What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આ પ્લેટફોર્મ પર હવે બીજા રાજ્યોમાં પણ પાક વેચી શકશો કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી સરકારની આ યોજનથી લાખો ખેડૂતોને થશે ફાયદો કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ) અંતર્ગત પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ(POP)ની શરૂઆત કરી છે. સરકારના આ નિર્ણયથી સાડા ત્રણ લાખ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતો હવે સરળતાથી પોતાના પાક બીજા રાજ્યોમાં પણ વેચી શકશે. તેના માટે કૃષિ મંત્રાલય 1018 કૃષક ઉપ્તાદન સંગઠનને 37 કરોડ રૂપિયાથી વધારેની ઈક્વિટી ફંડ જાહેર કરશે. આપને જણાવી દઈએ કે, પીઓપી પ્લેટફોર્મ આવ્યા બાદ ડિજિટલી બજારો, ખરીદદારો, સર્વિસ પ્રોવાઈડર્સ સુધી ખેડૂતોની પહોંચ વધશે. એક જપ્લેટફોર્મ…
વર્ષોના હવામાનમાં થતી ક્રિયાના પ્રતાપે આકાર પામેલો કડીયા ધ્રો પ્રકૃતિની શ્રેષ્ઠ રચના છે સ્થાનિકના ફોટોગ્રાફર દ્વારા પ્રથમ વખત આ સ્થળને વિશ્વ ફલક પર મુકવામાં આવ્યું હતું આંખોને અકલ્પનિય તૃપ્તિ આપતું સ્થળ એટલે કડીયા ધ્રો ગુજરાત ભરમાં ચોમાસું જામ્યુ છે અને ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, તેવામાં કચ્છના નખત્રાણા વિસ્તારમાં આવેલું સુંદર સ્થળ કડીયા ધ્રોના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ભૂજથી 35 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલું કડીયા ધ્રો સેંકડો વર્ષો દરમ્યાન હવામાનના પ્રતાપે આકાર પામ્યો છે. કચ્છના પર્યટન સ્થળમાં પણ કડિયા ધ્રો અદકેરું સ્થાન ધરાવે છે. વર્ષોના હવામાનમાં થતી ક્રિયાના પ્રતાપે આકાર પામેલો કડીયા ધ્રો પ્રકૃતિની શ્રેષ્ઠ રચના છે.…
આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતુ નીકળ્યું બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે. અત્યાર સુધી આપણે A,B,O અને AB ચાર પ્રકારના બ્લડ ગ્રૂપ વિશે સાંભળ્યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્સ ગુજરાતના છે. 65 વર્ષીય ગુજરાતી શખ્સમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે. દુર્લભ બ્લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે. વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકાનરા…
દિલ્હીમાંથી મોટી દુર્ઘટના સામે આવી અલીપુર વિસ્તારામં ગોદામની દિવાલ ધરાશાયી થઈ 6 મજૂરોના થયા મોત, કેટલાય દટાયા દિલ્હીના અલીપુર વિસ્તારમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં દિવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 10 લોકોને કાટમાળમાંથી જીવતા જ કાઢવામાં આવ્યા હતા, જોકે તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સિવાય 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હોવાની માહિતી દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આશંકા છે કે હજુ પણ ઘણા લોકો અંદર દબાયેલા હોઇ શકે છે જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છેદિલ્હીના અલીપુરમાં આવેલા એક…
દેશની સૌથી મોટી બેન્ક SBIએ આપ્યો ગ્રાહકોનો ઝટકો લોનના વ્યાજદરમાં કર્યો વધારો! નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે ભારત દેશની સૌથી મોટી બેંક SBIએ મોંઘવારીના વિષચક્રમાં પીડાઈ રહેલ જનતાને વધુ એક ડામ આપ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના વ્યાજદરમાં આજથી વધારો કર્યો છે. SBI પાસેથી લોન લેવી હવે મોંઘી થશે અને નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે. રિપોર્ટ અનુસાર SBIએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. બેંકે MCLRમાં વધારો કરતા લોનના વ્યાજદર પણ વધશે. નવા સુધારેલા દર શુક્રવાર 15 જુલાઈથી લાગુ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં પણ SBIએ MCLRમાં વધારો…
વરરાજા પરણવા માટે આતુર બન્યો થર્મોકોલની હોડી બનાવી દૂલ્હનને લેવા પહોંચ્યો ચારેબાજુ પાણી હોવા છતા વરરાજાએ જાન લઇ જવાની જીદ કરી લગ્ન તો આજે જ થશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જોકે આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વરરાજાની એવી દિવાનગી જોવા મળી કે તે પોતાના જીવને જોખમમાં મુકીને પોતાની દૂલ્હનને લેવા માટે ગયો હતો. વરરાજાએ થર્મોકોલ બોટ પર બેસીને નદી પાર કરી હતી અને દૂલ્હનને લાવ્યો હતો. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તાર પાણીમાં ડૂબી ગયા હતા. લોકો પોતાના ઘરમાંથી પણ બહાર નીકળી શકતા નથી. જોકે આ દરમિયાન…
આ ટ્રીકથી સ્માર્ટફોનને બનાવો વોટરપ્રૂફ સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખો વરસાદની સિઝનમાં સ્માર્ટફોનનો ઉપયોગ ધ્યાન પૂર્વક કરવો પડે છે જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે. જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત…
PM મોદી અને અમિત શાહ ગુજરાત સરકાર સાથે સંપર્કમાં રેસ્ક્યુ માટે કેન્દ્ર સરકારે બે ખાસ હેલીકોપ્ટર મોકલ્યા રાજ્ય સરકારને તમામ મદદની બાંહેધરી આપી ભારે વરસાદને કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેને લઈ કેન્દ્ર સરકાર સતત CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંકલનમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારે વરસાદમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે બે ખાસ હેલીકોપ્ટર મોકલી આપ્યા છે. અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સ્થિતિ રાત્રે વધુ વિકટ બની છે.નદીઓના પૂર ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા મોટી સંખ્યામાં પુરપીડિતો ફસાઈ ગયા છે. ગુજરાતમાં…
ગીર સોમનાથને મેઘરાજાએ ફરી ધમરોળ્યું હિરણ-2 ડેમના 3 દરવાજા ખોલાયા વેરાવળમાં 5 અને સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં ગત મોડી રાત્રિથી ફરી મેઘમહેર શરૂ થઈ છે. સવાર સુધીમાં સાર્વત્રિક 2થી 5 ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતાં પાણી પાણી થઈ ગયું છે. જિલ્લામાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4, તાલાલામાં 3 અને કોડીનાર, ઉના અને ગીર-ગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં હતાં તેમજ ત્રણ તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો, જેથી ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. ગઈકાલે આખો દિવસ…
વન ડે ક્રિકેટમાં બોલરોના લેટેસ્ટ રેન્કિંગ જાહેર થઇ ગયા છે બુમરાહે ફેબ્રુઆરી 2020 માં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ સામે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું. બુમરાહ વન ડેમાં ફરી પાછો વિશ્વનો નંબર વન બોલર બની ગયો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વન ડે ક્રિકેટમાં બોલરોના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધા છે. લેટેસ્ટ અપડેટમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નંબર વન પર પહોંચી ગયો છે. બુમરાહ વન ડેમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે.મંગળવારે ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં બુમરાહે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે આઇસીસી વન ડે બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો…

