Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ, સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ સાથે ભેટમાં આપ્યા રાજ્ય ભરની સાથે મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રથમ દિવસે ફાટસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને ફાટસર ગામનાં દામજીભાઈ રાઠોડ તથા જગદીશભાઈ રાઠોડ તરફથી શાળાના દરેક વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ. સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ સાથે ભેટમાં આપ્યા હતાં. ઉપરાંત, પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને ઇનામ,ડેલ કંપનીના બે કમ્પ્યુટર તથા ગોદરેજ કબાટ બધુ મળીને…

Read More

જુગ જુગ જીયો ફિલ્મ રીલીઝ થતાં પહેલા જ આવી વિવાદમાં રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી અદાલતે સુનાવણી બાદ ફગાવી ફિલ્મનું સોન્ગ મેકર્સે ચોરી કર્યું હોવાનો લગાવ્યો હતો આરોપ કરણ જોહર પ્રોડક્શનની ફિલ્મ જુગ જુગ જીયો વિવાદોમાં સપડાઇ હતી. ફિલ્મના એક ગીત નાચ પંજાબણને લઇને પણ પાકિસ્તાની સિંગરે આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મનું સોન્ગ મેકર્સે ચોરી કર્યું છે. ધર્મા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડની તરફથી જુગ જુગ જીયો ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી અદાલતે સુનાવણી બાદ ફગાવી દીધી છે. ગુરુવારે કોમર્શિયલ કોર્ટના સ્પેશિયલ જજ મનોજ ચંદ્ર ઝાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાંચીના વિશાલ સિંહે 14 જૂને…

Read More

પુરૂષોએ પોતાનીઓ સ્ટાઇલને લઈ રહેવું જોઈએ સજાગ સ્ટાઇલિશ લુકની ઈચ્છામાં તમે પણ આ ભૂલ તો નથી કરતાને દરેક વસ્તુ પહેરવા માટેનો એક યોગ્ય સમય હોય છે એ દિવસો ગયા જ્યારે એક્સેસરીઝ માત્ર મહિલાઓ માટે જ હતી. હવે પુરૂષો પણ તેમના દેખાવથી લઈને તેમના કપડા પર સંપૂર્ણ ધ્યાન આપે છે. ઘડિયાળ, ચશ્મા, બેલ્ટ, બ્રેસલેટ, કેપ પણ આ બધી એક્સેસરીઝનો ઉગ્ર ઉપયોગ કરે છે. તે જ સમયે, ચશ્મા, ઘડિયાળ અને બ્રેસલેટ જેવી વસ્તુઓ પહેરો, સ્ત્રીઓ પણ સંપૂર્ણ દેખાવવાળા પુરુષોને પસંદ કરે છે. પરંતુ આ બધી એક્સેસરીઝ પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. નહિંતર આખો દેખાવ બગડી જશે. જો કોઈપણ…

Read More

ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીનું એલાન ભારત 2036 ઓલિમ્પિકની યજમાની કરશે તો રશિયા ભારતને મદદ કરશે રશિયાએ પણ મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચનો પ્રસ્તાવ મૂક્યો હતો ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે અમદાવાદને કેન્દ્રીય શહેર તરીકે રાખીને 2036ની ગેમ્સની યજમાનીમાં વારંવાર રસ દર્શાવ્યો છે. આ દરમિયાન, ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીનએ 2036 ઓલિમ્પિકની યજમાનીમાં ભારતને મદદ કરવાની ઓફર કરી છે. રશિયાના રમત-ગમત મંત્રીએ કહ્યું છે કે તેમના દેશના નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં મદદ કરીને ખુશ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રમતગમત મંત્રીએ કહ્યું, “જો ભારતનું ઓલિમ્પિક ગેમ્સની…

