What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. ગુજરાતમાં આવ્યાં વિદેશી પ્રાણી દક્ષિણ આફ્રિકાના મોરેક્કોથી પ્રાણી લવાયા જામનગર મોકલાશે પ્રાણી જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે. પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. મોડી રાત્રે આ તમામ પ્રાણીઓને રશિયન કાર્ગો વિમાન મારફતે લાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની…
જૂનાગઢની કલેક્ટર ઓફિસ ખાતે હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે, જે દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી છે સુખદુખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો સમય એવો આવ્યો છે કે, આજકાલ માણસને બધુ મળી જાય છે, પણ વાત કરવા માટે માણસ મળતો નથી. સંયુક્ત પરિવારોમાં આ સમસ્યા ક્યારેય આવતી ન હતી, પરંતુ જ્યારથી પરિવારો અલગ થવા લાગ્યા છે અને લોકો નાનુ કુટુંબ સુખી કુટુંબ અપનાવવા લાગ્યા છે ત્યારથી ઘરમાંથી માણસો ગાયબ થવા લાગ્યા છે. માતાપિતા નોકરી પર અને સંતાનો શાળા તથા કોલેજ બાદ મોબાઈલમાં ખોવાયેલા રહે છે. આવામાં એકબીજા સાથે વાતચીતનો વહેવાર બંધ થઈ ગયો છે. આવામાં પરિવારના વૃદ્ધો…
આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. Vedantuએ પણ બે વખત હજારો લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે Netflixએ પણ લગભગ 150 કર્મચારીઓ અને ડઝનભર કોન્ટ્રાક્ટર્સની છટણી કરી દીધી દુનિયાભરમાં મોંઘવારી પોતાના ચરમ પર છે. ત્યાં જ દેશનો ઈકોનોમિક ગ્રોથ પણ સતત કમજોર પડી રહ્યો છે. એવામાં ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે આવનાર સમયમાં આર્થિક મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે એક બાદ એક કંપની લોકોને નોકરીમાંથી નિકાળી રહી છે. તો શું તેને આર્થિક મંદીની આહટ માનવી જોઈએ? Cars24એ કરી 600 લોકોની છટણી Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 એમ્પ્લોઈઝને નોકરીમાંથી કાઢ્યા છે. જોકે આ વિશે કંપનીનું કહેવું છે…
ફળ ખાવુ આરોગ્ય માટે ફાયદાકારક છે શું રાત્રે ફળ ખાવુ સ્વાસ્થ્ય માટે લાભકારક છે? રાત્રે સમજી વિચારીને ફળનુ સેવન કરવુ જોઈએ કેટલાંક લોકો મહિના સુધી માત્ર ફ્રૂટ ડાયટ પર રહે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ તમારે રાત્રે સમજી વિચારીને ફળનુ સેવન કરવુ જોઈએ. આવો જાણીએ રાત્રે ફળ ખાતી વખતે તમારે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ. રાત્રે ફળનુ સેવન કરતી વખતે આ બાબતોનુ ધ્યાન રાખો શુગર અથવા થાઈરોડના દર્દીઓએ રાત્રે મીઠા ફળ ના ખાવા જોઈએ. જો તમે રાત્રે તરબૂચ અથવા કોઈ અન્ય પાણીવાળુ ફળ ખાવો છો તો ત્યારબાદ પાણી પીવાથી બચો. રાત્રે ફળ ખાતા પહેલા અને બાદમાં…
દક્ષિણ દિશામાં રહેલો અગસ્ત્ય તારો થશે અસ્ત સૂર્ય અને અગસ્ત્ય તારાના કિરણો પૃથ્વીના દક્ષિણ ભાગમાં પડે છે. અગસ્ત્ય તારો મે મહિના સુધી ઉદય રહે છે. બુધવાર, 25 મેના રોજ સાંજે લગભગ 6 કલાકે અગસ્ત્ય તારો અસ્ત થઈ જશે. દક્ષિણ દિશામાં એક સૌથી ચમકદાર તારો જોવા મળે છે, જેને અગસ્ત્ય તારો (Canopus) કહેવામાં આવે છે. આ તારો જાન્યુઆરીથી એપ્રિલ સુધી દક્ષિણ દિશામાં સરળતાથી જોઈ શકાય છે. આ સમયગાળા દરમિયાન તેની આસપાસ કોઈ અન્ય ચમકીલો તારો હોતો નથી. ભારતના દક્ષિણ ક્ષિતિજ ઉપર જોવા મળતો આ તારો અન્ટાર્કટિકામાં માથા ઉપર જોવા મળે છે. આ તારો પૃથ્વીથી લગભગ 180 પ્રકાશ વર્ષ દૂર છે. એક…
જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર ખલાસીનું મોત “માઢવાડ કૃપા” નામની બોટમાં ખલાસીનું મોત નીપજયું ખલાસીને લોખંડનો બોથડ પદાર્થ માથાના ભાગે વાગતા નીપજ્યું મોત અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં 50 નોટીકલ માઈલ દૂર”માઢવાડ કૃપા” નામની બોટમાં ખલાસીને લોખંડનો બોથડ પદાર્થ માથાના ભાગે વાગી જતા મોત નીપજયુ હતું. અમરેલીના જાફરાબાદના ખલાસી જગદીશભાઈ મંગાભાઈ બારૈયા નામના યુવાનને લોખંડ નો પદાર્થ માથાના ભાગે વાગી જવાથી ખુબજ ગંભીર હાલતમાં છે તેવા સમાચાર બોટ માલિક દ્વારા પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી ને જાણ કરવામાં આવેલ હતી. પ્રમુખ શ્રી દ્વારા ” કોસ્ટગાર્ડ” તેમજ પીપાવાવ મરીન પોલીસ ને જાણ કરવામાં આવેલ, દરિયામાં લો ટાઈટ ને કારણે કોસ્ટગાર્ડની શીપ દરિયામાં…
Electric Vehicles ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. દિલ્હી ભારતનું પહેલું રાજ્ય છે જ્યાં ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વસૂલવામાં આવતો નથી હવે ઇલેક્ટ્રિક વાહન ખરીદવું તમારા માટે ખોટનો સોદો સાબિત નહીં થશે. Electric Vehicles ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સતત નવા પ્રયાસો કરી રહી છે. લેટેસ્ટ માહિતી મુજબ દિલ્હીમાં સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખુલવા જઈ રહ્યું છે. એટલું જ નહીં આ સ્ટેશન પર વાહન ચાર્જ કરવા માટે તમારે માત્ર 2 રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને પોતે તેની જાહેરાત કરી છે. તેથી હવે…
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલા બારણેથી રવાના કોંગ્રેસ સાથેની બેઠકને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલા બારણેથી રવાના. આજરોજ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાનાર છે. તે પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સાથે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજાતા અનેક તર્કવિતર્ક ઉઠયા છે. અને નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. જો કે હંમેશની માફક કોંગ્રેસનાં નેતાઓએ પણ આ એક ઔપચારિક મુલાકાત હોવાનું રટણ કર્યું હતું. જ્યારે નરેશ…
યાત્રાધામ પાવાગઢ મંદિર પર સોનાના કળશ સ્થપાયા શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશ સ્થાપિત કરાયા કળશ અને ધ્વજદંડ સોનાનો ઢોળ ચઢાવેલો સ્થાપિત કરતાં ભક્તોમાં ખુશી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ભવ્ય વેભવી મંદિર શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશ સ્થાપિત કરાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોના લાભાર્થે માતાજીના પૌરાણિક મંદિરને પૂર્ણ નિર્માણ કરી અતિભવ્ય વૈભવી તમામ સુવિધાભર વિશાળ મંદિર બનાવવાની કામગીરી હવે આખરી તબક્કામાં છે જેમાં આગામી દિવસોમાં મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે ત્યારે માતાજીના મંદિરને વધુ શુભોસિત અને ભવ્ય બનાવવા ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિર…
નેચરલ બ્યુટી અને મંદિરોથી ભરપુર છે નેપાળ મઠ, મંદિરો અને આધ્યાત્મિકતાને માટે જાણીતી છે પશુપતિનાથ મંદિર પણ ખાસ સ્થાનો માંથી એક છે નેપાળ ખૂબ જ સુંદર દેશ છે. આ સ્થળની સુંદરતા વિશે સાંભળીને લોકો દર વર્ષે પોતાની હાજરીનો અહેસાસ કરાવવા અહીં આવે છે. નેપાળમાં, તમને પર્વતોથી લઈને ઇમારતો સુધી બધું જોવા મળશે. નેપાળ વિશ્વનો એક ખૂબ જ સુંદર દેશ છે, જેને ‘દુનિયાની છત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળ હરિયાળીથી ઘેરાયેલું છે, જેના કારણે અહીં પ્રવાસીઓ આવે છે.ઘણા પ્રકારના લોકો નેપાળની મુલાકાતે આવે છે, જેમ કે કોઈને મોટા પહાડોનો નજારો જોવાનો હોય છે, પછી કોઈને હિમાલયમાં ચડવું કે ટ્રેકિંગ હોય…

