Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

Black Panther Wakanda Forever’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે રાયન કુગલર આ સુપરહીરો ફિલ્મના લેખક-દિગ્દર્શક છે ફિલ્મનું ટીઝર ઘણી ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે જેમની હોલીવુડના લોકો રાહ જોઈ રહ્યા હતા તેમનું ટીઝર આવી ચુક્યું છે. ‘Black Panther Wakanda Forever’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. માર્વેલ કોમિક્સના પાત્ર બ્લેક પેન્થર પર આધારિત આ એક અમેરિકન સુપરહીરો ફિલ્મ છે. આ મુવી 11 નવેમ્બર, 2022 ના રોજ થિયેટરોમાં આવશે. ફિલ્મનું ટીઝર ઘણી ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆતમાં દરિયાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. એન્જેલા બેસેટ બેસન્ટ સમુદ્રની પ્રશંસા કરતી જોવા મળે છે.…

Read More

કોવિડ 19ના નવા કેસોમાં વધારો થવા છતાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. વાયરસના કારણે 57 લોકોના મોત પણ થયા છે નવા કેસોમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે દેશભરમાં કોરોના વાયરસના 18313 નવા કેસ આવ્યા બાદ કોવિડ 19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 કરોડ 39 લાખ 564 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લાખ 26 હજાર 167 લોકોના મોત થઈ ચુક્યા છે અને 4 કરોડ 32 લાખ 67 હજાર 571 લોકો આ વાયરસને માત આપી છે. કોવિડ 19ના નવા કેસોમાં વધારો થવા છતાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20742 લોકો સાજા થયા…

Read More

ત્વચા અને વાળના નિષ્ણાતોએ પોતાની પસંદગી સિલ્કનાં ઓશીકાનાં કવર વાપરવા પર ઢાળી છે સિલ્કના પિલો કેસ ત્વચાની નૅચરલ સ્કિન કૅર કરવામાં મદદ કરે છે સિલ્ક ફૅબ્રિક સૉફ્ટ હોય છે. એ વાળને મોઇસ્ટ રાખે છે અને વાળને સૂકા નથી થવા દેતા મોટા ભાગે આપણે બેડશીટ કે પિલો કવર પસંદ કરવાની વાત આવે એટલે સૉફ્ટ કૉટનની જ પસંદગી કરતા હોઈએ છીએ, પણ છેલ્લા કેટલાક સમયથી ત્વચા અને વાળના નિષ્ણાતોએ પોતાની પસંદગી સિલ્કનાં ઓશીકાનાં કવર વાપરવા પર ઢાળી છે. ત્વચા અને વાળની કૅર કરવા માટે, ઘર્ષણને લીધે થતા ડૅમેજને ટાળવા માટે કૉટનની સરખામણીમાં સિલ્કની પસંદગી કરવાની સલાહ અનેક બ્યુટી બ્લૉગર્સ અને સ્ટાઇલિસ્ટ પણ…

Read More

સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે સેમિકન્ડક્ટર પોલિસી દેશમાં મેન્યુફેક્ચરિંગ બેઝને મજબૂત બનાવશે સેમિકન્ડક્ટર્સને અબજો ઉત્પાદનોનું હૃદય માનવામાં આવે છે ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડકટર નિતી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર થતા જ ડિસપ્લે ઉપકરણ માટે સહાય નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે. આ અંગે જાહેરાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારની ઇન્ડિયા સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે…

Read More

બુધનું ત્રીજીવાર થશે રાશિ પરિવર્તન સિંહ રાશિમાં કરશે ગોચર 31 જુલાઇએ ગોચર કરતા આ રાશિને ફાયદો ગ્રહોના રાજકુમાર ગણાતો બુધ જુલાઇ માસમાં 3 વખત રાશિ પરિવર્તન કરવાના છે તેમાંથી તેઓ બે વખત તો રાશિ બદલી ચૂક્યા છે ત્યારે હવે 31 જુલાઇના રોજ તેઓ સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં બુધનું સંક્રમણ તમામ 12 રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોને બુધના સંક્રમણ દરમિયાન અપાર સફળતા મળી શકે છે, જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ બુધના પરિવર્તનથી કઈ રાશિ પર થશે અસર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોને બુધના ગોચર દરમિયાન પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. આ…

