Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં પહોંચતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું મહિલા પાઈલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કદબનબારી ખાતે ક્રેશ થયું છે. આ અકસ્માતમાં મહિલા પાઈલટને સામાન્ય ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ મહિલા પાયલોટને સ્થાનિક લોકોની મદદથી સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મહિલા પાઈલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી. બારામતીમાં કાર્વર એવિએશન દ્વારા પાઈલટોને એરક્રાફ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. આજે સવારે એક ટ્રેઇની પાઇલટે બારામતીથી ઉડાન ભરી હતી,…

Read More

વોટ્સએપ પર પોતાનું ઓનલાઇન સ્ટેટસ છુપાવવાનો વિકલ્પ મળી શકે છે આ ફીચર હજુ વિકાસના તબક્કામાં છે એક મહિના પહેલા આઇઓએસ યુઝર્સ માટે ઓનલાઇન સ્ટેટસ છુપાવવાનો વિકલ્પ ટેસ્ટિંગના તબક્કામાં હતો એક સુવિધા વોટ્સએપ પર આવી રહી છે, જેની દરેક સિંગલ એન્ડ્રોઇડ યુઝર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એક નવા રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ યૂઝર્સને ટૂંક સમયમાં જ વોટ્સએપ પર પોતાનું ઓનલાઇન સ્ટેટસ છુપાવવાનો વિકલ્પ મળી શકે છે. આ ફીચર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેઓ વોટ્સએપ પર પોતાની હાજરી વિશે કોઈને જણાવવા માંગતા નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે આ ફીચર હજુ વિકાસના તબક્કામાં છે, છતાં બીટા ટેસ્ટર્સ માટે તેને…

Read More

રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 53 જળાશયો હાઈએલર્ટ પર છે છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે બનાસકાંઠામાં 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે રાજ્યમાં મેઘમહેરથી જળાશયોમાં પાણીની આવક વધી છે. સુકાભઠ રહેલા જળાશયો પણ હવે પાણીથી ભરાઈ ગયાં છે. રાજ્યમાં હાલમાં પાણીનો જથ્તો 58.13% છે. ઉત્તર ગુજરાતમાં 22.00%, મધ્યગુજરાતમાં 42.70%, દક્ષિણ ગુજરાતમાં 70.86%, કચ્છમાં 70.40% અને સૌરાષ્ટ્રમાં 54.99% પાણીનો જથ્થો છે. જ્યારે નર્મદા ડેમની વાત કરીએ તો 63.32% ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 53 જળાશયો હાઈએલર્ટ પર છે. 80 ટકાથી વધુ ભરાયેલા 8 જળાશયો એલર્ટ પર છે. 70 ટકાથી વધુ…

Read More

વધતી જતી મોંઘવારી વચ્ચે વર્ષ 2022માં સ્પોટ ગોલ્ડમાં 5.5 ટકાનો ઘટાડો થયો છે 999 શુદ્ધતાના સોનાની શરૂઆતી કિંમત 50803 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે 24 કેરેટ સોનાની કિંમત આજે 5080 રૂપિયા પ્રતિ ગ્રામ આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે સોના અને ચાંદીની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. સવારે 11.50 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટમાં ડિલિવરી માટેનું સોનું સ્થાનિક બજારમાં રૂ. 86 ઘટીને રૂ. 50558 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ઓક્ટોબર ડિલિવરી માટેનું સોનું રૂ.85 ઘટીને રૂ.50794ના સ્તરે અને ડિસેમ્બર ડિલિવરી માટેનું સોનું રૂ.85 ઘટીને રૂ.50987ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના પર દબાણ…

Read More

નવસારીમાં ઐતિહાસિક દાંડી ખાતે નવા વિસામાંનું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે હવે દાંડીનો પણ વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક નજીક પ્રવાસીઓ માટે સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ આલોક પાલ આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નવસારીમાં ઐતિહાસિક દાંડી ખાતે નવા વિસામાંનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે સૈફી વીલા અને સત્યાગ્રહ સ્મારકની પણ મુલાકાત લીધી હતી. નવસારીની મુલાકાત દરમિયાન સચિવ આલોક પાલે નમક સત્યાગ્રહ સ્મારક અને સૈફી વિલાની પણ મુલાકત લઈ અને લોકોને પણ આવા ઐતિહાસિક સ્મારકની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ…

