Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હવે ભારતમાં જ થશે કાર ક્રેશ ટેસ્ટિંગ નીતિન ગડકરીએ આપી મંજૂરી ટૂંક સમયમાં જ ભારતની પોતાની સેફ્ટી એજન્સી હશે ભારતીય કાર નિર્માતા કંપનીઓએ પોતાની કાર સેફ્ટી રેટિંગ માટે ગ્લોબલ NCAPમાં મોકલવી નહીં પડે. ટૂંક સમયમાં જ ભારતની પોતાની સેફ્ટી એજન્સી હશે. તેનું નામ હશે ભારત NCAP. આ એજન્સી ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે દેશમાં જ વાહનોને 1થી 5 સ્ટાર રેટિંગ આપશે. આ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત NCAPને લોન્ચ કરવા માટે GSR નોટિફિકેશનના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે આ માહિતી આપતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ભારત NCAP) સિસ્ટમ…

Read More

ગોંડલ યાર્ડે 23.61 કરોડની આવક કરી રાજયમાં પ્રથમ આવી દાયકાઓથી પ્રથમ રહેતી ઊંઝા યાર્ડ બીજા નંબરે ધકેલાઇ રાજકોટ યાર્ડ 21.98 કરોડની આવક સાથે ત્રીજા નંબરે સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે નાણાકીય વર્ષ 21- 22માં રૂ.23.61 કરોડની જંગી આવક કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો છે. દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા યાર્ડને ગોંડલ યાર્ડે બીજા નંબરે ધકેલી દીધું છે. આગામી વર્ષોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવકને દેશના પ્રથમ નંબરે લઈ જવા ચેરમેન દ્વારા સપનું સેવવામાં આવ્યું છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ 2021-22નાં નાણાકીય વર્ષનો અહેવાલ રજૂ કરવામાં…

Read More

મેમરી કાર્ડમાં ટેક્નોલોજીની હરણફાળ આ કંપનીએ લોન્ચ કર્યું 1.5 TBનું મેમરી કાર્ડ i400 નામના માઇક્રોનના આ કાર્ડની છે સૌથી વધુ સ્ટોરેજ કેપેસિટી આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી દિવસેને દિવસે વિકસિત થઈ રહી છે. ભલે પછી તે મોબાઈલમાં હોય કે પછી અન્ય કોઈ ગેજેટ. અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે મોબાઈલ ફોન 1 TB સુધીના મેમરી કાર્ડને સપોર્ટ કરશે. પણ હદ ત્યારે થઈ જ્યારે એક ચિપ મેકર કંપનીએ 1.5 TBનું મેમરી કાર્ડ લોન્ચ કર્યું. એક અંગુઠાના નખ સમાન મેમરી કાર્ડમાં 1500 GBની સ્ટોરેજ મળવી તે લોકો માટે આશ્ચર્યનો વિષય છે. પરંતુ આ હકિકત છે. હવે સવાલ એ છે કે આટલી મોટી સ્ટોરેજવાળું…

Read More

શિવસેનામાં સૌથી મોટી તૂટ, બન્યો નવો પક્ષ સૂત્ર: એકનાથ શિંદેએ પોતાના ધારાસભ્યો સાથે બેઠક બાદ લીધો નિર્ણય નવા જૂથનું નામ- શિવસેના બાળાસાહેબ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે બે બે શિવસેના હશે. ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને પહેલા સુરત અને તે બાદ ગુવાહાટી જતાં રહેલા એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યોએ હવે શિવસેના તોડીને પોતાની અલગ પાર્ટીનું એલાન કરી નાંખ્યું છે. આ નવી પાર્ટીનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે, નવી પાર્ટીનું નામ હશે ‘શિવસેના બાળાસાહેબ’. જોકે હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના આની સામે શું કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે. નોંધનીય છે કે જ્યારથી આ ધારાસભ્યો અને…

Read More

બિહારમાં આકાશી આફત એક જ દિવસમાં 7 લોકો પર વીજળી પડતા મોત CM નીતિશ કુમારે પગ્રટ કરી સંવેદના બિહારમાં ચોમાસું સક્રિય થયું ત્યારથી ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર ચાલુ છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં વિવિધ સ્થળોએ વાવાઝોડાને કારણે 7 લોકોના મોત થયા હતા. જેમાં સૌથી વધુ મોતિહારીમાં ત્રણ લોકોના મોત થયા છે. આ સિવાય સીવાન, બેતિયા, શેખપુરા અને ઔરંગાબાદમાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે. પૂર્વ ચંપારણ જિલ્લામાં શુક્રવારે સાંજે આકાશી આફતનો કહેર જોવા મળ્યો હતો, પહાડપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ સિસ્વાના માલદહિયા ગામમાં વાવાઝોડાને કારણે એક વિધવા માતા અને તેના 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ મધુબનના…

