Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મુકેશ અંબાણીના આ બિઝનેસમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં અદાણી Jioને ટક્કર આપવા બનાવ્યો મેગા પ્લાન 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈએ થશે ભારત અને એશિયાના સૌથી મોટા ધનકુબેર ગૌતમ અદાણી હવે ભારતના સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા મુકેશ અંબાણી સાથે સીધી હરિફાઈમાં ઉતરી શકે છે. અત્યાર સુધી મોટા ભાગે અંબાણી અને અદાણી અલગ-અલગ રાહે આગળ વધી રહ્યાં છે પરંતુ અદાણીની કારોબાર વિસ્તરણની યોજના પૂર ઝડપે આગળ વધી રહી છે. સંભવિત છે કે અંબાણીના સૌથી ઝડપથી વધતા કારોબારની સામે જ હવે અદાણી પોતે પણ કિલ્લો ઠોકી શકે છે. અહેવાલ અનુસાર ગૌતમ અદાણી ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશવા માટેની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપ 5G…

Read More

રાજ્યમાં હવે ગણપતિની મોટી મૂર્તિ સ્થાપવા પર કોઈ નિયંત્રણ નહીં સરકારે મર્યાદાઓ હટાવી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં રહશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવતા ગણેશચર્તુથી (Ganesh Chaturthi-2022) ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021માં ગણેશોત્સવમાં (Ganesh Chaturthi)કોવિડ-19 ની (Covid-19)સ્થિતિને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની…

Read More

મેઈલબોક્સમાં આવતી લિંક પર ક્લિક કરતાં પહેલાં બે વાર વિચારજો લિંક્સનો ઉપયોગ માહિતી ચોરી કરવામાં આવે છે કોઈપણ લિંક્સ પર ક્લિક કરતાં સમયે સાવચેતી વર્તવી જોઈએ ઈન્ટરનેટ યુઝર્સે કોઈપણ લિંક્સ પર ક્લિક કરતાં સમયે સાવચેતી વર્તવી જોઈએ. બારાકુડાના નવા સંશોધન મુજબ મેઈલમાં જોડાણો સાથે આવતી 21% લિંક્સ વાયરસયુક્ત હોય છે. આ વાયરસયુક્ત લિંક્સનો ઉપયોગ યુઝર્સની ઓળખ અને વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે થાય છે. આ સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે, કે અન્ય પ્રકારના જોડાણોની તુલનામાં HTMLથી બનાવેલી લિંક્સનો ઉપયોગ માહિતી ચોરી કરવા માટે વધુ પડતી થાય છે. આંકડાઓ દર્શાવે છે કે 21% HTML લિંક્સનો ઉપયોગ લોકોની વ્યક્તિગત માહિતી ચોરવા…

Read More

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે પૂર આવશે! અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા કપરો સમય લાવે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના લીધે પૂર આવે તેવી સ્થિતિ વર્ણવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક…

Read More

ભારતીય ટીમ આગામી મહિને ઝીમ્બાબ્વેમાં ત્રણ વન-ડે રમશે ટીમ 6 વર્ષ બાદ ત્યાં દ્વિપક્ષીય સીરીઝ રમવા જશે આ સીરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ આ સીરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. એવામાં બંને ટીમો તેનાથી પોઈન્ટ પ્રાપ્ત કરવા ઈચ્છશે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, વન-ડે મેચ 18, 20 અને 22 ઓગષ્ટે રમાશે. જો કે, 2023માં વન-ડે વર્લ્ડ કપની મેચ ભારતમાં થવાની છે. યજમાન હોવાને કારણે ભારતીય ટીમ પહેલાથી જ ક્વોલિફાય થઇ ગઇ છે. ઝીમ્બાબ્વેનુ પ્રદર્શન વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું રહ્યું નથી. ભારતીય ટીમને આ મહિને ઈંગ્લેન્ડમાં ત્રણ વન-ડે મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ વેસ્ટ ઈન્ડીઝમાં 3 વન-ડે રમશે. જો કે, બંને…