Read More

ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝ પોતાના નામે કરી લીધી છે ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા અક્ષર પટેલની હતી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝની સામે બીજી વન-ડે બે વિકેટથી 2 બોલ બાકી હતા ત્યારે જીતી હતી. પહેલી રમી વેસ્ટ ઈન્ડીઝે 50 ઓવરમાં 311 રન બનાવ્યાં. જવાબમાં 312 રનના લક્ષ્યને ભારતીય ટીમે 49.4 ઓવરમાં પ્રાપ્ત કર્યુ. આ જીતની સાથે ત્રણ મેચની વન-ડે સીરીઝમાં ભારતીય ટીમ 2-0 જીતી ગઈ હતી. રવિવારે એટલે કે 24 જુલાઈના રોજ વેસ્ટઈન્ડિઝ અને ભારત વચ્ચે વનડે સીરીઝનો બીજો મેચ રમાયો હતો. ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની…

Read More

2 ઈરાની બોટ સાથે 15 જેટલા ઈરાની ક્રુ મેમબરોને ઝડપી લેવામાં આવ્યા કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન બોટમાં ગેરકાનૂની વસ્તુઓ હોવાની એન.સી.બીને માહિતી મળી હતી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એન.સી.બી.દ્વારા અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી 2 ઈરાની બોટ સાથે 15 જેટલા ઈરાની ક્રુ મેમબરોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ બોટોમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ ન મળતા આ તમામ ક્રુ મેમ્બરો સામે પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં સીમા ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સુરક્ષા એજન્સીઓને કોઈ ખાસ માહિતી કે ચીજવસ્તુઓ હાથ નહીં લાગતા તમામ નાગરિકોને પોરબંદર એસ.ઓ.જીની ટિમને સોંપવામાં આવ્યા હતા.એસ.ઓ.જીની ટિમ દ્વારા તમામ…

Read More

વિકી કૌશલ અને તેની પત્ની કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી કેટરીનાને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે આદિત્ય રાજપૂત નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે. મહત્વનું છે કે,…

Read More

પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસને લઇને ખળભળાટ મચ્યો છે જામનગરના વિવિધ વિસ્તારમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું ગુજરાતના 12 જિલ્લામાં લંપી વાયરસના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસને લઇને ખળભળાટ મચ્યો છે. અનેક અબોલ પશુઓના મોત નીપજ્યા છે. માલધારીઓ પરેશાન થઇ ગયા છે. લંપી વાયરસના કહેરને પગલે પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી અને બેંગ્લોરથી રસીના ડોઝ મંગાવ્યા છે. ત્યારે હવે વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી છે. રાજકોટમાં એક સાથે 80 પશુઓમાં વાયરસ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાયરસ જોવા મળતા પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી હતી.પશુઓ માટે બેંગલોરથી રસીના ડોઝ માંગવામાં આવ્યા હોવાનું જાણવા…

Read More

અપના ઘર આશ્રમ’માં ફુડ પોઈઝનિંગની ઘટના 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે દૂષિત ખાવાનું અને પાણી પીવાથી આ ઘટના ઘટી છે રાજસ્થાનના કોટા જિલ્લામાં એરોડ્રમ સર્કલ પર આવેલ પોલિટેક્નિકલ કોલેજની જૂની બિલ્ડીંગમાં ચાલતા ‘અપના ઘર આશ્રમ’માં ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અપના ઘર આશ્રમમાં ફુડ પોઈઝનિંગનો શિકાર થતાં 3 માનસિક રીતે પીડિત લોકોના મોત થઈ ગયા છે. શરૂઆતી જાણકારી અનુસાર કહેવાય છે કે, ફુડ પોઈઝનિંગના કારણે દૂષિત ખાવાનું અને પાણી પીવાથી આ ઘટના ઘટી છે. ઘટના બાદ તમામને એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તો વળી આશ્રમમાં…

Read More