Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ “મને ન કહે કે મારે શું કરવું જોઈએ. તારું મોઢું બંધ રાખ અને બેટિંગ કર.”- કોહલી ભારત હાલ આ સિરિજના 2-1થી આગળ ચાલી રહ્યું છે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલ ટેસ્ટમાં ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે. શરૂઆતી બે દિવસમાં ભારતીય ટીમ આ મેચમાં આગળ હતી અને ત્રીજી મેચની શરૂઆત એક બોલાચાલી સાથે થઈ છે. ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. એ પછી અમ્પાયર્સે વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો હતો. વાત એમ છે કે ત્રીજા દિવસે જ્યારે…

Read More

પ્રધાનમંત્રી મોદી આંધ્ર પ્રદેશમાં પહોંચ્યા હતા અહીં સ્વતંત્રતા સંગ્રામના શહીદને સલામ કરી હતી પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીના દિકરીને જાહેરમાં નમન કર્યું પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશમાં સોમવારે અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફુટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસર પર પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ દેશના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસ અમુક વર્ષો અને અમુક લોકો સુધી સીમિત નથી, પણ આ દેશના ખૂણે ખૂણે બલિદાનનો ઈતિહાસ છે. તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મહાન સ્વતંત્રતા સેનાની 125મી જયંતિ અને રમ્પા વિદ્રોહની શતાબ્દી વર્ષ ભર મનાવામા આવશે. પોતાના ભાષણ બાદ પીએમે શ્રી પસાલા કૃષ્ણમૂર્તિના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જે આંધ્ર પ્રદેશના સ્વતંત્રતા સેનાની હતા. પ્રધાનમંત્રીએ…

Read More

સ્કૂલ સમયને લઈને શિક્ષણ વિભાગ અને સંચાલકો સામસામે ગ્રાન્ટેડ સ્કૂલો સવારની પાળીમાં ન ચલાવવા આદેશ સ્કૂલમાં સવારની પાળી બંધ કરી બપોરનો કરતા વિવાદ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણવિભાગ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે સવારની પાળીની શાળા બપોરે 11થી 5 ચલાવવામાં આવે. આ પરિપત્રને લઇને વાલીઓ- વિદ્યાર્થી તથા શાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય બદલતા વિવાદ સર્જાયો છે. શાળાઓના સમયમાં ફેરફાર કરતાં સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7620…

Read More

સિદ્ધુ મુસેવાલા કેસમાં મોટી સફળતા સિંગરને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારનાર શૂટરની ધરપકડ પોલીસે શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી દિલ્હી પોલીસને સિદ્ધુ મુસેવાલાના હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે શૂટઆઉટમાં સામેલ અંકિત અને તેના સાથી સચિન ભિવાનીની ધરપકડ કરી છે. આ બંને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારની ગેંગમાં કામ કરતા હતા. પોલીસે તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ અને એક 9mm ની પિસ્તોલ, એક .3mm ની પિસ્તોલ અને ડોંગલ સાથે બે મોબાઈલ સેટ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત સિરસાએ નજીકથી સિદ્ધુ મુસેવાલા પર ગોળી ચલાવી હતી. પ્રિયવ્રત ફૌજીની સાથે અંકિત ગાડીમાં જ હાજર હતો.…

Read More

સુનીલ શેટ્ટી ફિલ્મોથી નહીં, પરંતુ આ બિઝનેસથી કમાય છે અબજો રૂપિયા લગભગ 30 વર્ષની કારકિર્દીમાં, સુનીલ શેટ્ટીએ મુંબઈમાં પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે સુનીલ શેટ્ટી વર્ષે 100 કરોડ જેટલી કરે છે કમાણી બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફી પણ અસાધારણ ન હતી, તેમ છતાં 60 વર્ષની ઉંમર સુધીમાં તેમણે અબજોની સંપત્તિ એકઠી કરી છે. સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ, 1961ના રોજ મેંગ્લોર નજીક મુલ્કીમાં થયો હતો, સુનીલે 1992માં ફિલ્મ ‘બલવાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. લગભગ 30 વર્ષની કારકિર્દીમાં, સુનીલ શેટ્ટીએ મુંબઈમાં પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે, જેમાંથી તે દર વર્ષે લગભગ 100 કરોડ…

