What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
બોર્ડની પરીક્ષા ફરી જૂની પેટર્નથી લેવાશે કોરોનાકાળ વખતની રાહતો પાછી ખેંચવાનો નિર્ણય 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં 20ના બદલે હવે 10 MCQ કોરોના મહામારી અને ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં ઘણો લર્નિંગ લોસ જોવા મળ્યો હતો જેના પગલે વર્ષ 2022ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણબોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે સરળ પેપર સ્ટાઈલ બનાવીને લાગુ કરી હતી પરંતુ હવે જ્યારે કોરોના મહામારી નથી અને શાળાઓમાં શિક્ષણ પણ ઓફલાઈન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણબોર્ડે કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓને આપેલી રાહત પાછી ખેંચી છે. હવે અગાઉ 2019માં જે રીતે બોર્ડના પેપર લેવાતા હતા તે જૂની પેપર સ્ટાઈલથી આગામી 2023ની બોર્ડની ધોરણ 10…
અમદાવાદમાં ગાડીઓ પાણીમાં ડૂબી તળાવના પાણી વ્રજવિહાર અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઘૂસ્યા બેઝમેન્ટમાં પાર્ક કરેલા અનેક વાહનો બેઝમેન્ટના પાણીમાં ડૂબ્યા અમદાવાદમાં રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ જવાના પણ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ, શહેરના પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ગજબની ઘટના જોવા મળી હતી. ઔડા તળાવની પાણી તૂટી જતાં તળાવનું પાણી સીધું એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મૂકેલી ગાડીઓ ડૂબી ગઈ હતી. આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે…
રાજ્યમાં મેઘમહેર વચ્ચે હવામાન વિભાગની આગાહી 11 થી 14 જુલાઇ સુધી મેઘરાજા સુરત જિલ્લાને ઘમરોળશે તંત્રની લોકોને સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે સંકટ હજુ…
બીમારીઓથી બચવા માટે શાકભાજીનું માપમાં સેવન ખુબ જ જરૂરી કાચા શાકભાજીમાં ફાઈબર સાથે બીજા ઘણાં પોષક તત્વો મળી રહે છે વધુ પડતું બધું જ કાચું શાકભાજી ખાવાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો ઓછો થતો નથી ભારતમાં હ્રદયના દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. જો કે હાલની લાઈફસ્ટાઈલ મુજબ વૃધ્ધોમાં જ નહીં પણ યુવાઓમાં પણ આ બીમારી ફેલાતી જાય છે. હાર્ટઅટેક કે હ્રદયની બીજી બીમારીઓથી બચવા માટે આજકાલ દરેક લોકો કોઈને કોઈ રસ્તો શોધતા રહે છે. એવામાં તમે જો કોઈને કહેતા સાંભળો કે કાચા શાકભાજી વધુ ખાવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે તો આ આખું સત્ય નથી. વધુ પડતું કાચું શાકભાજી ખાવાથી…
શું તમે ઘરનુ ઘર ખરીદી રહ્યાં છો? તો વાસ્તુ પર ખાસ ધ્યાન આપો નહીંતર મુશ્કેલીઓ વધશે અને થશે નુકસાન તમે પણ ખરીદી રહ્યાં છો સપનાનુ ઘર અથવા બનાવી રહ્યાં છો તો તેની આજુબાજુના વાસ્તુ પર પણ ખાસ ધ્યાન આપો. નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે અને થઇ શકે છે નુકસાન. ક્યારેય પણ એવી જગ્યાએે ઘર ના લેશો જ્યાં જૂની બિલ્ડિંગ અને ખંડેર હોય. આવા સ્થાનો પર નકારાત્મક ઉર્જા વધુ હોય છે. જે પરિવાર માટે નુકસાનકારક હોય છે. ત્રણ શેરીઓ અથવા ત્રણ રસ્તા જ્યારે પણ ઘર ખરીદો તો આ વાતનુ ધ્યાન રાખો કે ઘર ક્યારેય પણ T-Point એટલેકે જ્યા ત્રણ શેરીઓ અથવા…