Read More

આલિયા ભટ્ટે તેની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘ હાર્ટ ઓફ સ્ટોન’ની શુટિંગ પૂરું કરી લીધું આલિયાએ એક્ટ્રેસ Gal Gadot સાથેની થોડી તસવીરો શેર કરી ‘પણ હવે.. હું ઘરે અવી રહી છું બેબી..’ – આલિયા ભટ્ આલિયા ભટ્ટે તેની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘ હાર્ટ ઓફ સ્ટોન’ની શુટિંગ પૂરું કરી લીધું છે. સાથે જ આ વિશે માહિતી આપતા આલિયાએ તેના સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી જે ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. એ પોસ્ટમાં આલિયાએ રણબીર માટે મેસેજ છોડ્યો છે જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. હાલ આલિયા તેની હોલીવુડ ફિલ્મને ચર્ચામાં બની રહે છે પણ સાથે જ આલિયા તેની પ્રેગ્નેસીને…

Read More

રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવા રેલવેનો મોટો નિર્ણય દેશના 756 ખાસ રેલવે સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સિસ્ટમ લાગશે એકલા મધ્યપ્રદેશના 15 રેલવે સ્ટેશન સામેલ ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે હંમેશા પ્રયાસો કરતી રહે છે. ખાસ કરીને સેફ્ટી મિકેનિઝમને લઇને રેલવે મેનેજમેન્ટ ખૂબ જ ગંભીર છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. રેલવેએ દેશના 756 ખાસ રેલવે સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સિસ્ટમ (વીએસએસ) લગાવવાની યોજના બનાવી છે. તેમાં મધ્ય પ્રદેશના 15 રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. રેલવે મંત્રાલયે નિર્ભયા ફંડ અંતર્ગત ભારતીય રેલવેના મોટા સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સિસ્ટમ લગાવવાની મંજૂરી…

Read More

કોકટેલ પાર્ટીમાં આકર્ષણના કેન્દ્રમાં રહેવા માટે આ ટિપ્સ અનુસરો કપડા પસંદ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન આ રીતના કપડા પહેરશો તો આવશે અલગ જ લુક સામાન્ય રીતે લોકો પાસે કપડાંનું સારું કલેક્શન હોય છે. જો કોઈ ખાસ ફંક્શનમાં જવાની વાત હોય તો લોકો શ્રેષ્ઠ ડ્રેસ પસંદ કરવામાં કલાકો લે છે. અલગ-અલગ પ્રકારની પાર્ટી પ્રમાણે ડ્રેસની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. તો કેટલીક ટિપ્સની મદદથી તમે સરળતાથી પાર્ટીનું ગૌરવ બની શકો છો. ખરેખર, પાર્ટીમાં સૌથી ખાસ દેખાવાની લગભગ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ કારણે કોકટેલ પાર્ટીમાં બેસ્ટ લુકને કેરી કરવા માટે લોકોએ વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.…

Read More

લખપતમાં એક જ દિવસમાં ધોધમાર 11 ઇંચ વરસાદ માંડવીમાં NDRF તૈનાત કરાઈ ધમાકેદાર બેટિંગથી અનેક વિસ્તારોમાં નદીઓ વહી નીકળી છેલ્લા એક અઠવાડિયાની અંદર કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કચ્છના દરેક તાલુકાઓમાં રોજ સારી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો હજુ આવતા એક અઠવાડિયા સુધી કચ્છમાં વરસાદનું પ્રમાણ અવિરત રહેશે. તો આગામી એક અઠવાડિયામાં પણ તોફાની વરસાદની શક્યતા કેન્દ્રીય હવામાન વિભાગે દર્શાવી છે. તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેરની સામે માંડવી તાલુકામાં જાણે માં મહેર કહેર બની રહી હોય તેવું વર્તાઈ રહ્યું છે. તો લખપતમાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદથી તાલુકો જળબંબાકાર થઈ ગયો છે. કચ્છ જિલ્લામાં…

Read More

ચોમાસામાં ડાયેટમાં શામેલ કરો મકાઈ મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદો સ્કીન પણ રહે છે સ્વસ્થ્ય ચોમાસામાં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્યને સુધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મકાઈમાં ફાઈબર, વિટામિન એ, કેરોટીનોઈડ વગેરે હોય છે. તમે ઈચ્છા અનુસાર મકાઈનું સેવન કરી શકો છો. એવામાં અમે તમને અહીં જણાવીશું કે ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે. ચોમાસામાં મકાઈ ખાવાના ફાયદા પાચન તંત્ર ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી પાચન સંબંધી ફરિયાદો દૂર થાય છે. મકાઈમાં સારી માત્રામાં ફાઈબર હોય છે તેનું સેવન કરવાથી તમને ચોમાસામાં પેટમાં દુખાવો,…

Read More