Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે એરફોર્સની ભરતીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે 3 દિવસમાં 56960 અરજી 5 જુલાઈના રોજ રજીસ્ટ્રેશન બંધ થશે, 30 ડિસેમ્બરથી તાલીમ શરૂ ભારતમાં એક બાજુ અગ્નિપથ યોજનાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે, જેમાંથી 25 ટકાને સામેલ કરવામાં આવશે. ભારતીય વાયુસેના (IAF)એ કહ્યું કે, તેમને અગ્નિપથ યોજના…

Read More

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત 138 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પહેલા વરસદમાં જ અમદાવાદ ધોવાયુ ગુજરાતમાં મેઘરાજાએ રવિવારના રોજ રમઝટ બોલાવી હતી ગતરોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રવિવારની સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના વેજલપુર, પ્રહલાદનગર, બોપલ, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે અનેક જગ્યા પર ઝાડ ધરાશાયી થઈ ગયા…

Read More

મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સુપ્રીમમાં એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે ફોન પર કરી વાતચીત આદિત્ય ઠાકરેએ શાહરુખનો ડાયલોગ યાદ કર્યો મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આજે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક તો શિંદે જૂથે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ રવિવારે અરજી કરી છે. અને બીજી શિંદે જૂથે એકનાથ શિંદેનું ધારાસભ્ય દળના નેતાનુ પદ છીનવાયુ તે નિર્ણયને પડકાર્યો છે શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. આજે સવારે 10.30 વાગ્યે જસ્ટિસ સૂર્યકાન્તની બેંચ સુનાવણી કરશે. અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ ઠાકરે…

Read More

વૈશ્વિક સ્તરે સિલ્વર ઈટીએફની ચમક ઓછી રહી ચાંદીનો સૌથી વધુ વપરાશ ઔદ્યોગિક ક્ષેત્રે સિલ્વર ઈટીએફમાં રોકાણકારોને છેલ્લા પાંચ મહિનાથી નુકસાન આ વર્ષે ધમાકા સાથે શરૂ થયેલા સિલ્વર ઇટીએફે રોકાણકારોને નિરાશ કર્યા છે. દેશમાં હાલમાં ઉપલબ્ધ તમામ 6 સિલ્વર ઇટીએફ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ તમામમાં રોકાણકારોને અત્યાર સુધી સૌથી વધુ નુકસાન થયું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ચાંદી છેલ્લા એક વર્ષથી સૌથી નબળુ પ્રદર્શન આપ્યું છે. વર્ષની શરૂઆતમાં, સિલ્વર ઇટીએફની પ્રતિ યુનિટ સરેરાશ કિંમત રૂ. 61.50 હતી, જે 22 જૂને રૂ. 60.30થી ઘટીને આવી છે. તદનુસાર, 2022માં હવે સિલ્વર ઈટીએફના રોકાણકારો લગભગ 2% ખોટ…

Read More

ડાયાબિટીઝમાં બ્લડમાં રહેલ સુગરને કાબુમાં રાખવું પડે છે સુગરને કાબુમાં કરવા કાળા જાંબુ અથવા મેથીનો ઉપયોગ કરી શકો અંજીરના પાનથી પણ પણ સુગર રહેશે કંટ્રોલમાં શું કોઈ પણ રોગને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય? તે બહુ મોટો સવાલ છે. ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ સુગરને દૂર કરવા માટે પણ આવું જ છે. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે હા સુગરને જડ મૂળથી નિયંત્રિત કરી શકાય છે. જો કે આ માટે તમારે તમારા ઘરે પણ પ્રાકૃતિક પદ્ધતિઓનું પાલન કરવું પડશે, તો જ પરિણામ મળશે. મેથી શુગરને નિયંત્રિત કરવામાં ઉપયોગી ડાયાબિટીસના રોગીઓ માટે મેથી પણ કોઈ વરદાનથી ઓછી નથી. જો તમે વિચારી રહ્યા છો કે…

