What's Hot
- Internet અને WiFi વિના મોબાઇલ પર ચાલશે લાઇવ ટીવી, સસ્તા ફોનમાં Direct to Mobile સુવિધા ઉપલબ્ધ થશે
- Jio એ 365 દિવસ માટે બનાવ્યો સસ્તો જુગાડ, કરોડો યુઝર્સના ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ
- 24 વર્ષના યુવા ખેલાડીએ IPLમાં રચ્યો ઈતિહાસ, આ લિસ્ટમાં નંબર 1 ખેલાડી બન્યો
- BCCIએ શ્રેયસ અય્યરને ફટકાર્યો દંડ, CSK સામેની મેચમાં કરી આ મોટી ભૂલ
- મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો આંચકો, આ મેચ વિનિંગ પ્લેયર થયો આઉટ, રિપ્લેસમેન્ટની જાહેરાત
- ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2 દિવસમાં 4000 કાચા-પાકા મકાનો તોડી પડાયા, કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો
- રાજકોટમાં થઇ મોટી કાર્યવાહી, 20 હજાર જેટલી વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર દોડ્યું
- ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું, 23 મે સુધી ‘NOTAM’ જારી
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગ્રીષ્માની અંતિમયાત્રામાં માનવમેદની ઊમટી માતા-પિતાનું હૈયાફાટ રુદન, સુરત ગમગીન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DCB, PCB સહિતનો સ્ટાફ ગોઠવાયો સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને…
ભારતે ફરી એકવાર ચીની એપ પર બેન માર્યું 54 ચીની એપ ભારતે બેન કરી યુઝર્સની પ્રાઇવસી માટે જોખમી હતી ચીન પર ભારતે ફરી એકવાર મોટી સાઇબર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી 54 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એમાં બ્યૂટી કેમેરા અને સ્વીટ સેલ્ફી HD જેવી પોપ્યુલર એપ પણ સામેલ છે. બેન કરવામાં આવેલી એપ્સના લિસ્ટમાં સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર એન્ડ બાસ બૂસ્ટર, સેલ્ફફોર્સ એન્ટ માટે કેમ કાર્ડ, આઈસોલેન્ડ 2: એશેજ ઓફ ટાઈમ લાઈટ, વાઈવા વીડિયો એડિટર, ટેનસેન્ટ એક્સરિવર, ઓનમોજી ચેસ, ઓનમોજી એરિના, એપ લોક અને ડ્યુઅલ સ્પેસ લાઈટ સામેલ છે. સૂત્રોના જણાવ્યા…
સૂકી દ્રાક્ષનું સેવનના ફાયદા અને ગેરફાયદા બંને છે સૂકી દ્રાક્ષનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ આંખો માટે સારી છે સૂકી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો શિયાળામાં સૂકી દ્રાક્ષ ખાય છે. કારણ કે તેનો પ્રભાવ ગરમ હોય છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ઉનાળામાં પણ ખાઈ શકો છો. પરંતુ આ માટે તમારે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી રાખવી જોઈએ અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આજે અમે તમને પલાળેલી સૂકી દ્રાક્ષ ના ફાયદા અને વધુ ખાવાના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ.…
સ્માર્ટ ફોનના વપરાશ પહેલા બ્રાઇટનેશનું સેટિંગ કરો દરેક પ્રવૃતિઓ વખત અલગ અલગ પ્રકાશ રાખો બ્રાઈટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો થઈ શકે છે આંખોને નુકસાન સ્માર્ટફોનનો ઘણો ઉપયોગ થવા લાગ્યો છે. તમને દરેક વ્યક્તિ મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળશે. સ્માર્ટફોનએ લોકો માટે સમય પસાર કરવાનો એક માર્ગ બની ગયો છે, પરંતુ વધુ મોબાઇલ સ્ક્રીન જોવી તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ સ્ક્રીન પરની ડીસપ્લેના પ્રકાશના કારણે છે. ફોનની ઊંચી બ્રાઇટનેસ તમારી આંખોને અસર કરે છે. તેથી જરૂરિયાત અને બેકગ્રાઉન્ડ પ્રમાણે બ્રાઈટનેસ એડજસ્ટ કરતા રહો. જો તમે આઉટડોરમાં ફોનનો ઉપયોગ કરો છો તો તમારે તમારા ફોનમાં સંપૂર્ણ બ્રાઈટનેસ…
સપ્તાહની શરૂઆત માજ શેરબજારમાં કડાકો રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે આજે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો. કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. આજના…
અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ટ્રિબ્યુટ એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં ચેન્નઈ સુપર કિંગ્સે સુરેશ રૈનાને ખાસ અંદાજમાં ટ્રિબ્યુટ આપ્યું આઈપીએલના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાને આઈપીએલ 2022ની હરાજીમાં એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો ન હતો. આમ તે આ મેગા હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. આવુ પહેલીવાર બન્યું જ્યારે સુરેશ રૈનાને એક પણ ટીમે ખરીદ્યો નહીં. અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે સુરેશ રૈનાને ખાસ ટ્રિબ્યુટ આપ્યું હતું. સુરેશ રૈનાની બેઝ પ્રાઈઝ આઈપીએલ ઓક્શનમાં 2 કરોડની હતી. જોકે 10માંથી એક પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં. ત્યાર…
યુપી વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ઉત્તરાખંડ અને ગોવામાં પણ આજે મતદાન ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે બીજો તબક્કો છે. 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. 586 ઉમેદવારો મેદાનમાં છે. આજે 2 કરોડ લોકો મતદાન કરશે.આઝમ ખાન, તેના પુત્ર અબ્દુલ્લા આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના મેદાનમાં છે. બીજા તબક્કામાં જાટ, મુસ્લિમ અને ખેડૂત મતદારો મોટા પ્રમાણે છે. 2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સપાએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી. આ વખતે મોદી અહીંની રેલીમાં હાજર રહ્યા હતા. અખિલેશ યાદવ ઉન્નની લાલ પોટલી લઈને ફરી…
વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવ્યા ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી કોલકાતા-દિલ્હીમાં બંધક 15 ગુજરાતીઓને છોડાવ્યા ગાંધીનગર પોલીસ દ્વારા કબૂતરબાજ અને ખંડણીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી કોલકાતા-દિલ્હીમાં 15 પેસેન્જરને ગોંધી રાખી બંદૂકની અણીએ કેનેડા પહોંચી ગયાનો ફોન કરાવી સાત લોકો પાસેથી 3 કરોડ 5 લાખ 74 હજારની ખંડણી ઉઘરાવનારા કબૂતરબાજ ગેંગનો પર્દાફાશ કરીને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ બંધકોનો હેમખેમ છુટકારો કરાવ્યો છે. ગાંધીનગર કલોલનાં દંપતીને અમેરિકા મોકલવાની લાલચ આપી દિલ્હી લઈ જઈ 10 લાખની ઉઘરાણી અને ફાયરિંગની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. એવામાં ગાંધીનગર લોકલ ક્રાઇમ દ્વારા કબૂતર બાજના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરી…
અણ્ણા હજારેએ અનશન કર્યું રદ્દ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવી અનસન કર્યું રદ્દ મને હવે આ રાજ્યમાં જીવવા જેવું લાગતું નથી: અણ્ણા હજારે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાળેગણસિદ્ધિ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવતાં સોમવારથી શરૂ થનારા પોતાના અનશનને રદ કરી નાખ્યા છે અને હવે અણ્ણા અનશન પર નહીં બેસે, પરંતુ આ પહેલાં તેમણે એક વાક્ય એવું કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકશાહી નહીં, હુકમશાહી ચાલે છે અને અહીં હવે જીવવાની કોઈ ઈચ્છા જ રહી નથી એવો સંદેશો તમારા મુખ્ય પ્રધાન સુધી પહોંચાડી દેજો. જેને કારણે રાજ્યની સરકારને નીચાજોણું થાય એવી શક્યતા છે. રવિવારે રાળેગણસિદ્ધિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ…
એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર સીબીઆઇમાં ફરિયાદ એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે ઠગાઈની ફરિયાદ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશનએ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે. CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં…