What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વિદેશ જતા લોકો માટે રાહતના સમાચાર ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીઓને મળી રાહત સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી નહીં આપવી પડે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરવાનું હવે સસ્તું થઈ જશે. હકીકતમાં નાણામંત્રાલયે ઈંટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરનારી ડોમેસ્ટિક એરલાઈન્સને તેલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી ઈંધણ એટલે કે એટીએફની ખરીદી પર હવે 11 ટકા બેસિક એક્સાઈઝ ડ્યૂટીમાંથી રાહત આપવામાં આવી છે. મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડોમેસ્ટિક એરલાઈન્સને ઈંટરનેશનલ ફ્લાઈટના સંચાલન માટે વેચવામાં આવતા એટીએફ પર બેસિક એકસાઈઝ ડ્યૂટી નહીં વસૂલવામાં આવે. આ નિર્ણય 1 જૂલાઈ 2022થી લાગૂ થઈ ગયો છે. સરકારે ગત એક જૂલાઈના રોજ વિમાન ઈંધણની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લીટરના દરથી સ્પેશિયલ એક્સાઈઝ…
બાળકો માટે મોટા સમાચાર 5થી 12 વર્ષના બાળકોને લાગશે આ રસી વેક્સિન પેનલે સરકારને કરી ભલામણ સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે. ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)એ 26 એપ્રિલે ભારત બયોટેકને 6થી 12 વર્ષ માટે Covaxinના ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાની વિશેષ પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ ઈ કોવિડ 19 વેક્સિન કોર્બેવેક્સના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોનાથી બચાવ માટે હાલમાં જ…
અમરનાથમાં થયેલી હોનારતમાં જામનગરનું દંપતી ફસાયુ દંપતીએ અમરનાથની ગુફાથી 3 કિ.મીના અંતરે આશ્રય મેળવ્યો અમરનાથમાં જામનગરનું દંપતી સહી સલામત ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગરના ભાવિકો પણ છે. દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. ત્યારે અમરનાથની યાત્રા માટે ગયેલા જામનગરનું એક દંપતી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન પણ ફસાતાં તેમના પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં. જો કે,…
બાફેલ બટાટા અને દૂધના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે પાચનશક્તિ પણ ઘણી સારી રહે છે ઇમ્યુનિટી પાવર બુસ્ટ થાય છે આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલને કારણે ઘણી બમારીઓ વહેલી ઉંમરે જ શરીરમાં પ્રવેશી જાય છે. જેમાંથી એક છે હાડકાં કમજોર થવા. વહેલી ઉંમરે જો શરીરના હાડકાં કમજોર થવા લાગે તો વૃધ્ધવસ્થા ઘણી વહેલી આવી જાય છે. એવામાં જો અમુક ખોરાકનું એક સાથે સેવ કરો તો આ બીમારીથી બચી શકો છો. તમે બાફેલા બટાટા સાથે દૂધનું સેવન કરો તો હાડકાં મજબૂત કરી થઈ શકે છે સાથે જ પાચનશક્તિ પણ ઘણી સારી રહે છે. આ એક એવું ફૂડ કોમ્બિનેશન છે જે વધતી…
સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરશે 10 જુલાઈએ દેવશયની એકાદશી હવે ભગવાન વિષ્ણુ આરામ કરશે 10 જુલાઈએના રોજ દેવશયની એકાદશી છે. આ તિથિથી દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. આ લગભગ ચાર મહિનાનો સમય છે અને તેને ચાતુર્માસ કહેવામાં આવે છે. ચાતુર્માસમાં વિષ્ણુજી આરામ કરે છે, આ કારણે આ ચાર મહિનામાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચાતુર્માસ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. એક માન્યતા પ્રમાણે ચાતુર્માસમાં વિષ્ણુજી પાતાળ લોકમાં બલિને ત્યાં રહીને પાતાળની રક્ષા કરે છે. આ અંગે પ્રચલિત કથા પ્રમાણે પ્રાચીન સમયમાં અષાઢ સુદ બારસના…
આજે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે ગીર સોમનાથમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે રાજકોટના નાની પરબડી અને જુનાગઢ હાઈ-વેને જોડતા કોઝવે પર પાણી ભરાયા છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહની વરસાદ અવિરત ખાબકી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. પણ કેટલી ક જગ્યાએ આ મહેર કહેર બનીને પણ વરસી છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેતરો હોય કે નીચાણ વાળા ગામડાઓ, શહેરોના રસ્તાઓ કે હાઇવે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. સૌરાષ્ટ્રમાં…
સૌ કોઈનું મન મોહી લેવા આ મહિને લોન્ચ થશે આ 4 દમદાર કાર લુક્સ એવા કે ભલભલા લેવા દોડશે! જાણો કઈ કાર આવી રહી છે માર્કેટમાં વર્ષ 2022ના જુલાઈ મહિનામાં અનેક શાનદાર કારનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આમાં SUV, EV અને પ્રીમિયમ લક્ઝરી સેડાન સામેલ છે. આ મહિને Citroen C3, Volvo XC40 Recharge, Audi A8 L Facelift અને Hyundai Tucson લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચ થનારી કારોમાં અનેક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. અહીં અમે તમને જુલાઈમાં લોન્ચ થનારી 4 કાર વિશે થોડી માહિતી આપશું. Citroen C3 Citroen C3 ભારતમાં 20 જુલાઈના લોન્ચ થશે. આ કારની પ્રી…
શિક્ષણ આજકાલ એક વ્યવસાય બની ગયો છે. પહેલા જ્ઞાન આપવામાં આવતું અને તેની સામે દક્ષીણા આપવી પડતી હતી. પણ આજે શિક્ષણ પ્રથા એટલી મોંઘી થઈ છે કે ગરીબો માટે શિક્ષણ કપરું સાબિત થઇ રહ્યું છે. આજનું શિક્ષણ બીબાઢાળ બની ગયું છે. ત્યારે વડોદરામાં વર્તમાન શિક્ષણથી કંઈક અલગ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને આ વ્યવસ્થ સાર્દુલ શિશુવિહારે શરૂ કરી છે.બગીચામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ઓરડા કે બ્લેક બોર્ડ વિનાની શાળા એટલે સર્દુલ શિશુવિહાર. અહીં 3થી સાત વર્ષના બાળકો માતાની સાથે અભ્યાસ માટે આવે છે અને માતાઓ બાળકોને પ્રકૃતિ વચ્ચે ભણાવે છે. વર્તમાન શિક્ષણ પ્રથાથી બાળકો પર સતત પ્રેશર…
આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગના સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ રહેશે. અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે 8મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં…
ડિજિટલ આધારિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી ભારત ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વિશ્વમાં બીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી ધરાવે છે ઈન્ટરનેટની વધતી જતી લોકપ્રિયતા ઈ-કોમર્સ માર્કેટ માટે ઉજળુ ભવિષ્ય રચી રહ્યુ છે ભારતમાં ઓનલાઈન રિટેલ ખર્ચ 2030 સુધીમાં લગભગ છ ગણો વધી 300 અબજ ડોલર થવાની ધારણા છે. ડિજીટલ ટેક્નોલોજી આધારિત દુકાનદારો અને ઓનલાઈન શોપર્સની સંખ્યામાં પણ વધારો થવાનો આશાવાદ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના રિપોર્ટમાં વ્યક્ત થયો છે. જે અનુસાર, તાજેતરના વર્ષોમાં ડિજિટલ આધારિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી 260 મિલિયનથી 280 મિલિયન સુધી પહોંચી છે અને 2021માં 210 મિલિયનથી વધીને 230 મિલિયન થઈ હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા તેમજ…

