What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે વર્ષ 2005થી ઉજવણી શરુ કરવામાં આવી હતી આ સમયનું મહત્વ, ઇતિહાસ અને થીમ જાણો: ખુબજ રોચક છે માહિતી સૌ પ્રથમ રક્તદાતા દિવસ નિમિત્તે તમામ રક્તદાતાઓને અને જેમણે આજ સુધી ક્યારેય રક્તદાન નથી કર્યું તેમને ખૂબ ખૂબ અભિનંદન.18 થી 65 વર્ષની વયજૂથના લોકો કે જેમને કોઈ ગંભીર રોગ ન હોય તેઓ રક્તદાન કરી શકે છે. ટ્રોમા, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ડેન્ગ્યુ, બ્લડ કેન્સર જેવા રોગોમાં બ્લડ કે પ્લેટલેટની જરૂર પડે છે. થેલેસેમિયા પીડિત બાળકો દાતાઓના સહયોગથી જીવિત છે.કહેવાય છે કે એક વખતનું રક્તદાન ત્રણ જીવન બચાવી શકે છે. કેટલાક જ્યોતિષીઓ માને છે કે રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાનો…
સરકારનું મોટું એલાન: આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારનાં વિવિધ વિભાગમાં 10 લાખ ભરતી કરવા મોદીનાં આદેશ
કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.ગત વર્ષે કેન્દ્રીય…
સ્ટાર સુશાંતસિંહ રાજપૂતની મોતને થયા બે વર્ષ આજના દિવસે જ સુશાંતનો મૃતદેહ મળ્યો હતો હજુપણ મૃત્યુની ગુથ્થી સુલજી નથી જૂન 14, 2020 આ એ દુ:ખદ તારીખ છે, જે દિવસે કંઈક એવું બન્યું કે જેના પર દરેક વ્યક્તિ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો અથવા એમ કહીએ કે કોઈ પણ તે વાત પર વિશ્વાસ કરવા માંગતા ન હતા. આ દિવસે એક હસતો હસતો, સિતારાઓની દુનિયાને ચાહતો યુવાન આ દુનિયાથી દૂર ચાલ્યો ગયો. દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આ દિવસે આ દુનિયાને અલવિદા કહી દીધું. આ દિવસે તેના તમામ ચાહકોને એવો આંચકો લાગ્યો હતો, જેમાંથી લોકો આજે પણ બહાર આવી શક્યા નથી.…
ડીસાના ખેંટવા ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું. આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા. ડીસાના ખેંટવા ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. ગત રવિવાર મોડી સાંજ બાદ ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા લાગ્યો હતો. અને બાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા ભેગી…
શું ભારતમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ? અનેક રાજ્યમાં માંગ કરતા ઓછું પેટ્રોલ આવતા વાહનોની લાઈન લાગી પેટ્રોલીયમ કંપનીઓને ખોટ થતા ડીલેવરી ઘટાડી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર છે. સોમવારે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી ગઈ હતી. શું આ તેલની અછતની અફવાઓને કારણે થઈ રહ્યું છે અથવા તે ખરેખર કટોકટી છે? તે હજુ સ્પષ્ટ નથી. સરકાર અને ઓઈલ કંપનીઓએ મૌન સેવ્યું છે.પેટ્રોલ પંપ એસોસિયેશનનું કહેવું છે કે તેલ કંપનીઓ માંગ પ્રમાણે સપ્લાય કરી રહી નથી. જેના કારણે અછત સર્જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંપ…
સપ્તાહના બીજા કારોબારી દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો સોનાનો ભાવ ઘટીને 50,477 રહ્યો જયારે ચાંદીનો 59,930 શેર માર્કેટની સાથે સોનાચાંદીના પણ ઘટાડો સપ્તાહના બીજા કારોબારી દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે આજે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવ કેટલા નીચે આવ્યા છે તે જાણવું ફાયદાકારક રહેશે. મંગળવારે, MCX પર સોનાની કિંમતમાં 0.37 ટકાનો ઘટાડો થયો અને તેની કિંમત ઘટીને 50,477 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ.સોનાના ભાવમાં ઘટાડા સાથે મંગળવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. તેની કિંમતમાં 0.63 ટકાનો ઘટાડો થયો છે. આ પછી ચાંદીની…
જામફળના પાન બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે. દરરોજ સવારે ખાલી પેટે લીંબડાના પાન ચાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે ધાણાના પાન વિવિધ પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે વજન વધારવું અને તેને ઘટાડવા માટેના તમામ પ્રકારના પ્રયાસો કરવા એ વર્તમાન સમયમાં એકદમ સામાન્ય બની ગયું છે. ભારતમાં વધુ વજનવાળા લોકોની સંખ્યા 40.3% થી વધુ છે. એક રિસર્ચમાં વધુ વજનની સમસ્યાને શરીરમાં વિવિધ રોગો માટે એક મુખ્ય જોખમ પરિબળ તરીકે વર્ણવવામાં આવે છે. ડાયાબિટીસથી લઈને હૃદયરોગ સુધી વજન વધવાની સમસ્યાને ખતરનાક માનવામાં આવે છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને બાળપણથી જ તેમના વજનને…
સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વડના ઝાડની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે દિવસમાં અનાજ અને જળનું દાન કરવું જોઈએ. આજ 14 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પર્વમાં તીર્થ સ્નાન, દાન અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઈ જાય છે.આ પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વડના ઝાડની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. એટલે જેઠ મહિનાની પૂનમને ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.જેઠ મહિનાની પૂનમ તિથિએ તીર્થ સ્નાન સાથે જ તર્પણ…
રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર મવડી સહીતના વિસ્તારમાં ભરાયા પાણી ભારે ગાજવીજ સાથે પોણાત્રણ ઇંચ વરસાદ રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરમીમાંથી રાહત મેળવવા ભૂલકાંઓ ઘરમાંથી બહાર નીકળી વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. શહેરના મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. રાજકોટ ઝોનવાઇઝ વરસાદની વાત કરીએ તો સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ, પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ…
12મા માળ પછી 13મા માળને બદલે 12A અથવા 12B નામ આપવામાં આવે છે લોકો હજારો વર્ષોથી 13માં માળથી ડરતા હતા આ માન્યતા પાછળ ”Friday The 13th’ સાથે પણ જોડવામાં આવ્યું છે. જો તમે આ ઈમારતોમાં ગયા હોવ તો તમે જોયું હશે કે 12મા માળ પછી 13મો માળ નહીં, પરંતુ 12મા પછી સીધો 14મો માળ હોય છે. આટલું જ નહીં જો તમે લિફ્ટમાં જોયું હશે તો પણ તેમાં 13મા માળનું બટન નથી હોતુ. બિલ્ડરો એ પણ જાણે છે કે લોકો 13 નંબરને અપશુકન માને છે, જેના કારણે તે ફ્લોર પર ફ્લેટ ખરીદવાની શક્યતા ઓછી થઈ જાય છે અને લોકોને આવી ઈમારતોમાં…