Read More

દ્રૌપદી મુર્મૂએ NDA તરફથી ઉમેદવારી નોંધાવી વડાપ્રધાન મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા ઓડિશા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક બન્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન ભાજપના મોટાભાગના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. આ ઉપરાંત ભાજપ શાસિત પ્રદેશોના સીએમ પણ મુર્મૂના નામાંકન સમયે પહોંચ્યા. જેડીયુ, બીજેડીના નેતાઓ…

Read More

દારૂના નશામાં યુવાન ચડ્યો 100 ફૂટ ઊંચા ટાવર પર ટાવર પર ચડી યુવાન વંદે માતરમના નારા લગાવવા લાગ્યો પોલીસ અને સ્થાનિકોએ મહામહેનત બાદ યુવાન નીચે ઉતર્યો દારૂના નશામાં વ્યક્તિને અનેક વખત પોતે શું કરી રહ્યા હોય તેનું ભાન રહેતું નથી. દારૂના નશામાં ‘પરાક્રમ’ના તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બન્યો છે. અહીં એક યુવાન દારૂના નશામાં મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો. એટલું જ નહીં, દારૂડિયાએ મોબાઇલ ટાવર પર ચઢીને ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવાનને હેમખેમ નીચે…

Read More

ગુજરાત રમખાણોમાં PM મોદીને મળેલ ક્લીનચિટ સામે દાખલ અરજી SCએ ફગાવી ઝાકિયા જાફરીએ SITના રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો એહસાન જાફરીની રમખાણોમાં મોત નીપજ્યું હતું. સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ઘ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. મહત્વનું છે કે, ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સાત…

Read More

અમદાવાદમાં બ્રિટિશ રાજથી આજે પણ ફેમસ છે “ચાય કા દુશ્મન” બેકારીમાં મળતા ટોસનું નામ આપવામાંમ આવ્યું છે ચાય કા દુશ્મન ચાનો સાથી કહેવતો ટોસ્ટને જ આવુ નામ કેમ અપાયું તેનું કારણ છે રસપ્રદ અમદાવાદ જાવ છો અને જો તમે ચાઇ કા દુશ્મનમાં વેરાયટી ટેસ્ટ કરવા નથી ગયા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. અમદાવાદ ત્રણ દરવાજાથી તમે સીધા જાઓ એટલે ભઠિયાર ગલી આવે. ભઠિયાર ગલી પાસે તમે કોઈને પણ બિસ્કિટ ગલીનું પૂછો એટલે એ તમને દેખાડી દે. આ બિસ્કિટ ગલી એ મ્યુનિસિપાલટીએ આપેલું નામ નથી, લોકોએ પાડેલું નામ છે. ઍક્ચ્યુઅલી આ ગલીમાં હુસેની બેકરી છે. લગભગ બસ્સો વર્ષથી એ…

Read More

CM બનવાની ઓફરને લઈને એકનાથ શિંદેએ કહ્યું કઈક આવું ભાજપ સાથે મળી સરકાર બનાવે તેવી રાજકીય અટકળો તમામ 37 બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખ્યો મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા અંગે સસ્પેન્સ હજુ પણ છે. ત્યારે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે હવે જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમામ ધારાસભ્યોને સાથે લઈને લેવામાં આવશે. શિંદેએ શિવસેના નેતા સુનીલ પ્રભુ પર પણ પ્રહાર કર્યા હતા. શિંદેએ કહ્યું કે તેમને વ્હીપ જારી કરવાનો કોઈ અધિકાર નથી. જણાવી દઈએ કે શિવસેનાના તમામ 37 બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમાં…

Read More

જુનાગઢ પંથકમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદને પગલે સિંહ છેક પહોચ્યો દાતાર સિહને ભીની જમીનની હોય છે એલર્જી જુનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. જેના પગલે રસ્તા અને બજારોમાં નદીઓ વહેતી થઇ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે મેઘરાજા મનમુકીને વરસતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. જુનાગઢ જિલ્લાના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. સવારથી જ મેઘરાજાની સવારી જૂનાગઢ જિલ્લામાં આવી પહોંચી હતી. અલગ અલગ…

Read More