Read More

ફ્રાન્સમાં એક દિવસમાં મંકિપોક્સના 1700 કેસ સામે આવ્યાં ગે લોકોને મંકિપોક્સનો સૌથી વધારે ખતરો છે સરકાર રસીકરણ કેવી રીતે વધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ફ્રાન્સમાં મંકિપોક્સનો મોટો વિસ્ફોટ થયો છે. ફ્રાન્સમાં એક દિવસમાં મંકિપોક્સના 1700 કેસ સામે આવ્યાં છે. ફ્રાન્સના હેલ્થ મિનિસ્ટર ફ્રાન્સિસ બ્રાઉને 1700 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે લોકોને અપીલ કરી કે જો કોઈ વ્યક્તિમાં મંકિપોક્સના લક્ષણો જોવા મળે તો તેમણે જલદીથી તપાસ કરાવી લેવી જોઈએ અને આવા લોકોએ વહેલી તકે પોતાની જાતને આઈસોલેટ કરી દેવી જોઈએ. હેલ્થ મિનિસ્ટરે સ્વીકાર્યું કે દેશમાં મંકીપોક્સનું પ્રમાણ વધ્યું છે, પરંતુ સામાન્ય લોકોએ આનાથી પરેશાન થવાની…

Read More

રોજીદ ગામે ઝેરી કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે લઠ્ઠાકાંડને લઇ બરવાળામાં તપાસનો ધમાટ બરવાળામાં SRPની ટૂકડી તૈનાત કરવામાં આવી બરવાળા લઠ્ઠાકાંડમાં મંગળવાર સાંજે 7 વાગ્યા સુધીમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગુજરાતના મોટા અધિકારીઑ તપાસમાં જોતરાયા છે. કાર્યવાહીનો ધમધમાટ વચ્ચે ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો નોંધાયો છે જેમાંથી 7 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.રાણપુરમાં 11 સામે ગુનો દાખલ, 6 શખ્સો ઝડપાયા, ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ, તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આવતીકાલે આરોપીઓને અલગ અલગ કોર્ટમાં રજૂ…

Read More

ઈન્ડીયન નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી આપી છે ઓટોનોમસ સર્વેલન્સ અને આર્મ્ડ ડ્રોન સ્વાર્મ્સ ખરીદવાની મંજૂરી આપી ત્રણેય સેના માટે બુલેટપ્રૂફ જેકેટ, આર્મ્ડ સ્વાર્મ ડ્રોન, કાર્બાઈન્સ સહિતના હથિયારો ખરીદવામાં આવશે પોતાના પ્રાણના ભોગે સરહદની રક્ષા કરતા દેશના જવાનો વધારે સુરક્ષિત બને તે માટે સરકારે તેમને માટે નવા હથિયારો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કેટલાક એવા હથિયારો છે કે જેનાથી દુશ્મનો નજર ઉઠાવીને પણ જોઈ નહીં શકે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી ડિફેન્સ એક્વીઝેશન કાઉન્સિલની બેઠકમાં ભારતની ત્રણેય પાંખ માટે 28,732 કરોડના ખર્ચે શસ્ત્ર ખરીદીની મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતાવાળી કાઉન્સિલે ઈન્ડીયન નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ…

Read More

ભારતીય બજારમાં Kiaની પ્રથમ EV છે જે સ્ટાઇલિશ, પ્રીમિયમ ક્રોસઓવર છે Jaguar I-Pace ને મૂળભૂત 90kWh બેટરી પેક મળે છે Porsche Taycanની કિંમત 1.13 કરોડ રૂપિયા છે આજે અમે તમને તે ઇલેક્ટ્રિક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પાવરફુલ બેટરી સાથે હાઈ સ્પીડ મેળવે છે. આ ઇલેક્ટ્રિક કાર્સમાં 590 કિમી સુધીની રેન્જ મળે છે. જો કે, પ્રીમિયમ કાર હોવાને કારણે, તેની કિંમતો ઘણી વધારે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને આ ઇલેક્ટ્રિક કારની રેન્જ, પ્રદર્શન અને કિંમતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો એક નજર કરીએ… Kia EV6 કિંમતની વાત કરીએ તો Kia EV6ની કિંમત 59.50 લાખ રૂપિયા-64.59…

Read More

ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે 5 લાખ કે તેથી વધુ રકમના ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનશે બેન્ક અને એટીએમ સંબંધી નિયમોમાં થશે ફેરફાર સોમવારથી ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટના આગમન સાથે બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ઘણા નિયમો અને બેંક-એટીએમ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારને કારણે તમને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે અને તમારા ખિસ્સા પર સીધી અસર થઈ શકે છે. તહેવારો અને રજાઓના કારણે ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો આ મહિનામાં યોજાય છે.…

Read More