Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આજે વૃદ્ધિ યોગમાં અમાસ ઉજવાશે પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થશે સમૃદ્ધિ માટે દેવી અન્નપૂર્ણા અને હળની પૂજા કરવામાં આવશે જેઠ મહિનાની અમાસ આ વર્ષે 28 અને 29 જૂન એટલે બે દિવસ રહેશે. આવું ક્યારેક જ થાય છે, જ્યારે એક તિથિ બે દિવસ હોય અને તેના બંને જ દિવસે કોઈ ખાસ પર્વ કે કોઈ શુભ યોગનો સંયોગ હોય. પહેલાં દિવસે મંગળવારે એટલે આજે હલહારિણી અને બીજા દિવસે બુધવારે સ્નાન-દાન અમાસ રહેશે. આ અમાવસ્યા ખેડૂતો માટે શુભ દિવસ છે. પાકની વાવણી માટે આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ રીતે આ દિવસ ખેડૂતો માટે નવી સિઝનની શરૂઆતનો તહેવાર…

Read More

Hyundai અને Creta જેવી SUV સાથે ટક્કર થશે 36 વેરિએન્ટમાં જોવા મળશે 2022 મહિન્દ્રા સ્કોર્પિયો N ટિઝરમાં કંઈક આ પ્રકારની દેખાય છે મહિન્દ્રા સ્કોર્પિયો N મહિન્દ્રા પોતાની ન્યૂ સ્કોર્પિયો આજે એટલે કે 27 જૂનના રોજ લોન્ચ થશે. કંપનીએ આ વાતની માહિતી ટ્વિટરના માધ્યમથી આપી હતી. આ ટ્વીટ મુજબ આજે સાંજે 5:30 વાગ્યે આ કાર લોન્ચ થશે. આ કારના ટિઝરમાં SUVનું એક્સટીરિયર અને તેમાં લાગેલા ઈફોટેનમેન્ટ સિસ્ટમનો ફોટો દેખાઈ રહ્યો છે. SUVના ટિઝર સાથે #BigDaddyOfSUVs હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2022 મહિન્દ્રા સ્કોર્પિયો N 5 ટ્રિમ્સ – Z2, Z4, Z6, Z8L અને કુલ 36 વેરિએન્ટમાં જોવા મળશે. આ સિવાય ડિઝલ વર્ઝન…

Read More

હર્ષ સંઘવી પોતાનો લોકસંપર્કનો અંદાજ અલગ જ રાખે છે વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા. નાનપણના દિવસો યાદ કરતા હોય તે રીતે વડના ઝાડ નીચે ઝૂલો ઝૂલ્યા રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી સતત કોઈકને કોઈક કારણસર મીડિયામાં ચર્ચામાં રહે છે. હર્ષ સંઘવી આજે સુરત ખાતે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. દરમિયાન પોતાના મતવિસ્તારના જે લોકો છે તેમનો તેમણે સંપર્ક કર્યો હતો. મોર્નિંગ વોક કરવા દરમિયાન વડના ઝાડ નીચે બેઠેલા કેટલાક તેમના મિત્રો સાથે તેઓ થોડા સમય માટે રમત રમ્યા હતા.  તેમજ આ સાથે જ વડની વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા.હર્ષ સંઘવી પોતાનો લોકસંપર્કનો અંદાજ…

Read More

સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળવાની મનાઈ છે આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહે છે આવા નિયમો ઘડીને સ્કૂલ અમારાં બાળકોને રોબો જેવાં બનાવી રહી છે. ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટરની આ છે મોસ્લી હૉલિન્સ હાઈ સ્કૂલ કે જેમાં ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે શારીરિક સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળી બાથ ભરવા પર પ્રતિબંધ છે. શારીરિક સંપર્ક ન કરવાના નિયમ મુજબ સ્ટુડન્ટે અન્ય સ્ટુડન્ટને ઊંચકવો, ગલીપચી કરવી કે લડાઈ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહે છે . તેમજ આ નિયમને સ્ટુડન્ટ્સ, પેરન્ટ્સ તેમ જ નેટિઝન્સ દ્વારા પણ ઘણો કઠોર ગણાવીને વખોડી કાઢવામાં…

Read More

વડોદરાના આ 6 સ્થળો છે ફરવા માટેના બેસ્ટ ચોક્કસ એકવાર તો અહી મુલાકાત લેવી જોઈએ લક્ષ્મી વિલાસ પેલેસ છે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ વડોદરા ગુજરાતનું એક સુંદર શહેર છે. જો તમે પણ વડોદરા જવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને અહીં ફરવા માટેના ખાસ પર્યટન સ્થળો વિશે જણાવીએ છીએ. તેના સુવર્ણ ઇતિહાસ અને સુંદર મહેલોને કારણે આ શહેર વધુ સુંદર લાગે છે. તો ચાલો તમને વડોદરાના પ્રવાસે લઈ જઈએ. લક્ષ્મી વિલાસ પેલેસ – આ મહેલને લઈને દાવો કરવામાં આવે છે કે તે અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી રહેઠાણ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મહેલ બકિંગહામ પેલેસ કરતાં ચાર…

