Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે CTETની પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષામાં યોજાશે આ પરીક્ષા CBSEએ કરી મોટી જાહેરાત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) CTET 2022 ની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે. દેશભરમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર CBT મોડમાં આયોજીત થશે. બોર્ડ ઉમેદવાર માટે એડમિટ કાર્ડ અને પરીક્ષા તારીખની ઘોષણા કરશે. સત્તાવાર નોટિસ અનુસાર પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષામાં આયોજીત થશે. આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને પણ સત્તાવાર નોટિસ જોઈ શકશે. સત્તાવાર નોટિસ અનુસાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ડિસેમ્બર 2022માં સીબીટી મો઼ડમાં કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં આયોજીત…

Read More

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં વરસાદનું જોર ઘટશે દરિયાકાંઠે એક નંબર સિગ્નલ, માછીમારોએ 48 કલાકમાં દરિયો ન ખેડવા સૂચના 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને વલસાડમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે. આ સાથે 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ…

Read More

ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે બર્થ ડે નાં એક જ દિવસ પહેલા કેટરીનાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ કેટરીના કૈફે તેના જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેની આવનારી ફિલ્મ “ફોન ભૂત” નું મોશન પોસ્ટર શેર કર્યું છે. આ ભૂતિયા હોરર કોમેડીમાં કેટરીના સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર પણ જોવા મળશે. આ મોશન પોસ્ટર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે. ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે. આ રિલિઝ કરેલ મોશન પોસ્ટરમાં…

Read More

શું ગુજરાતમાં નવા જુનીના છે એંધાણ વાયુસેનાનું ગ્લોબ માસ્ટર પ્લેન સાથે NDRFની ટીમો ઉતરી ગુજરાતની સ્થિતિને લઈ તંત્ર એક્સન મોડમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેણા કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી. એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે 1 વાગે આવી પહોચી…

Read More

ઘરે જ ટ્રાય કરી શકો છો આ હેર સ્ટાઈલ સાડી, સલવાર સહિતના ડ્રેસ પર ટ્રાય કરો આ હેર સ્ટાઈલ આ હેર સ્ટાઈલ આપશે તમને અલગ જ લૂક લગ્નની સિઝન હોય કે તહેવારનો પ્રસંગ હોય, સ્ત્રીઓ મોટે ભાગે હેરસ્ટાઇલ કરાવવા માટે પાર્લરમાં જાય છે. પરંતુ કેટલીકવાર સમયની અછતને કારણે પાર્લરમાં જવું શક્ય નથી. આવી સ્થિતિમાં ઘરે કેવા પ્રકારની હેરસ્ટાઈલ બનાવવી જોઈએ. એ સમજાતું નથી અને પૂરો મેક-અપ કર્યા પછી પણ જોઈતો દેખાવ આવતો નથી. જો તમે પણ ઘણી વખત આ પ્રકારની સમસ્યાનો સામનો કર્યો હોય. તો આ હેરસ્ટાઇલ ટ્રાય કરો. સૂટ હોય કે સાડી, આ હેરસ્ટાઇલ દરેક ભારતીય ડ્રેસ સાથે મેચ…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા કોરોનાકાળના 28 મહિનામાં બનીને તૈયાર થયો આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, કોરોના છતાં પણ 28 મહિનામાં એક્સપ્રેસ વે બનીને તૈયાર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 296 કિમી લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરી દીધું છે. આ અત્યાધુનિક એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના બુંદેલખંડથી 7 જિલ્લામાંથી પસાર થશે. તેનાથી સ્થાનિક લોકોને રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ આ વિસ્તારની…

Read More

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો હાલ નર્મદા ડેમની જળસપાટી 119.10 મીટરે પહોંચી ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમા નર્મદાડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. ગુજરાતની જનતાની તરસ છીપાવનાર સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. આ વખતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા નર્મદા ડેમની જળ સપાટી એક જ દિવસમાં 50 સેન્ટિમીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.10 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં…

Read More

18 જૂલાઈથી શરૂ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર સંસદના સત્રમાં અસંસદીય શબ્દો પર પ્રતિબંધ સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ હવે સદનમાં પણ આ કામ પર રોક લગાવી 18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે. લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે…

Read More

2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ લીધા પૈસા તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી લીધા હતા પૈસા SITના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને એકવાર 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા વતી દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કરતા SITએ આ વાત જણાવી હતી. SITએ તેના એફિડેવિટમાં જણાવ્યું…

Read More

અહી સમોસાની 40થી પણ વધારે વેરાયટી ઉપલબ્ધ અમદાવાદની આ શોપ પર મળે છે 40થી વધારે વેરાયટી હોટ સ્પાઈસી, ચીઝ, પનીર, કોલ્ડ વગેરે વેરાયટીમાં જોવા મળે છે સમોસા સમોસા એ તળેલી અથવા બેક કરેલી પેસ્ટ્રી છે. જેમાં મસાલેદાર બટાકા, ડુંગળી અને વટાણા જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. તે ત્રિકોણાકાર, શંકુ અથવા અર્ધ ચંદ્રના આકારમાં જોવા મળે છે. સમોસા મોટાભાગે ચટણી સાથે ખવાય છે. સમોસા એ દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ એશિયા, પૂર્વ આફ્રિકા જેવા દેશોની લોકપ્રિય વાનગી છે.ઈરાનમાં આ વાનગી 16મી સદી સુધી લોકપ્રિય હતી. પરંતુ 20મી સદી સુધીમાં તેની લોકપ્રિયતા અમુક પ્રાંતો સુધી મર્યાદિત હતી. સમોસા એ પશ્ચિમ ભારતના ગુજરાતી ભોજનમાં જોવા…

Read More