What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આયર્લેન્ડ સામેની પ્રથમ ટી-20 માં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું યુઝવેન્દ્ર ચહલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ IND vs IRE T20 સિરીઝની પહેલી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળની પહેલી જ મેચમાં ભારતનાં સ્ટાર ક્રિકેટર્સ ચમક્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો. બે મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે લગભગ અઢી કલાક બાદ મેચ શરૂ થઈ હતી. અમ્પાયરોએ ઓવરો કાપીને મેચ 12-12 ઓવરની કરી હતી. હાર્દિક પંડયાએ આજની મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં સાઉથ આફ્રિકા સામે…
મણિનગરના ભરચક વિસ્તારમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ બિનધાસ્ત હુક્કા પાર્ટી કરતા લોકોને કારણે અન્ય નાગરિકો ગાર્ડનમાં જતાં ફફડે છે ગુજરાતમાં ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સની વધી રહેલી બદી સામે આવી રહી છે. ત્યારે બેફામપણે જાહેર સ્થળો પર પણ નશો કરતા લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદના મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા ટપોરીઓ રીતસર હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. આ પાર્કમાં અનેક મહિલાઓ બાળકો સાથે સવાર-સાંજ આવે છે. ત્યારે આવા ટપોરીઓને કારણે તેમને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે. આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતા ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો…
ભાવનગરમાં બાળકો સાથે હિંચકે હિંચક્યાં બાળકોને વિવિધ રમતો રમાડી બાળ સહજ ભાવે હળીમળી ગયેલા મંત્રી વાઘાણીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા ભાવનગર વિધાનસભામાં સમાવિષ્ટ ચિત્રા-ફુલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાના બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે હિંચકા ખાતા જોવા મળ્યાં હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગયા હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ખાસ્સો સમય પસાર કર્યો હતો. તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યાં હતાં. વિદ્યાર્થીઓમાં બાળ સહજ…
બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર ન્યુઝ શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે. જો કે લગ્નના થોડા જ દિવસોમાં આલિયા અને રણબીર કે પેરન્ટ્સ બનવા જઈ રહ્યા છે એ વિશે જાણતા થતા જ ફેંસ ચોંકી ગયા છે. આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો…
જો તમને ટ્રેડિશનલ લૂકમાં કરવી છે ફેશન, તો અપનાવો ઇન્ડો-વેસ્ટર્ન ક્લોથ બૉલીવુડ સેલિબ્રિટીએ કરી છે આ ટ્રાય શનાયા કપૂર-જેકલીન પણ જોવા મળી છે આ લૂકમાં જો તમે ઘરના કોઈપણ ફંક્શનમાં કે તહેવારોની સિઝનમાં સાડી કે સૂટ ન પહેરવા માંગતા હોવ. પરંતુ સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુકમાં ડ્રેસ અપ કરવું ગમે છે. તો આ દિવસોમાં ઈન્ડો-વેસ્ટર્ન લુક ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ કપડા તમે દુપટ્ટા વગર સરળતાથી કેરી કરી શકો છો. આ આઉટફિટ્સ આજકાલ બોલિવૂડ મહિલાઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેથી જ જેકલીન ફર્નાન્ડીઝથી લઈને કિયારા અડવાણી સુધીની સુંદરીઓ એક પછી એક તેને પહેરતી જોવા મળી છે. ખરેખર, આ…
પીએમ મોદીની આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત બંને દેશની રક્ષા કૃષિ, ખાદ્ય સુરક્ષા પર ચર્ચા થઇ પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-7 શિખર સંમેલનની ઇતર આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને લાગુ કરવામાં પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે…
ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવવાની તૈયારીમાં સરકાર કેસિનોમાંથી ખેલાડી દ્વારા ખરીદેલ ચિપ્સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે કેસિનોમાં એન્ટ્રી ફી પર 28 ટકા GST લાદવાની ભલામણ પણ કરી છે. આ સપ્તાહે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં ઑનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગની કુલ આવક પર 28 ટકા GST લાદવાની દરખાસ્ત પર ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે, મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં ગઠિત ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટ પર ચંદીગઢમાં 28-29 જૂને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિચારણા થઈ શકે છે. GOMએ તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે ઓનલાઈન ગેમિંગના સમગ્ર મૂલ્ય પર ટેક્સ…
વરસાદની સિઝનમાં આ ચાનો માણો આનંદ દરેક ચા નો ટેસ્ટ છે કઈક અલગ સદી અને મસાલા ચા તો તમે રોજે પીવો છો તો અજમાવો આ યુનિક ચા વરસાદની મોસમમાં તેને વારંવાર ચા પીવી ગમે છે. ક્યારેક આદુના તપેલા તો ક્યારેક એલચીની ચા. જો કે, કેટલીકવાર તમે સમાન સ્વાદથી કંટાળી જાઓ છો. તમારા આ કંટાળાને દૂર કરવા માટે અમે તમારા માટે વિવિધ ફ્લેવરની ચાનો સ્વાદ લઈને આવ્યા છીએ. દરેક કપનો સ્વાદ પાછલા એક કરતા અલગ હશે, જેથી તમે વરસાદની વધુ મજા માણી શકશો. ચાલો જાણીએ ચાના આ 5 અલગ-અલગ સ્વાદ વિશે. મસાલા ચા તમે મસાલા ચાનું નામ ઘણું સાંભળ્યું હશે, પરંતુ…
ગાંધીનગર હાર વિભાગનો મહત્વનો પરીપત્ર ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર ખાનગી વાહનો પર પોલીસ કે MLA લખ્યુ હશે તો થશે દંડ રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો…
ગામને 10 કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતાર્યો ગામનો વિમો ઉતારી સરપંચ પદેથી લીધી વિદાય 10 મહિનાના કાર્યકાળમાં અનેક ગામના પ્રાણપ્રશ્નોનું કર્યું છે નિરાકરણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના સરપંચના દસ મહિનાના કાર્યકાળ દરમિયાન અનેક કર્યો કર્યા છે. આજે તેમના વિદાય સમારંભમા તેમના કાયો રજૂ કરવામાં આવ્યા. અને અંતિમ દિવસે સમગ્ર ગામને 10 કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતરાવી સરપંચ પદેથી આજે વિદાય લીધી હતી. સરપંચના 10 મહિનાના કાર્યકાળ દરમિયાન બાઢડા ગામને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ ગટરની સુવિધા કરી આપી છે. સાવરકુંડલા તાલુકાનું બાઢડા ગામના સરપંચ તરીકે દસ મહિનાના ટૂંકા ગાળામાં કામગીરી કરનાર સરપંચ છે શાંતિલાલ શેલડીયા… ઊડીને આંખે વળગે…