Read More

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા સમાચાર શિવસેનાના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ આવતીકાલે પૂછપરછ માટે બોલાવ્યા મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દંગલની વચ્ચે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા સંજય રાઉતને સમન્સ મોકલવામા આવ્યું છે, જેમા આવતીકાલે એટલે કે, 28 તારીખે તેમને પુછપરછ માટે બોલાવામાં આવ્યા છે. કહેવાય છે કે સંજય રાઉતને આ સમન પ્રવીણ રાઉત અને પાત્રા ચોલ જમીન કૌભાંડ સાથે જોડાયેલ કેસ મામલે મોકલવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ગત મહિને પણ ઈડીએ સંજય રાઉતની અમુક સંપત્તિઓ જપ્ત કરી હતી.ED આ અગાઉ શિવસેના નેતાના તેમના…

Read More

ડોલ્ફિન જોવા માટે હવે ક્યાંય દૂર જવાની જરુર નથી ઓખાના દરિયામાં રમતિયાળ અંદાજમાં જોવા મળી ઓખાથી લઈ પોરબંદર સુધીના દરિયામાં અવારનવાર ડોલ્ફિન જોવા મળે છે દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને પણ વસવાટ શરૂ કર્યો છે. ઓખા નજીક રમતિયાળ અંદાજમાં ત્રણથી ચાર ડોલ્ફિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વર્ષો પહેલા ડોલ્ફિન નિહાળવા માટે પ્રવાસીઓએ ગોવા જેવા સ્થળે જવું પડતું. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં ડોલ્ફિનના દૃશ્યો સામાન્ય બન્યા છે. એટલે કે, ડોલ્ફિન સૌરાષ્ટ્રના દરિયાને પોતાનું ઘર બનાવી ચૂકી છે. ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી…

Read More

આ છે દેશનો સ્માર્ટ રોડ; ખૂબી જાણીને લાગશે નવાઈ જયાં કાર-ટ્રક નહીં પરંતુ રોડ વગાડે છે હોર્ન અકસ્માત અટકાવવાનો સ્માર્ટ આઈડિયા દેશમાં દરરોજ માર્ગ અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક માર્ગ અકસ્માતો એટલા ગંભીર હોય છે કે આ ઘટનામાં ડ્રાઇવરનો જીવ પણ જાય છે. રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધુ હોવાને કારણે માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધુ છે. માર્ગ અકસ્માતના વધતા જતા કિસ્સાઓને જોતા દેશની સરકારે માર્ગ અકસ્માતોને ટાળવા માટે નવી તકનીકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ એપિસોડમાં, આપણા દેશમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, એવી સિસ્ટમ બનાવવામાં આવી છે જ્યાં રોડ જ હોર્ન વગાડે છે. જમ્મુ અને શ્રીનગરને જોડતા NH…

Read More

Noiseએ પહેલા સ્માર્ટ ચશ્મા ભારતમાં લોન્ચ કર્યા આ સ્માર્ટ ગ્લાસ યુઝર્સને યુનિક ઑડિયો એક્સપીરિયન્સ આપશે Noise i1 સ્માર્ટ ચશ્માને 5999 રૂપિયાની કિંમત પર રજૂ કરવામાં આવ્યાં Noiseએ પોતાના પહેલા સ્માર્ટ ચશ્મા ભારતમાં લોન્ચ કર્યા છે. કંપનીએ તેનુ નામ Noise i1 રાખ્યું છે. કંપની મુજબ આ ચશ્માને Noise Labsમાં ડેવલપ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટ ગ્લાસ યુઝર્સને યુનિક ઑડિયો એક્સપીરિયન્સ આપશે. Noise i1 સ્માર્ટ ચશ્માને 5999 રૂપિયાની કિંમત પર રજૂ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસને ઑનલાઈન gonoise.com પરથી ખરીદી શકાય છે. આ લિમિટેડ એડિશન ડિવાઈસ છે. જેના કારણે સ્ટૉક મર્યાદિત જ રહેશે. કંપનીએ જણાવ્યું છે કે Noise i1 સ્માર્ટ ચશ્માને ભારતમાં…

Read More

રથયાત્રા મુદ્દે DGP આશિષ ભાટીયાની પત્રકાર પરિષદ રથયાત્રામાં 3 રથ અને 101 ટ્રક જોડાશેઃ આશિષ ભાટીયા 150 PI, 300 PSI, 2 હજાર પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે થોડા દિવસો બાકી છે. તમામ પરંપરાગત વિધી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તરફ આજે રથયાત્રા મુદ્દે DGP આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, 145મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવાશે. જેમાં સ્થાનિક પોલીસ, SRP, હોમ ગાર્ડ, પેરા મિલિટરીની ફોર્સ તૈનાત રહેશે. અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે 10 લાખથી વધુ લોકો રથયાત્રામાં ભાગ લેતા હોય છે. જોકે 2020માં કોરોનાના કારણે રથયાત્રા નહોતી નીકળી. આ તરફ…

Read More