથે ઉપલબ્ધ બજાજ ઓટોએ આખરે પોતાની નવી બજાજ પલ્સર N160ને ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકની પ્રારંભિક કિંમત 1.23 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કલર ઓપ્શનની વાત કરીએ તો સિંગલ ચેનલ ABS વર્ઝનમાં કેરિબિયન બ્લુ, રેસિંગ રેડ અને ટેક્નો ગ્રે ઓપ્શન મળે છે, તેમજ ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનમાં સેગમેન્ટ ફર્સ્ટ બ્રુકલિન બ્લેક શેડ મળે છે. કંપનીએ નવી બજાજ પલ્સર N160ને બે વેરિઅન્ટમાં રજૂ કરી છે, જેમાં સિંગલ ચેનલ ABS અને ડ્યુઅલ ચેનલ ABS સામેલ છે. તેના…
વડોદરાના તળાવમાં તરતી મળી બે હજારની નોટો સફાઈ કર્મીને ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરી કમલાનગર તળાવમાંથી 5.30 લાખ રુપિયાની નોટ મળી વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના તળાવમાં બે હજારની પાંચ લાખની નોટો મળી આવી છે. કમલાનગર તળાવ પાસે સફાઇકર્મીને સફાઇ કરતી વખતે તળાવમાં 5.30 લાખની કિંમતની બે હજારની નોટો બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ અંગે સફાઇ કર્મીએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. 18મી જૂને જયારે કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી. એ દિવસની આસપાસ શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી. એટલે તે સંસ્થાને નોટનું…
તમિલનાડુની વિપક્ષી પાર્ટી AIADMKમાં ઘમાસાણ પાર્ટીની બેઠકમાં પનીરસેલ્વમ અને પલાનીસામીના સમર્થકો વચ્ચે ઘર્ષણ પલાનીસામીના સમર્થકોએ પૂર્વ ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમ પર ફેંકી પાણીની બોટલો રાજકીય નેતાઓ ક્યારે છેલ્લી પાટલીએ ઉતરી જાય તે કહેવાય નહીં. પાર્ટીની બેઠકમાં પણ ક્યારે ન થવાનું થતું હોય છે. તામિલનાડુમાં જયલલિતાની પાર્ટી AIADMKમાં ખળભળાટ મચી ગયો છે. આજે પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના સંયોજક અને પૂર્વ ઉપમુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમ પર પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. આ બેઠક ચેન્નાઈના વનાગરામના શ્રીવરુ વેંકટચલપતિ પેલેસમાં યોજાઈ હતી. સભામાં ધાંધલ ધમાલ જોઈને પન્નીરસેલ્વમ પોતાના સમર્થકો સાથે ભાગી ગયા હતા. પાર્ટીના આ તમામ મુદ્દાઓ પર આજે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અનેક…
ગુજરાત તરફ આવી રહ્યા છે વરસાદી વાદળો વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમ એક્શનમાં અતિ ભારે વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ ગુજરાતમાં ચોમાસું ભલે મોડું અને ધીમુ આગમન હોય, પણ આગામી દિવસોમાં મુશળધાર રહેશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. વરસાદે જૂનના અંતમાં જમાવટ કરી છે. મહિનાની શરૂઆત અને મધ્ય ભરે કોરી રહી, પણ મહિનામાં અંતમાં ચોમાસું જમાવટ કરશે. પલટાયેલા વાતાવરણ વચ્ચે હાલ ગુજરાતના…

