What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સમગ્ર કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ પંજાબની પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં એકસાથે 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી સમગ્ર કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે. આ સાથે હોસ્ટેલને પણ ખાલી કરાવવાની શરૂઆત કરી દેવાઇ. યુનિવર્સિટીમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપી દીધો છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓની અંદર હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, આથી તેઓને…
નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે ફ્રાન્સ પહોંચ્યા મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી.મોદી એવા સમયે પેરિસ પહોંચ્યા હતા જ્યારે ફ્રાન્સ યુરોપિયન યુનિયનની અધ્યક્ષતા કરી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન-રશિયા યુદ્ધથી…
સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં ૯૨થી ૯૩ પ્લસમાં પોઈન્ટ મલેશિયાના પામતેલ બજારો કરાશે બંદ સરકાર દ્વારા રાઈસબ્રાન તેલની આયાત જકાતમાં ઘટાડો કરવાનો વિચાર મુંબઈ તેલીબિંયા બજારમાં આજે વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં ઉત્પાદક મથકો પાછળ નરમાઈ આગળ વધી હતી. જો કે આયાતી ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી પ્રત્યાઘાતી ઉંચા બોલાતા થયા હતા. વિશ્વ બજાર ઉંચકાઈ હતી. અમેરિકામાં કૃષી બજારોમાં સોયાતેલના ભાવ આજે પ્રોજેકશનમાં ૯૨થી ૯૩ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. મલેશિયાના પામતેલ બજારો જોકે બંદ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઘટી રૂ.૧૬૬૦ તથા કપાસિયા તેલના ભાવ પણ ઘટી રૂ.૧૬૬૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ ભાવ ઘટી સિંગતેલના રૂ.૧૬૦૦થી ૧૬૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨૫૭૦થી …
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટે જોયો ગ્રીષ્માના પરિવારે કડક સજાની કરી માંગ સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને સજા સંભળાવશે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું…
દિલ્હી-NCRમાં લોકોને ગરમીથી રાહત મળી બુધવારે દિલ્હી-NCRમાં હળવા વરસાદ સાથે કરા પડ્યા બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી દિલ્હી-NCRમાં બુધવારના રોજ સાંજે જોરદાર પવન સાથે હળવો વરસાદ અને કરા પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી હતી. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર, ગુરુવારે પણ હવામાન કંઇક આવું જ રહેવાની શક્યતા છે. દરમિયાન આકાશમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ગાજવીજ વરસાદ સાથે વીજળી પણ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સાથે એવી પણ આગાહી કરી છે કે, શુક્રવારથી તાપમાન ફરીથી વધવાનું શરૂ થઇ જશે, પરંતુ સોમવાર સુધી ગરમીના પ્રકોપથી રાહત મળશે.…
ટેલોમિયરમાં કોશિકાઓનું વિભાજન થતાં અટકાયત કરે છે વ્યકિત ઝડપી ડગલા માંડે તો તેના ક્રોસમોસની ટેલ લાંબી હોય છે. ઝડપી ચાલવુંએ હ્વદય તથા સ્વસનતંત્ર સ્વસ્થ હોવાની નિશાની માનવ શરીર રહસ્યોના ખજાના જેવું છે. કોઇ 100 વર્ષ તો કોઇ ઓછી ઉંમર ભોગવીને કેમ મુત્યુ પાંમે છે તેના વિશે વૈજ્ઞાનિકો મથી રહયા છે. આમ ત ખોરાક, વ્યાયામ અને કસરત જેવી બાબતોને જીવન સાથે જોડવામાં આવે છે પરંતુ આ પણ સંપૂર્ણ સાચું નથી. કેટલાક લોકો જીવનમાં ખૂબ નિયમિત હોવા ઓછી ઉંમરે પણ વિદાય લે છે. એક નવા સ્ટડી મુજબ રોજીંદા કામોમાં ઝડપી પગલા ભરે છે તે વધારે જીવે છે. આ અંગે બ્રિટનની લીસેસ્ટર યૂનિવર્સિટીના…
સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર સંચાલન કરે છે સૂર્ય નાડી ચક્ર વ્યક્તિના ‘અહંકાર’ના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચક્રની ઉર્જા અત્યાધિક હોય છે મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર એ ચક્ર પ્રણાલીનું સૌથી મોટું ચક્ર છે. તે વ્યક્તિના આત્મવિશ્વાસને જાળવવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય સંભાળે છે. જો તમે લીડરશીપની ભૂમિકામાં રહેવા ઈચ્છતા હોવ અથવા જાહેરમાં બોલવા માગતા હોવ તો તમારું મણિપુર ચક્ર સ્વસ્થ હોવું જોઈએ. સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર અને તેના સાથે સંબંધિત પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. તે પાચનતંત્રનું સંચાલન કરતું હોવાથી અગ્નિનું તત્વ તેને દૃષ્ટિ કે ચમત્કારની ભાવનાથી શક્તિ આપે છે. વ્યક્તિ પોતાના માતા-પિતા, બોસ, સત્તાધીશો…
બેટન રુજમાં એક 4 વર્ષની બાળકીનું મોત નીપજયું છે. મૃત્યુનું કારણ તીવ્ર દારૂનું ઝેર હતું. દારૂની બોટલ પીવા માટે દબાણ કર્યું હતું જ્યારે માતા જોતી હતી. બેટન રુજમાં એક 4 વર્ષની બાળકીનું મોત નીપજયું છે. 4 વર્ષની બાળકીને તેમની દાદીએ તેને વ્હિસ્કીની આખી બોટલ પીવા માટે દબાણ કર્યું હતું, જેને કારણે બાળકીનું મોત નીપજયું છે. આ સમગ્ર ઘટના બની ત્યારે બાળકીની માતા ત્યાજ હાજર હતી. પોલીસ પ્રવક્તા, જીન મેકનીલીએ જણાવ્યું હતું કે નાની છોકરીની દાદી, રોક્સેન રિકાર્ડ, 53, અને માતા, કડજાહ રિકાર્ડ, 29, દરેકને પ્રથમ-ડિગ્રી હત્યાના આરોપમાં શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તે અજ્ઞાત હતું કે તેમાંથી કોઈ પાસે વકીલ…
આ સાયકલ તમામ પ્રકારના ટ્રેક પર ચલાવવા માટે સક્ષમ સાયકલ ખૂબ જ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમથી બનેલી છે ભારતમાં સાયકલિંગ એક જબરદસ્ત ગતિએ વિકાસ પામી રહ્યું છે નાઈન્ટી વન સાયકલ્સે ભારતમાં KTM શિકાગો ડિસ્ક 271 માઉન્ટેન સાયકલ લોન્ચ કરી છે. આ નવી સાઈકલ 63,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે એક ઓલ-ટેરેન સાયકલ છે જે કોઈપણ પ્રકારના ટ્રેક પર દોડવા સક્ષમ છે. કંપનીએ તેને વિવિધ ઉંમરના ગ્રાહકો માટે ત્રણ ફ્રેમ સાઇઝમાં ઉપલબ્ધ કરાવી છે. આ સાયકલ ખૂબ જ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમથી બનાવવામાં આવી છે, જેના કારણે તેનું વજન માત્ર 15 કિલો છે.સાયકલને તમામ પ્રકારના…
કોપનહેગનમાં યોજાયું બીજું ભારત નોર્ડિક સમિટ પ્રધાનમંત્રી મોદીએ લીધો ભાગ પીએમ મોદીએ વારાફરતી તમામ નેતાઓ સાથે કરી મુલાકાત ડેન્માર્કના કોપનહેગનમાં ક્રિશ્ચિયનબોર્ગ પેલેસ ખાતે ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્ડિક દેશોની સરકારોના વડાઓએ હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત નોર્ડિક સમિટનો ભાગ બન્યું છે.વિદેશ મંત્રાલય (એમઇએ) દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ અનુસાર, ઉભરતી ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, આર્કટિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોર્ડિક ક્ષેત્ર સાથે અમારા બહુઆયામી સહકારને પ્રોત્સાહન આપવું એ સમિટના મુખ્ય લક્ષ્યો છે. તે ભવિષ્ય માટે ભાગીદારી છે.સંમેલનની શરૂઆત પહેલા ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતાઓ એક સાથે દેખાયા હતા. તેમણે એમ પણ…

