Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આજે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી પાપ દૂર થાય છે સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધશે જાણો શાસ્ત્ર મુજબ બારસ તિથિનું શું છે મહત્વ 25 જૂન એટલે આજે જેઠ મહિનાના વદ પક્ષની બારસ તિથિ છે. આ તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ હોય છે. એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ સ્નાન અથવા ગંગાજળ મિક્સ કરેલાં પાણીથી નાહવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની તિથિ હોવાથી આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. નારદ પુરાણ પ્રમાણે બારસ તિથિએ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી, બાર નામનો જાપ કરવાથી અને સૂર્યને પ્રણામ કરવાથી દોષ…

Read More

હાલ જ હીરો મોટોકોર્પએ નવું સ્પ્લેન્ડર બાઇક લોન્ચ કર્યું છે બીએસ 6 ઈંજન સાથે આવનાર પહેલી સ્પ્લેન્ડરઆઇસ્માર્ટ બાઇક છે નિર્ધારિત કિંમત માત્ર 64,900 છે આજકાલના જડપી જીવનમાં દરેક પાસે ટુ-વ્હીલર્સ હોવું ફરજિયાત જેવુ બની ગયું છે. શહેર હોય કે ગામડું આજે દરેક વ્યક્તિ પાસે બાઇક અથવા બીજું કોઈ સ્કૂટર જરૂરથી હોય છે. કોઈ પણ જગ્યાએ જલ્દી પંહોચવા માટે લોકો ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરે છે. શહેરના અનહદ ટ્રાફિકથી બચવા માટે પણ આજકાલ લોકો ટુ-વ્હીલર્સનો વધુ ઉપયોગ કરે છે. એવામાં ઘણી કંપનીઓ ઘણા બાઇક અને સ્કૂટર બનાવે છે પણ સામાન્ય માણસ માટે સારી માઇલેજ આપતું અને સારું લુક ધરાવતું ટુ-વ્હીલર્સ જે બજેટમાં પણ…

Read More

વરસાદ બાદ ડાંગ જિલ્લાનો નજારો બન્યો આહલાદક નદીઓમાં નવા નીરની સાથે વગડો બન્યો લીલોછમ સહેલાણીઓ મણિ રહ્યા છે વરસાદની મજા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ખુશનુમા વાતાવરણ છવાયું છે. સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બનતા ગિરીમથક સાપુતારામાં શનિ, રવિની રજા માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટવાની શક્યતા છે. હાલ આખો ડાંગ જિલ્લો ઘણો જ અહલાદક લાગી રહ્યો છે. વરસાદ બાદ આ વિસ્તારમાં ફરવાની મઝા જ કાંઇ ઔર છે. અત્યારે પણ સહેલાણીઓ ઝરમર વરસાદમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેથી તે સહેલાણીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ…

Read More

રાતોરાત બકરી થઈ ગઈ ફેમસ કારણ છે આશ્ચર્ય જનક લોકો બકરીનો વિડિયો સોશિયલ મીડિયામાં કરી રહ્યા વાઇરલ દુનિયાભરમાં હજારો પ્રકારના જીવ જંતુઓ અને પ્રાણીઓ છે. દરેક જીવોની શરીરની રચના એકબીજાથી જુદી હોય છે પણ કેટલાક જીવો તેમની અનોખી શરીરની બનાવટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા નાના કદની ગાયનો વીડિયો વાયરલ થયો હતો જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક અનોખી બકરી રાતોરાત સેલિબ્રિટી બની ગઈ છે. પાકિસ્તાનની બકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના કાનને લઈને ચર્ચામાં છે.વીડિયોમાં તમે આ અનોખી બકરીને જોઈ શકો છો. દેખાવમાં તો આ બકરીનું બચ્ચું સામાન્ય…

Read More

વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ 3 પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાને લીધે દુર્ઘટના ટળી તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. તે સાથે ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ…

