What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વેકેશન બાદ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થયું શરૂ: વિદ્યાર્થીઓને તિલક કરીને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો
ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું . તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું છે ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું .વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું .કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન…
અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈની ડ્રગ્સમાં ધરપકડ બેંગલોરની એક હોટેલમાં પાર્ટીમાં પોલીસે કરી રેડ શ્રદ્ધાના ભાઈ સિદ્ધાંત સહિત 6 લોકોની ધરપકડ કરાઇ ડ્રગ્સ કેસમાં બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ બેંગ્લોરની એક હોટલમાં કેટલાક લોકો પાર્ટી કરી રહ્યા હતા. જેને લઈ પોલીસ રેડ કરી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિતના લોકોને ઝડપી પાડયા હતા. જે બાદમાં તમામનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવતા શ્રદ્ધાના ભાઈ સહિત અન્ય છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બૉલીવુડની દુનિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના પીઢ…
પંજાબના પૂર્વ સીએમ અને અકાલીદળના વડા પ્રકાશ સિંહ બાદલ હોસ્પિટલમાં દાખલ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના શ્વાસની તકલીફને લઇ હોસ્પિટલમાં કરાયા દાખલ આ વર્ષની શરૂઆતમાં અકાલી દળના આશ્રયદાતા અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ, જેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા, તેઓની તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને, અકાલી દળના વડા પ્રકાશ સિંહ બાદલના સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘શ્રી પ્રકાશ સિંહ બાદલ જીના…
33 કલાકારો સહિત સહયોગીઓનુ પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો આપી અભિવાદન 27 કલાક અને 27 મિનીટ સુધી 213 વખત 33 કલાકારોનાં સથવારે હનુમાન ચાલીસા પાઠનું પઠન કર્યું વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુકનો ખિતાબ મેળવી સંગીતની નગરીને સોનેરી મોરપીંછ પ્રદાન કર્યું છે. ઐતિહાસિક અને સંગીતની નગરી પાટણમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વે નિમિત્તે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર સાથે બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આયોજિત સતત 27 કલાક અને 27 મિનીટ સુધી 213 વખત 33 કલાકારોનાં સથવારે હનુમાન ચાલીસા પાઠનું પઠન કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુકનો ખિતાબ મેળવી સંગીતની નગરીને સોનેરી મોરપીંછ પ્રદાન કર્યું છે.નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને…
વૈશ્વિક બજારના નબળા સંકેતો બાદ સ્થાનિક શેરબજારમાં ઘટાડો શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ માર્કેટ ખરાબ રીતે તૂટ્યું હતું પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના તમામ 30 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા વૈશ્વિક બજારના નબળા સંકેતો બાદ આજે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 52,881 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 413 પોઈન્ટથી વધુ ઘટીને 15464.55ના સ્તરે ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના તમામ 30 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.બીજી તરફ વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ માર્કેટ ખરાબ રીતે…
• આજે જ સુધારો આ આદત • દરરોજ લો 8 કલાકની ઊંઘ • આ ભૂલ બની શકે છે જીવલેણ દિવસભરના થાક પછી જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે તેનો હેતુ આરામની સાથે સાથે કામના કારણે આપણે ગુમાવેલી બધી ઉર્જા પાછી લાવવાનો પણ હોય છે. મોટાભાગના આરોગ્ય નિષ્ણાતોના મતે હેલ્ધી એડલ્ટ વ્યક્તિ માટે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, પરંતુ દરેકના નસીબમાં પૂરતો આરામ નથી હોતો.ઓછી ઊંઘ લેવી જોખમી બની શકે છે આજના વ્યસ્ત જીવન અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો માત્ર 4 થી 5 કલાક જ શાંતિથી ઊંઘી શકતા હોય છે, જેના પછી તેઓ ઓફિસમાં થાકેલા દેખાય છે. સતત…
બુધને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે 23 દિવસનો સમય લાગે છે 25 એપ્રિલથી બુધ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 2 જુલાઇનાં રોજ તે તેની સ્વરાશિ અને પ્રિય રાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે 23 દિવસનો સમય લાગે છે. આ વખતે બુધ પૂરા 68 દિવસ બાદ તેની રાશિ બદલવા જઇ રહ્યો છે. 25 એપ્રિલથી બુધ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 2 જુલાઇનાં રોજ તે તેની સ્વરાશિ અને પ્રિય રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. જ્યાં તે 17 જુલાઇ સુધી વિરાજમાન રહેશે. ચાલો જાણીએ બુધની આ રાશિમાં ઉપસ્થિતિ કઇ કઇ રાશિને આપશે શુભ ફળ.…
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત ઉપર છે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે ઓસ્ટીને કહ્યું, ચીન દક્ષિણ ચીન સાગરમાં આક્રમક અને ગેરકાયદેસર અભિગમ અપનાવી રહ્યું છે ચીનના આક્રમક વલણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત ઉપર છે. જોકે ઘણા દેશો માને છે કે, એશિયામાં માત્ર ભારત જ શક્તિનું સંતુલન સ્થાપિત કરી શકે છે. અમેરિકા માને છે કે, ભારતની વધતી જતી સૈન્ય ક્ષમતા અને તકનીકી ક્ષમતા આ ક્ષેત્રમાં સ્થિરતા લાવી શકે છે. કાર્યક્રમ દરમ્યાન તેમણે મુખ્યત્વે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને ગેરકાયદેસર…
વોટ્સએપ લાવી રહ્યું છે નવા ફીચર્સ વોટ્સએપ ગ્રુપમાં હવે 512 લોકોને કરી શકશો એડ નવું અપડેટ ઘણા ફોનમાં કાર્યરત પણ થઇ ગયું આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મોડિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે વોટ્સએપ, ગુગલ જેવી કંપનીઓ પોતાના ગ્રાહકોને વિવિધ સુવિધાઓ આપી રહ્યા છે. ત્યારે વોટ્સએપે એક નવા ફીચરને લઈને અપડેટ્સ રિલીઝ કરવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર, નવા અપડેટ સાથે યુઝર્સને વોટ્સએપ ગ્રુપમાં 512 લોકોને એડ કરવાનો વિકલ્પ મળવા લાગ્યો છે. મેટાએ ગયા મહિને આ ફીચરની જાહેરાત કરી હતી. નવા અપડેટ સાથે, ગ્રુપમાં 512 લોકોને ઉમેરવા ઉપરાંત, 2GB સુધીની ફાઇલો શેર કરવા માટે એક અપડેટ પણ પ્રાપ્ત…
સાળંગપુરના કષ્ટભંજન દાદાનો આજે પોલીસના બેનરોથી ભવ્ય શણગાર કરાયો દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો ભીમ અગિયારસના પાવન દિન નિમિત્તે દાદાનો વિશેષ શણગાર બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી ના મંદિરમાં આજે ભીમ અગિયારસ અને શનિવાર નિમિત્તે દાદાને ભવ્ય શણગાર કરાયો છે. દાદાના સિંહાસનનો વિવિધ ફૂલથી તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે પોલીસના બેનરોએ પણ દાદાના શણગારની શોભા વધારી છે. ગુજરાત પાલીસ અને બોટાદ પોલીસના બેનર લગાવવામાં આવ્યા છે. આજના પવિત્ર ભીમ અગિયારસના દિન નિમિત્તે કષ્ટભંજન દેવને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આજે ભીમ અગિયારસ હોવાથી દાદાના દરબારમાં…

