Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઈન્દિરા ગાંધી ઉડાન એકેડમીથી ઉડાન ભરેલા વિમાન થયું ક્રેસ લેન્ડ પાયલોટની સૂઝબુઝથી મોટી દુર્ઘટના ટળી હવામાં જ પ્લેનનું એન્જીન થઇ ગયું ખરાબ અમેઠી જિલ્લાના ફુરસતગંજમાં ઈન્દિરા ગાંધી ઉદાન એકેડમીથી ઉડાન ભરેલા વિમાન બ્લેક માજરે ચિત્તા ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ઘટનામાં ટ્રેઇની પાઇલટ ભાગી છૂટ્યો હતો. જોકે, વિમાનને નુકસાન થયું હતું. ઘટનાની માહિતી મળતા જ તહસીલદાર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈન્દિરા ગાંધી ઉદાન એકેડમીના ટ્રેઈની પાઈલટ અજય કુમાર ઈશ્વરભાઈ પટેલે સોમવારે સવારે ડાયમંડ ડીએ 40 ટ્રેઈની એરક્રાફ્ટ સાથે ઉડાન ભરી હતી. થોડે દૂર પહોંચતા જ અચાનક એરક્રાફ્ટનું એન્જિન ફુરસતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના આખા બ્લેક માજરે દીપડા…

Read More

રાજ્યના 58 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત્ આગમન થવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે, ત્યારે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જેને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીને પગલે રાજ્યના ૫૮ તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં જુનાગઢમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ૧૨ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હજુ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જુનાગઢ શહેર-જુનાગઢ ગ્રામ્ય અને અમરેલીના વડિયામાં સાંજે 2 કલાકમાં જ ૧.૩૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો.…

Read More

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ED ઓફિસ બહાર નીકળ્યા તેવામાં પોલીસને ગેટ બંધ કરી દીધો હતો કન્વેન્શન હોલની બહાર હેલ્મેટ સર્કલ પાસેના એક્ઝિટ ગેટની બહાર કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ED ઓફિસ બહાર નીકળ્યા તેવામાં પોલીસને ગેટ બંધ કરી દીધો હતો. જેને લઇને પોલીસ અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી…

Read More

જખૌના દરિયામાથી ચરસના 10 પેકેટ મળી આવ્યાં પેકેટના પેકેજિંગ પર ‘કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા’ લખેલું બીએસએફની ટીમે ચરસના 10 પેકેટ જપ્ત કર્યા ગુજરાત અને ખાસ કરીને કચ્છ જખૌના બંદર પર ડ્રગસ અને શંકાસ્પદ પેકેટ પકડાવવાની ઘટના શરુ છે. ત્યારે વધુ એક વખત આવી ઘટના સામે આવી છે. અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમને ચરસના 10 પેકેટ મળી આવ્યાં હતા. જખૌના કરમથા દરિયા કિનારેથી BSFને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યાં હતા. રવિવારે આશરે 10.30 કલાકે, BSF ભુજની એક પેટ્રોલિંગ ટીમે સરહદી જખૌના દરિયા કિનારે આવેલા કરમથાના વરાયા થાર બેટમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.આ…

Read More

સ્ક્વિડ ગેમની સીઝન 2ની મેકર્સએ કરી જાહેરાત નેટફ્લિક્સે ટવીટ્રર શેર કરી ,માહિતી સ્ક્વિડ ગેમની સીઝન 1 રહી હતી સુપર હિટ કોરિયન થ્રિલર શો સ્ક્વિડ ગેમની પ્રથમ સિઝન વૈશ્વિક સ્તરે હિટ બન્યા પછી, નેટફ્લિક્સે હવે તેની બીજી સિઝનની જાહેરાત કરી છે. આ શોની પહેલી સીઝન ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને લોકો તેના દિવાના બની ગયા હતા. તેને ચાહકોની સાથે સાથે વિવેચકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં, નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્ક્વિડ ગેમ સીઝન 2 ના સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે, જ્યારે તેના નિર્દેશક અને નિર્માતા હવાંગ ડોંગ-હ્યુકે પણ અન્ય એક નોંધ દ્વારા તેની સાથે સંબંધિત કેટલીક…

Read More

સ્ટાઇલિશ દેખાવા માટે બોલિવૂડ સેલેબ્સનો લુક અજમાવી રહ્યો છે. ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો લુક હંમેશા ક્લાસી હોય છે મીરા કપૂર અને શાહિદ કપૂરનો લૂક પણ તમને ખાસ બનાવશે દરેક વ્યક્તિ સ્ટાઇલિશ દેખાવા માટે બોલિવૂડ સેલેબ્સનો લુક અજમાવી રહ્યો છે. પાર્ટીમાં કપલ્સ કેવી રીતે સ્ટાઇલિશ લાગી શકે છે.દરેક ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો લુક હંમેશા ક્લાસી હોય છે. આ કપલ હંમેશા એવા કપડાં ટ્રાય કરે છે કે  જેને દરેક સામાન્ય વ્યક્તિ કેરી કરી શકે અને સ્ટાઇલિશ દેખાઈ શકે. એશની જેમ, ગોલ્ડન કલરના ગાઉન પર કાળો કોટ પહેરો, જેમાં પુરુષ પાર્ટનર બ્લેક કોટ પેન્ટ પહેરે તો સ્ટાઈલિશ લાગશે…