Read More

2000 વર્ષ જૂની બાટિક પ્રિન્ટ આજે પણ છે પહેલી પસંદ બાટિક પ્રિન્ટ વિદેશમાં પણ છે બોલબાલા બાટિક પ્રિન્ટને તૈયારમાં લાગે છે લાંબી મહેનત ભારતની પ્રમુખ લોકકલા પૈકી એક કલા હોય તો તે બાટિકની છે. આજે પણ બાટિક પ્રિન્ટ ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા બાંગ્લાદેશ, ચીન, ઈરાન મલેશિયા અને થાઈલેન્ડ સહિત આખી દુનિયામાં લોકપ્રિય છે. ઘણા ઓછા લોકો હશે જેને બાટિક પ્રિન્ટ વિશે ખબર નહીં હોય. પરંતુ તમારા આઉટફિટ ક્લેકશનનો હિસ્સો તો હશે. છેલ્લા થોડા સમયથી બાટિક પ્રિન્ટનો ક્રેઝ બોલિવૂડમાં પણ વધી રહ્યો છે. શિલ્પા શેટ્ટી અને કરીના કપૂર આ આઉટફિટમાં સ્પોટ પણ થઇ છે. દિલ્હીની ફેશન ડિઝાઇનએ શીતલ શ્રીવાસ્તવ જણાવે…

Read More

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે અગ્નિપરીક્ષા એકનાથ શિંદે સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે વિધાનસભામાં થઈ રહ્યું છે વોટિંગ મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને ભાજપ ગઠબંધનવાળી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે શિંદે જૂથ આસાનીથી ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે. તો વળી બીજી બાજૂ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે માન્યતા મળી ગઈ છે. હવે ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો જેમાં તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ સામેલ છે. તેના પર શિંદે સરકારના સમર્થનમાં વોટ…

Read More

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો કુલ્લુ જિલ્લાના શૈનશરમાં ખાનગી બસ 200 મીટર ઉંડી ખીણમાં પડી આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મોટી દુર્ઘટના કુલ્લુ જિલ્લાના શૈનશરમાં થઈ છે. શાળાના બાળકો અને અન્ય લોકો…

Read More

આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો અમદાવાદમાં આજે વહેલી સવારથી જ બોપલ, ઘુમા, એસ.જી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ અને નિકોલ જેવાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આજ રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ વરસશે. તો બીજી બાજુ આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એ સિવાય નવસારી, દમણ,…

Read More

સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે આ 5 ખાદ્ય વસ્તુઓ તમે પણ ટ્રાય કરો આ ફેમસ ફૂડ તમે પણ સ્ટ્રીટ ફૂડમાં સૌથી પહેલા આ પસંદ કરતાં હોવ છો સ્ટ્રીટ ફૂડ એ કોઈપણ દેશની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. રસ્તાના કિનારે વેચાતી ખાદ્ય ચીજો આખી દુનિયામાં જોવા મળશે, જે સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. દરેક વ્યક્તિ સ્ટ્રીટ ફૂડના શોખીન હોય છે. આપણા દેશમાં સ્ટ્રીટ ફૂડની પણ લાંબી સાંકળ છે અને તે વિવિધતાથી ભરેલી છે. સ્ટ્રીટ ફૂડનો સ્વાદ અને તેને બનાવવાની રીત દરેક નવા વિસ્તારમાં બદલાય છે. અમે તમને દેશના આવા સ્ટ્રીટ ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોટાભાગના વિસ્તારોમાં…

Read More