Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પનીર ભુર્જી સાથે સેન્ડવિચ પણ બનાવી શકો છો બાળકોના ટિફિનમાં પેક કરીને પણ આપી શકો છો પનીર ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે પનીર ભુર્જી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. તમે પનીર ભુર્જી સાથે સેન્ડવિચ પણ બનાવી શકો છો. તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે. તમે તેને નાસ્તામાં બનાવી શકો છો. તમે તેને બાળકોના ટિફિનમાં પેક કરીને પણ આપી શકો છો. આ સિવાય તમે તેને પેક કરીને પિકનિક માટે લઈ જઈ શકો છો. તેને બનાવવામાં લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગે છે. પનીર સેન્ડવીચ ખૂબ જ હેલ્ધી હોય છે. પનીર ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. એટલા માટે…

Read More

બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નીપજ્યા મુખ્યમંત્રીએ DGP સાથે વાત કરી બોટાદમાં લઠ્ઠાકાંડ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 20 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. જોકે આજે આ લઠ્ઠાકાંડમાં વધુ 9 લોકોના મોત થતાં મૃતાંક વધીને…

Read More

નાણાકીય વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગની આવકમાં 15-20 ટકા ઘટાડો થવાની સંભાવના છે ભારતીય હીરા ઉદ્યોગની આવક 15-20 ટકા ઘટીને 19-20 અબજ ડોલર રહેવાની શક્યતા છે ભારતીય હીરા પોલિશર્સની નફાકારકતા 75-100 બેસિસ પોઇન્ટથી ઘટીને 4-4.25 ટકા રહી શકે છે ગત નાણાકીય વર્ષ દરમિયાન સર્વોચ્ચ આવક બાદ આ નાણાકીય વર્ષ દરમિયાન તેની આવકને ફટકો પડશે. રફ હીરાની વોલેટિલિટીથી પોલિશ્ડ ડાયમંડની કિંમતને અસર થાય છે પરંતુ ટ્રેડમાં લાંબી ઓપરેટિંગ સાયકલ વચ્ચે મંદ માંગને કારણે પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં પણ વધુ ફેરફાર જોવા મળ્યો નથી. આ દરેક પરિબળોને પરિણામે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય હીરા પોલિશર્સની નફાકારકતા 75-100 બેસિસ પોઇન્ટથી ઘટીને 4-4.25 ટકા રહી શકે…

Read More

સ્વસ્થ આહાર તન અને મન માટે વધુ ફાયદાકારક છે લીલા શાકભાજીમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો લીલાં શાકભાજીમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રોટીન અને ખનિજ તત્ત્વ મળી રહે છે. સ્વસ્થ આહાર તન અને મન માટે વધુ ફાયદાકારક છે. નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. લીલાં શાકભાજીમાં લોહ અને કેલ્શિયમ ભરપુર હોય છે. લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય…

Read More

શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે શિવજી પર જળાભિષેક કરવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને…

Read More

હીરો મોટોકોર્પ સુપર સ્પેલન્ડર 125નું નવું મોડલ જલ્દી જ ભારતીય બજારમાં લોન્ચ થશે બાઇકમાં પર કમ્બાઈન બ્રેકિંગ સિસ્ટમ પણ મળશે ઓલ બ્લેક એડિશનની કિંમત હાલના મોડેલની સરખામણીએ થોડી મોંઘી છે હીરોનું બધાનું પસંદગીનું મોડેલ હોય તો તે સ્પ્લેન્ડર છે. તો જૂનમાં સૌથી વધારે ટોપ-10 બાઈકના વેચાણમાં સ્પેલન્ડર ટોપ પર હતું. સ્પેલન્ડરનું એક નવું મોડેલ જલ્દી જ બજારમાં આવશે. હીરો મોટોકોર્પ સુપર સ્પેલન્ડર 125નું નવું મોડલ જલ્દી જ ભારતીય બજારમાં લોન્ચ થશે. કંપનીના નવા ટીઝરમાં જોઈ શકાય છે કે, આ નવું મોડેલ સંપૂર્ણ બ્લેક ફિનિશ સાથે જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ પહેલાં 100cc સ્પ્લેન્ડરનું એક ઓલ બ્લેક મોડેલ…

Read More

આઝાદી બાદ પહેલી વાર એક આદિવાસી સમાજના મહિલા આપણા દેશની આગેવાની કરી રહ્યાં છે વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ મોટો કારણ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે કાનપુરમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ લીધો હિસ્સો આઝાદીના ચળવૈયા હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિના અવસરે લખનઉના એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે આપણી લોકશાહી માટે ખાસ દિવસ છે કારણ કે નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ પહેલી વાર એક આદિવાસી સમાજના મહિલા આપણા દેશની આગેવાની કરી રહ્યાં છે. કાર્યક્રમમાં આગળ બોલતા પીએમ મોદીએ કહ્યું કે અહીં આપણી વિચારધારાઓ કરતાં દેશ અને સમાજનું હિત મોટું…

Read More

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાતી હોવાનું સામે આવ્યું DRI અધિકારીઓને બાતમી મળતા તેઓ એલર્ટ થઇ ગયા હતા મુસાફર પાસેથી 8 કિલો સોનાના બિસ્કીટ મળી આવ્યા અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનાની દાણચોરી ઝડપાતી હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એકવાર દુબઇમાંથી સોનું લઇને આવનાર મુસાફર પાસેથી 4.91 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યુ. ડીઆરઆઇ દ્વારા ચેકિંગ દરમિયાન મુસાફર પાસેથી સોનું ઝડપાયું. મળતી માહિતી મુજબ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીને આપવાનો હતો. અધિકારીઓએ શોપના કર્મચારીની પૂછપરછ કરતા તેણે પણ આ બાબતની કબૂલાત કરી હતી. DRIના અધિકારીઓએ એરપોર્ટ પરના ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી…

Read More

હાલ પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે જે ચોમાસામાં કોઈ સ્વર્ગથી ઓછુ નથી દેખાતું જંગલોની વચ્ચે બે એવા વૉટરફોલ આવેલા છે જ્યાં પ્રકૃતિ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે ગુજરાતમાં ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને હાલ પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સ્વર્ગથી ઓછી નથી દેખાતી. પાવાગઢની તળેટીમાં…

Read More

છેલ્લા બે દિવસથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે રાજ્યમાં મુ્ખ્ય 207 જળ પરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ થતાં ખેડૂતોના હૈયા હરખાયા છે સરદાર સરોવર પરિયોજનામાં 63 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે રાજ્યમાં ૩૫ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૩ જળાશયો માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૧ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૫૬ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં…

Read More