Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ડાયાબિટીસથી આજકાલ ઘણા લોકો પરેશાન એલોપેથિક સારવાર સાથે ઘરેલું ઉપચાર અપનાવો તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ અને કારેલાનો રસ ઉમેરો આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસથી ઝઝૂમી રહ્યા છે. જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. એલોપેથિક સારવાર સાથે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરી શકો છો. આવી સ્થિતિમાં તમારા આહારનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરી શકો છો જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યા પ્રકારનો આહાર લેવો તે અંગે મૂંઝવણમાં રહે છે. તમે તમારા આહારમાં મેથીના દાણા, આમળાનો રસ…

Read More

IT પાર્ક બનાવવા કેન્દ્રને માંગ કરવામાં આવી સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને IT પાર્કનો લાભ મળશે કાપડ, હીરા, શિક્ષણ અને બાંધકામને પણ ફાયદો થશે રાજ્ય સરકારે જાહેર કરેલી નવી આઈટી પોલીસીનો લાભ સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને મળવાનો છે. તેના થકી સુરતમાં વિદેશથી આયાત થતાં હીરા અને કાપડના મશીનના સોફ્ટવેર માટે રિસર્ચ કરીને તેને ડેવલોપ કરવાની પણ તકે મળશે તેવો મત સ્થાનિક આઈટી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત આઈટી પોલીસી થકી કાપડ ઉપરાંત શિક્ષણ અને બાંધકામ ઉદ્યોગમાં કરવામાં આવતા સંશોધનને પણ સારી એવી તક મળવાની શકયતા રહેલી છે. સુરતમાં ઝડપથી વિકસીત થઈ રહેલા આઈટી સેક્ટરમાં…

Read More

ભારતે વેસ્ટ ઇન્ડિઝને  238નો ટાર્ગેટ આપ્યો બીજી વનડેમાં સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી કેએલ રાહુલે 49 રનનું યોગદાન આપ્યું વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન માત્ર 237 રનનો સ્કોર કરી શક્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ બોલિંગ માટે યોગ્ય પીચ પર સારી બોલિંગ કરી અને વિરાટ કોહલી  અને રોહિત શર્મા વા બેટ્સમેનોને શાંત રાખ્યા. જોકે, મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે સારી બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને લડાયક સ્કોર સુધી લઈ ગયા. દીપક હુડ્ડાએ પણ છેલ્લી ઓવરમાં સારું યોગદાન આપ્યું હતું અને તેના બેટથી 25 બોલમાં 29 રન થયા હતા. કેએલ રાહુલે 49 રનની ઇનિંગ રમી…

Read More

રાજ્યના લોકોને બે ઋતુનો અનુભવ થશે બપોરે ગરમી અને સાંજે ઠંડી પડશે હજુ 24 કલાક ઠંડીનો થશે આનુભાવ ગુજરાતમાં હાલ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને મોડી સાંજથી ઠંડી હોય છે જ્યારે બપોરે ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતીકાલથી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે ગરમીમાં વધારો નોંધાશે. સાથે જ માવઠાની હાલમાં કોઇ સંભાવના ન હોવાનું પણ વ્યક્ત કર્યુ છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા થોડા…

Read More

છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટનું અપહરણ 13 ફિશિંગ બોટ અને 78 માછીમારોનું પાકિસ્તાને અપહરણ કર્યું  બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા પાકિસ્તાન મરીન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. અરબ સાગરમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત જ છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય જળસીમામાંથી 10 બોટ અને 60 માછીમારોના અપહરણ કર્યા છે. અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા જણાઈ રહી છે.  પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે. એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય…

Read More

આ રાજ્યમાં સત્તા માટે ભાજપ-કોંગ્રેસ સાથે મળશે રાજ્યમાં ભેગા મળીને સરકાર ચલાવશે મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડશે રાજકારણમાં દોસ્તી કે દુશ્મની કાયમી હોતી નથી. ભારતમાં પ્રાદેશિક પક્ષો કેટલાક રાજયોમાં સરકાર ચલાવે છે પરંતુ દેશનું રાજકારણ ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય રાજકિય પક્ષોની વિચારધારામાં જોડાયેલું છે. ભાજપ અને કોંગ્રેસ એક પ્રજાની કટ્ટર રાજકિય પ્રતિસ્પર્ધી છે પરંતુ પૂર્વોત્તર રાજય મેઘાલયમાં કોંગ્રેસ-ભાજપા અને તેઓ જેમાં જોડાયા છે એ ગઠબંધન ભેગા મળીને સરકાર ચલાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે. મેઘાલયમાં કોંગ્રેસના એમ્પીયરન લિંગદોહના નેતૃત્વમાં પાંચ ધારાસભ્યો મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતૃત્વમાં ચાલતા ગઠબંધનમાં જોડાયા છે. આ ગઢબંધનમાં ભાજપ…