Read More

IPL 2022માં જાડેજાનું ખરાબ પરફોર્મન્સ વર્લ્ડ કપમાં આ ખેલાડીની થશે એન્ટ્રી? નામ જાણીને તમે પણ ચોંકી જશે ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ટી 20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની જગ્યા પાક્કી નથી માની રહ્યા. તેમના અનુસાર, ભારતીય ટીમ જાડેજાની જેમ અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરને સ્ક્વાડનો ભાગ બનાવી શકે છે. તેની પાછળ માંજરેકર અમુક તર્ક રાખતા પણ જોવા મળી રહ્યા છે. IPL 2022 રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ ખરાબ સાબિત થયું. ન તો તે બોલિંગમાં કોઈ ચમત્કાર દેખાડી શક્યો અને ન બેટિંગમાં. માંજરેકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “દિનેશ કાર્તિક આ દર્શાવી ચુક્યા છે કે તે છઠ્ઠા અથવા સાતમાં…

Read More

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા હોસ્પિટલમાંથી 13 નવજાત સહિત 60નું રેસ્ક્યુ અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ…

Read More

કેરીની પેટીમાં ગળે પડી નવી મુસિબત ફરી ઉડી જેઠાલાલની રાતોની ઉંઘ એવું તે શું આવ્યું છે જેઠાલાલની દુકાનમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં જેઠાલાલનાં જીવનમાં કોઇ ટેન્શન ના હોય એવો કોઇ દિવસ નથી હોતો. એક ટેન્શન પૂર્ણ થાય તેમ બીજી ઉભી થઇ જાય. હાલમાં દુકાનનાં ઉદ્ધાટનન દરમિયાન દયાબેન ન પહોંચી તેનું ટેન્શન બાદમાં બાપુજી ખોવાઇ ગાયનું ટેન્શન. અને હવે જેઠાલાલ થોડો નિરાંત થયો ત્યાં વધુ એક ટેન્શન આવી ગયું છે અને તે છે કેરીની પેટીનું ટેન્શન. જેઠાલાલની દુકાનમાં કેરીની પેટી આવી છે, જેમાં લાખો રૂપિયાની કેરીની જગ્યાએ છે. આ પૈસા કોઈને આપવાના છે પણ જેઠાલાલને બાપુજી સાથે ક્યાંક જવાનું છે.…

Read More

બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા શિંદેની નજીકના ધારાસભ્ય સાવંતના ઘરે તોડફોડ કર શિવસૈનિકો રસ્તા પર ઉતરતા મુંબઈમાં 144 કલમ લાગુ કરા મહારાષ્ટ્રમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે શરદ પવારની સાથે બે કલાક મીટિંગ કરી. જે બાદ તેમને શિવસેનાના નગરસેવકોને સંબોધન કર્યું. ઠાકરેએ કહ્યું કે થોડો દિવસ પહેલાં જ્યારે મને બળવાની શંકા થઈ તો મેં એકનાથ શિંદેને ફોન કર્યો અને કહ્યું કે શિવસેનાને આગળ લઈ જવાનું તમારું કર્તવ્ય પુરું કરો, આવું કરવું યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો…

Read More

તમારા સ્કીન ટોન મુજબ પસંદ કરો લિપસ્ટિક યોગ્ય લિપસ્ટિક ખૂબસૂરતીમાં લગાવી દે છે ચારચંદ જાણો કેવી સ્કીનની મહિલાઓએ લગાવવી જોઈએ કેવી લિપસ્ટિક હોઠની સુંદરતા વધારવી એ મેકઅપનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લિપસ્ટિક હોઠની સુંદરતા વધારવાનું કામ કરે છે. ઓનલાઈનથી લઈને ઑફલાઈન સ્ટોર્સ સુધી લિપસ્ટિકના સેંકડો શેડ્સ છે. મોટાભાગની મહિલાઓ લિપસ્ટિકનો શેડ પસંદ કરતી વખતે તેમની સ્કિન ટોન ભૂલી જાય છે. તમારી પસંદગીનો શેડ પસંદ કરો. જો તમે પણ આવી ભૂલ કરો છો, તો તમારે જાણવું જોઈએ કે તેના કારણે તમારો લુક બગડી શકે છે. જો લિપસ્ટિકનો શેડ તમારા રંગને પૂરક ન બનાવે તો તેના કારણે ચહેરો નિસ્તેજ લાગે છે.…

Read More