Read More

ઇ-મેમો ના ભર્યો હોય તો અમદાવાદીઓ ચેતી જજો છેલ્લા 6 મહિનામાં 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરાયા 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ ઇ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. 26 જૂને લોક અદાલત કાર્યક્રમમાં પણ ઇ-મેમો ભરી શકાશે. શહેરમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન મારફત પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત…

Read More

આ છે દુનિયાનું પહેલું સ્માર્ટ પરફ્યુમ 100 સુગંધો આપે છે આ પરફ્યુમ મૂડ અને જગ્યા મુજબ ફ્રેગરેન્ટ કરી શકશો ચેન્જ પરફ્યુમનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા મોટી સંખ્યામાં થાય છે. સારી અને સારી સુગંધ માટે લોકો વિવિધ પ્રકારના પરફ્યુમ ખરીદે છે. ખાસ કરીને પોતાની જાતને અન્ય લોકોથી અલગ પાડવા માટે, લોકો ઘણા પરફ્યુમો પર પૈસા ખર્ચે છે. જો ફક્ત એક જ પરફ્યુમ તમારી બધી જરૂરિયાતોને પૂર્ણ કરે તો શું થશે. આ પરફ્યુમને તમે સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકો છો. હવે તમારા મગજમાં એ આવતું જ હશે કે પરફ્યુમમાં શું થાય છે જેને તમે ફોનથી કંટ્રોલ કરશો. જવાબ ત્યાં જ છે, અત્તરમાં…

Read More

પહેલી મહિલા ટી-20 મેચમાં ભારતની જીત શ્રીલંકાને 34 રનથી આપ્યો પરાજય દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે તરખાટ મચાવ્યો ભારત અને શ્રીલંકા મહિલા ટીમ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિગ કરતા 138 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઉતરેલી યજમાની ટીમ 104 રન જ કરી શકી હતી પરિણામે ભારતીય મહિલા ટીમે જીતથી શરૂઆત કરી હતી. નોંધનીય છે કે, બીજી મેચ 25 જૂને રમાશે. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 138 રન બનાવ્યા હતા જેમાં સૌથી વધુ રોડ્રિગ્સે 36 રન બનાવ્યા હતા જે બાદ શેફાલી વર્માએ 31 રન કર્યા હતા જ્યારે શ્રીલંકાની તરફથી…

Read More

CM ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર MLAને અલ્ટીમેટમ આપ્યું છે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો બળવાખોરો પાછા નહીં ફરે તો લડાઈ ટક્કરની હશે એકનાથ શિંદેએ દાવો કર્યો તેમની સાથે આખો પક્ષ ઉભો છે મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ વચ્ચે હવે શિવસેના પ્રમુખ અને CM ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર MLAને અલ્ટીમેટમ આપ્યું છે. ઠાકરેએ બળવાખોર MLAને 24 કલાકનો સમય આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ તેમના નજીકના વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે બળવાખોર MLAએ પાસે 24 કલાક છે જો તેઓ પાછા આવશે, નહીં તો તેમની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવશે નહીં. રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ…

Read More

પાકિસ્તાની જેલમાં એક બેરેકમાં બધાને રાખ્યા હતા 20 માછીમારો પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવીને માદરે વતન પહોંચ્યા ચાર વર્ષે માછીમારો ઘરે પરત ફરતા પરિવારની આંખોમાં હર્ષના આંસુ અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘૂસી ભારતીય બોટો સાથે માછીમારોનું અપહરણ કરી પાક.ની જેલમાં ધકેલી દે છે. ભારત સરકારના પ્રયત્નથી બંધક ભારતીય માછીમારોને સમયાંતરે મુકત કરાવે છે. જે મુજબ તાજેતરમાં પાક. સત્તાવાળાઓએ 20 બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા. ત્યાંથી રાજ્ય ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા ટ્રેન-બસ મારફત માદરે વતન વેરાવળ લઈ આવવામાં આવ્યા હતા. અહીં પ્રથમ મુક્ત માછીમારોનું જૂદી…

Read More