TVSની નવી રોનિન રોડસ્ટર બાઇક લોન્ચ બાઈક પર જ મળશે કોલ અને SMS એલર્ટ બજાજ પલ્સર 250ને ટક્કર આપશે TVS એ પોતાની નવી બાઇકને ભારતમાં લોન્ચ કરી છે. આ કંપનીએ પોતાની નવી બાઇકને ‘રોનિન’ નામ આપ્યું છે. રોનિન TVS પહેલી નિયો-રેટ્રો રોડસ્ટર બાઇક છે. તેને ભારતમાં ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની શરૂઆતી કિંમત 1.49 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ) છે. આ કિંમત બેઝ વેરિયન્ટની છે. તે જ સમયે, બેઝ પ્લસ 1.56 લાખ અને મિડ-વેરિઅન્ટની કિંમત 1.69 થી 1.71 લાખની વચ્ચે છે. TVSની આ પહેલી બાઇક છે, જે 225.9 cc સિંગલ એન્જિન અને નવી સ્પ્લિટ ડ્યુઅલ ક્રેડલ ફ્રેમ સાથે આવશે.…
ભારે વરસાદે અમરનાથ પછી કેદારનાથ યાત્રા પર પણ લગાવી રોક કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે તારાજી બાદ હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી છે. અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટતા લગભગ 16 શ્રદ્ધાળુઓના મોત…
ગુજરાત BJP એક્શનમાં આવી સુરતમાં કારોબારી બેઠક શરૂ ઘડાઈ રહ્યો છે અભેદ ચૂંટણી ચક્રવ્યૂહ સુરતમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રી અને ધારાસભ્યો સહિત 1 હજારથી વધુ આગેવાન હાજર છે. આર્થિક યોજનાઓ અંગે પ્રસ્તાવ રજૂ કરાશે. સુરત ખાતે યોજાનારી ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી 700થી વધુ સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. 9મી જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠકને વિશિષ્ટ બનાવાશે. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાસદો, ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. પેજ સમિતિ – ભાજપની પેજ સમિતિ…
નાઇટલાઈફ માટે આ જગ્યાઓ તમારા માટે છે બેસ્ટ દેશની આ 5 જગ્યાઓ નાઈટલાઈફ માટે છે લોકપ્રિય દરિયાકિનારા, શાનદાર સંગીત અને આખી રાતની મજા કોને પસંદ નથી? ભારત તેની સંસ્કૃતિ અને વારસા માટે વિશ્વભરમાં જાણીતું છે. હવે ધીરે ધીરે અહીં નાઈટલાઈફનો ટ્રેન્ડ વધી રહ્યો છે. મહાન દરિયાકિનારા, શાનદાર સંગીત અને આખી રાતની મજા કોને પસંદ નથી. દેશના ઘણા શહેરો તમને સાંજે ડાન્સ કરવા માટે મજબૂર કરી દેશે. લોકો તેનો ખુલ્લેઆમ આનંદ માણે છે. આજે અમે તમને એવી જ 5 જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ. ગોવા જ્યારે પણ દરિયા કિનારે પાર્ટી અને નાઈટલાઈફનો ઉલ્લેખ થાય છે ત્યારે જીભ પર ગોવાનું નામ સૌથી…
ગુજરાતમાં આજે પણ મેઘો મહેરબાન વિવિધ જિલ્લાના ડેમો થયા ઓવરફ્લો ક્યાંક ગામ સંપર્ક વિહોણા તો ક્યાંક ખેતરો પાણીમાં ગુજરાતમાં મેઘરાજાની મહેર થઇ છે. સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે નદી-ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મેઘરાજા વરસતા નદીઓ બે કાંઠે વહી છે. ત્યારે જાણીએ નદી-ડેમોનો કેવો છે માહોલ.. તેમજ કેટલા ગામો બન્યા સંપર્ક વિહોણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે લીધો વિરામ લીધો. પરંતુ ધોધમાર વરસાદને કારણે કલ્યાણપુરનો મેઢા ક્રિક ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ ડેમ થકી 10થી વધુ ગામોને સિંચાઇનું પાણી પુરુ…