Read More

10 ઓગસ્ટ સુધી મેષ રાશિમાં મંગળ રહેશે આઠ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે આ અશુભ યોગમાં પ્રાકૃતિક આપત્તિઓ થવાની શક્યતા 27 જૂનના રોજ મંગળ પોતાની જ રાશિ એટલે મેષમાં આવી ગયો છે. હવે લગભગ 45 દિવસ સુધી આ રાશિમાં રહેશે. પછી 10 ઓગસ્ટના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે. મેષ રાશિમાં પહેલાંથી રાહુ હાજર છે. એટલે જ્યારે આ બંને ગ્રહોની યુતિથી અંગારક યોગ બનશે. આ અશુભ યોગના પ્રભાવથી દેશ-દુનિયામાં થોડી અનિચ્છનીય ઘટનાઓ થવાની શક્યતા રહેશે. સાથે જ, તેની અશુભ અસર આઠ રાશિના જાતકો ઉપર પડશે. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે અંગારક યોગ બનવાથી દેવુ, ખર્ચ, બીમારી, ધનહાનિ અને વિવાદ વધે છે.…

Read More

લાવી રહી છે ભાવ વધારો હીરોના બાઇક કે સ્કૂટર ખરીદવાનું વિચારતા હો તો જલદી કરજો કંપની આ તારીખથી લાવી રહી છે ભાવ વધારો કંપની તેમના વાહનોમાં 1 જુલાઇથી 3000 રૂપિયા જેટલો લાવી શકે છે વધારો આ વર્ષે તમામ ઓટોમેકર્સે તેમના ઉત્પાદનોની કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. પછી તે ટુ વ્હીલર ઉત્પાદકો હોય કે ફોર વ્હીલર ઉત્પાદકો, લગભગ દરેક વ્યક્તિએ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. કેટલીક કંપનીઓએ આ એક વર્ષમાં ઘણી વખત આવું કર્યું છે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp પણ આમાં સામેલ છે અને હવે ફરી એકવાર તેણે કિંમત વધારવાની જાહેરાત કરી છે. Hero MotoCorp એ જાહેરાત…

Read More

એડ્વેંચરના શોખીનો માટે આ જગ્યા છે જન્નત મિત્રો સાથે અહી કરો ટ્રેકિંગનો પ્લાન ભારતના જુદા જુદા ભાગોમાં આવેલ છે આ જગ્યાઓ જો તમને એડવેન્ચર કરવાનો શોખ હોય, તો તમે ભારતના ઘણા સુંદર સ્થળોએ એડવેન્ચરથી ભરપૂર ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીન લોકો માટે ભારતમાં ઘણી જગ્યાઓ પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. જો તમે તમારા મિત્રો સાથે ટ્રેકિંગ ટ્રીપ પર જવાનું વિચારી રહ્યા છો, તો ભારતમાં આવા ઘણા સ્થળો છે જ્યાં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. ટ્રેકિંગમાં પર્વતોના રોમાંચનો અનુભવ થાય છે. ચાલો અમે તમને આવા જ કેટલાક ટ્રેકિંગ સ્પોટ્સ વિશે જણાવીએ જ્યાં એડવેન્ચર ટ્રિપનો આનંદ…

Read More

મેમનગર ખાતે અનુપમ સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ • સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયુ લોકાર્પણ • ગુગલ રૂમ, ડિજિટલ બોર્ડ, પ્રયોગશાળાથી સજ્જ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ત્રીજો દિવસ છે. આજે અમદાવાદ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપીને વધુ એક સ્માર્ટ શાળાની શહેરને ભેટ આપી છે. મેમનગરની અનુપમ સ્માર્ટ સ્કૂલનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ. મહત્વનું છે કે હવે રાજ્યની ઘણી એવી સરકારી શાળાઓ છે જેમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓ પડાપડી કરે છે. રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાસભર અને હાઇટેક શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક હાઇટેક સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેમનગરની અનુપમ સ્માર્ટ સ્કૂલમાં ગુગલ રૂમ,…

Read More

બે સિંહ અને ત્રણ દિપડાને કોરોના રસીનો બીજો ડોઝ અપાયો હિલચાલનું મોનીટરીંગ સાથે એન્ટીબોડીઝનું અવલોકન કરવામાં આવશે જુનાગઢ સક્કરબાગ ઝુના પ્રાણીઓને રસી આપવાનું નક્કી થયેલ જૂનાગઢનાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા વન્યપ્રાણીઓ પૈકીના બે સિંહ અને ત્રણ દિપડાઓને 28 દિવસ પહેલા કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેથી હવે આગામી બે મહિના સુધી આ પ્રાણીઓની હિલચાલનું મોનીટરીંગ અને એન્ટીબોડીઝનું અવલોકન કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે દેશનાં અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યાની વિગતો સામે આવી હતી. જેથી પ્રાણીઓને આ ચેપથી બચાવવા માટે સાવચેતીના…

Read More