Read More

EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી છે. રાહુલની પૂછપરછ શરૂ થયા પછી પ્રિયંકા ગાંધી ED ઓફિસથી પરત આવી ગઈ EDની ઓફિસની પાસે થ્રી-લેયર સુરક્ષા છે રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ED ઓફિસમાં એક કલાકથી પૂછપરછ ચાલી રહી છે. કોંગ્રેસની ઓફિસથી રાહુલની સાથે ચાલતા નીકળેલા કોંગ્રેસ નેતાઓને એક કિમી પહેલા જ રોકવામાં આવ્યા છે. જોકે તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા છે. પોલીસે ધરણા પર બેઠેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા સહિત અન્ય નેતાઓની અટકાયત કરી છે. રાહુલની પૂછપરછ શરૂ થયા પછી પ્રિયંકા ગાંધી ED ઓફિસથી પરત આવી…

Read More

શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં  આયોજકોએ ગાયોને ભરપૂર કેરીનો રસ  પીવડાવ્યો હતો કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ગાયોને પૂરી શ્રદ્ધા સાથે રસ પીવડાવવામાં આવ્યો હતો જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં 1205 ગૌવંશ છે. રાજસ્થાનના પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં  આયોજકોએ ગાયોને ભરપૂર કેરીનો રસ  પીવડાવ્યો હતો. ગૌવંશને પણ કેરીના રસનો આનંદ મળે તેના માટે અહીં એક અનોખું આયોજન કર્યુ હતું. અહીં 11 ક્વિન્ટલ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ગાયોને પૂરી શ્રદ્ધા સાથે રસ પીવડાવવામાં આવ્યો હતો. માંગલિક કાર્યક્રમો અને તહેવારો દરમિયાન ગૌવંશને લાપસી, ગોળ અને લીલું ઘાસ ખવડાવવામાં આવતું હોય છે. પરંતુ ગાયોને રસ પીવડાવવાનો કાર્યક્રમ પહેલી વખત થયો…

Read More

ડાયાબિટીસના રોગીઓ કેળાં ખાઈ શકે છે. પાકેલા કેળામાં માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ જેવા કે પોટેશિયમ અને વિટામિન બી6 પ્રચૂર માત્રામાં હોય છે વધારે પાકેલા કેળામાં ખૂબ જ વધારે મીઠાશ હોય છે. ડાયાબિટીસના રોગીઓ કેળાં ખાઈ શકે છે. જો કે, કેટલીક સાવધાની રાખવી પડી શકે છે. આપણે સામાન્ય રીતે પાકા કેળા (પીળા રંગના) ખાઈએ છીએ, કારણ કે તે છાલવામાં સરળ અને ખાવામાં નરમ હોય છે. પરંતુ કેળા જેટલા લીલા હશે તેમાં નેચરલ શુગરનું પ્રમાણ એટલું જ ઓછું હશે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ બરાબર છે. કેળાને આ સ્ટેજમાં વહેંચી શકાય છે: થોડા પાકેલા આ પ્રકારના કેળામાં પ્રોબાયોટિક્સ વધુ હોય છે અને વધુ મીઠાશ પણ…

Read More

જમ્મુ-કાશ્મીરમાં હાલ લવન્ડર મહેકી રહ્યા છે. કાશ્મીર ખીણમાં હાલ અંદાજે 200 એકર જમીન પર લવન્ડર ઉગ્યા છે. લવન્ડરનું તેલ અત્તર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે જમ્મુ-કાશ્મીરમાં હાલ લવન્ડર મહેકી રહ્યા છે. શ્રીનગરથી માંડીને પહાડી જિલ્લા ડોડા સુધી ખેતરોમાં લવન્ડરના ફૂલો લહેરાઇ જોવા મળે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ અરોમા મિશન શરૂ કરાયું હતું.કાશ્મીર ખીણમાં હાલ અંદાજે 200 એકર જમીન પર લવન્ડર ઉગ્યા છે. અંદાજે 5 હજાર ખેડૂતો મિશન સાથે જોડાઇ ચૂક્યા છે. ખેડૂતોને આકર્ષવા ભદ્રવાહમાં મહોત્સવ પણ થયો હતો  જેથી લવન્ડરના ફૂલોમાંથી તેલ કાઢવાની ટ્રેનિંગ આપી શકાય. લવન્ડરનું તેલ અત્તર બનાવવા માટે ઉપયોગમાં…

Read More