Read More

અન્ના હજારે ફરી ઉતરશે હડતાળ પર મહારાષ્ટ્ર સરકાર સામે કરશે હડતાળ 4 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને વોક ઈન સ્ટોરમાં દારૂ વેચવાની મંજૂરી આપ્યા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે નારાજ થઈ ગયા છે. તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારની નવી આબકારી નીતિ પાછી નહીં લેતા અન્ના હજારે સીએમ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે. તેમણે કહ્યું છે કે, મેં તેમને આ પત્ર આબકારી નીતિ પર ફરીથી વિચાર કરવા માટે લખ્યો છે. જો તેઓ નહીં માને તો 14 ફેબ્રુઆરીથી હું ભૂખ હડતાળ પર બેસીશ. અન્નાએ એવું પણ…

Read More

આટલી રાશિની છોકરીઓના પ્રેમમાં છોકરાઓ જલદી પડે છે દરેક રાશિના લોકોમાં ગુણ અને ખામી હોય છે એવા ગુણો છે જે છોકરાઓને તેમના દીવાના બનાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક રાશિના લોકોમાં ગુણ અને ખામી હોય છે. રાશિચક્રના આધારે આપણે કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ અને જીવન વિશે ઘણું જાણી શકીએ છીએ. અહીં આજે અમે કેટલીક એવી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની સાથે જોડાયેલી છોકરીઓ જોવામાં અત્યંત આકર્ષક હોય છે. છોકરાઓ તરત જ તેમની પાછળ લટ્ટુ થઇ જાય છે. તેઓના કેટલાક એવા ગુણો છે જે છોકરાઓને તેમના દીવાના બનાવે છે. જાણો આ રાશિની છોકરીઓ વિશે કેટલીક ખાસ વાતો. વૃષભ: આ રાશિની…

Read More

આંબળાથી ઇમ્યુનિટીમાં થાય છે વધારો સુકા આમળા સ્વાસ્થ્યને મળે છે ઘણા ફાયદા પેટના દુખાવા. ઉલટી, જેવી બીમારીમાં આપે છે રાહત આંમળાનો ઉપયોગ ત્વચા અને વાળ માટે ખુબ ફાયદાકારક છે. આમળમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે ઉપરાંત વિટામિન બી-5, વિટામિન બી-6, પોટેશિયમ અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. ખાસ વાત એ છે કે આના એન્ટી ઓક્સિડેંન્ટ ઇમ્યુનિટી વધારવામાં કારગર હોય છે.આમળા એવુ સુપર ફુડ છે જેના ઉપયોગથી અનેક બીમારી ટાળી શકાય છે. આમળાને પાઉડર, અથાણાં અને જ્યુસના રૂપમાં કાચા ખાઈ શકાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ શિયાળાનું મોસમી ફળ છે, જેનું સેવન કરવાથી તમે મોસમી…

Read More

ગુજરાતમાં સેકન્ડહેન્ડ કારનું માર્કેટ બમણું વધ્યું વાર્ષિક 7500 કરોડથી વધુ વેચાણ મહામારી બાદ વેચાણમાં 50 ટકાથી વધુ ગ્રોથ ઘરનું ઘર જ નહીં, આંગણે ગાડી હોવી એ હવે સામાન્ય બાબત બની ગઇ છે. કોરોના મહામારીના કારણે ગાડી લક્ઝરી પ્રોડક્ટના બદલે જીવન જરૂરી બની ચૂકી છે. મહામારી બાદ ટોચના સેક્ટરમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ છેલ્લા એકાદ વર્ષથી ટોપ ગિયરમાં રહ્યો છે. માત્ર નવી કારમાં જ નહીં સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં બમણી વૃદ્ધિ નોંધાઇ છે. ગુજરાતમાં દર મહિને સરેરાશ 2400-2500 સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થઇ રહ્યું છે. સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ વાર્ષિક ધોરણે 7500 કરોડથી વધુ પહોંચ્યું છે. સેકન્ડ હેન્ડ કારમાં પ્રીમિયમ કારના વેચાણમાં…

Read More