What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજે માર્કેટમાં ઘણી એવી મોટરસાઈકલ છે જે ‘ક્રુઝર’ (Cruisers Bikes) ટેગ સાથે આવે છે, પરંતુ જો તમે આરામદાયક બેઠક સ્થિતિ, ઓછી સીટની ઊંચાઈ, લાંબી વ્હીલબેસ અને હાઈ સેટ હેન્ડલબાર સાથે ક્રુઝર મોટરસાઈકલ શોધી રહ્યા છો, તો યાદી ખૂબ નાની છે. મોટાભાગની ક્રુઝર બાઇકની કિંમત ઘણી હોય છે. જો કે, ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે 2 લાખ રૂપિયાથી ઓછા બજેટ (Budget Cruisers Bikes)માં આવનારી ચાર ક્રૂઝર મોટરસાઈકલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી લાંબી અને ટૂંકી સવારી માટે પરફેક્ટ હશે. Yezdi Roadster આ યાદીમાં આ સૌથી નવી અને સૌથી મોંઘી બાઇક છે. યેઝદી રોડસ્ટરની પ્રારંભિક કિંમત રૂ. 1.98 લાખ…
પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી ચીનના જંગલોમાં મળી આવી બીજી દુનિયા બીજી દુનિયા’ વાસ્તવમાં એક વિશાળ ખાડો છે પૃથ્વી પછી માણસ સમુદ્ર અને અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે અને અહીંના અનેક રહસ્યો જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. પરંતુ પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ બાકી છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી. હાલમાં જ એક એવી જગ્યા સામે આવી છે જે એકદમ રહસ્યમય છે. લોકો તેને ‘બીજી દુનિયા’ કહી રહ્યા છે. આ સ્થળ ભારતના પડોશી દેશ ચીનમાં છે. ચીનના જંગલોમાં સ્થિત આ જગ્યાએ સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. તાજેતરમાં જ પહેલીવાર કોઈ…
જિલ્લાની અમુક શાળામાં બે દિવસની રજા આપી દેવામાં આવી છે અમરેલી જિલ્લા પ્રશાસને આગાહીને ધ્યાને રાખીને આગામી બે દિવસ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સતર્કતાના ભાગે રૂપે અત્યારથી જિલ્લાની અમુક શાળામાં બે દિવસની રજા આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે શાળા કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતીને સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શિક્ષણકાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ અધિકારી કે…
ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હાઈકમાન્ડની સામે હાજર રહી શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા કોંગ્રસ એક્શન મોડમાં આવી ચૂકી છે. થોડા દિવસ અગાઉ જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી હાઈકમાન્ડની મુલાકાત લીધી હતી. ત્યાં ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા સહિતના સિનિયર આગેવાન નેતાઓ આવતીકાલે દિલ્હી જશે. મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણીલક્ષી અને ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી…
ટૂરિસ્ટો માટે હોટસ્પોટ બન્યુ છે વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે યોગ અને મેડિટેશન કરતા લોકો માટે કદાચ ભાગ્યે જ ઋષિકેશ સિવાય આવી બીજી કોઈ જગ્યા હશે ઋષિકેશ મોટાભાગના પ્રવાસીઓની ફેવરિટ જગ્યા છે. એની પાછળનાં બે કારણ છે. એક તો દિલ્લીથી સરળતાથી પહોંચી શકાય છે અને બીજુ અહીં ઈન્જોય કરવા માટે ઘણુ બધુ છે. પરંતુ આજે અમે તમને ઋષિકેશની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે. એમ તો ઋષિકેશમાં ઘણી ફેમસ જગ્યાઓ છે, જ્યાં લોકો દૂર દૂરથી ફરવા આવે છે. પરંતુ કેટલીક જગ્યા એવી પણ છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને…
૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ગુજરાતમાં વરસાદે મચાવી ભયંકર તબાહી વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાયને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ…
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬ ટકા જેટલો નોંધાયો છે કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. ૧૩ જુલાઈ, ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૩૦ જળાશયોમાં ૭૦ ટકાથી…
આઝાદીના 75મી વર્ષગાંઠ પર કોવિડના પ્રિકૉશન ડોઝને બૂસ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે 1 જૂને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિન અભિયાન શરૂ કરાયું હતું દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી. આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત…
દોસ્તીના નામે છેતરપિંડી થવા સામાન્ય બાબત બની ગઇ છે ફેક પ્રોફાઇલ દ્વારા યુવકોને ફસાવેછે સોશિયલ મીડિયા પર થોડી સાવચેતી રાખવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીથી બચી શકો છો નવા મિત્રો (Friends) બનાવવા કોને નથી ગમતા? આજની વ્યસ્ત અને ભાગદોડ ભરી જીંદગીમાં કોઈ એવો મિત્ર રાખો જે તમારી વાત સાંભળે અને તમને સમજે. આ જ કારણે લોકો નવા મિત્રોની શોધ માટે સોશિયલ મીડિયાનો (Social Media) સહારો લે છે. તેમાં પણ યુવકો નવા મિત્રો બનાવવા માટે સૌથી વધુ આતુર હોય છે. પરંતુ ઘણી વખત તેમની આ આતુરતા તેમને નવી જ મુશ્કેલીમાં (Problems) નાખી દે છે. આજકાલ દોસ્તીના નામે છેતરપિંડી થવા સામાન્ય બાબત બની ગઇ…
સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં (Gujarat rain) અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે તો કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો. જેના કારણે ગુજરાતની નદીઓ…

