Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાઈ હતી. ભારતીય ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના શોટથી નાની બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં રોહિતે ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાળકીની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. એ જ સમયે મેચ 5 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. ઈજા પછી ઈંગ્લેન્ડે તરત જ તેની મેડિકલ ટીમને છોકરીની સારવાર અર્થે મોકલી આપી. રોહિત શર્મા ભારતીય ઇનિંગ્સની 5મી ઓવરમાં સ્ટ્રાઇક પર હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા અને બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહોતો. એ જ સમયે ત્રીજો…

Read More

યુજીસીનો તમામ યુનિવર્સિટીઓને આદેશ 12માના પરિણામો જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ એડમિશન પ્રોસેસ શરુ કરો 12માના બોર્ડના પરિણામો જાહેર થયા પહેલા યુનિવર્સિટીઓએ એડમિશન પ્રોસેસ શરુ કરી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ યુનિવર્સિટીઓને સીબીએસઇ ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની તારીખ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. યુજીસીના ચેરમેન જગદેશ કુમારે કહ્યું કે યુજીસીએ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સીબીએસઇ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કર્યા પછી તેમની અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ નક્કી કરવા વિનંતી કરી છે, જેથી આવા વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પૂરતો સમય મળી શકે. જગદેશ કુમારે એવું કહ્યું કે એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓએ…

Read More

રાજકોટ હવે આઇટીનું હબ બનશે રાજ્યનો પહેલો સિક્સલેન રોડ રાજકોટમાં ગુજરાત અને વિકાસ આ બંને એકબીજાના પર્યાય બની રહ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે સૌરાષ્ટ્રનું દિલ જીતવામાં કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ બાદ હવે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટની ભેટ મળવા જઇ રહી છે. ગુજરાત અને વિકાસ આ બંને એકબીજાના પર્યાય બની રહ્યા છે તેમ કહેવામાં કોઇ નવાઇ નહી. કારણ કે રાજ્યને એકબાદ એક વિકાસના કાર્યોની ભેટ મળી રહી છે. ત્યારે આ વખતે સરકાર રાજકોટ સૌરાષ્ટ્રને વધુ એક ભેટ આપી શકે છે. સૌરાષ્ટ્રનો પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટ રાજકોટને મળી શકે છે. આ…

Read More

ધનુષ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે ધનુષ જલ્દી જ રુષો બ્રધર્સની એક ફિલ્મ “ધ ગ્રે મેન” માં નજર આવશે ધ ગ્રે મેન” એક એક્શન થ્રીલર ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર ધનુષના અભિયનના ઘણાં ચાહકો છે, ફક્ત સાઉથમાં જ નહીં પણ દેશના દરેક ખૂણામાં ધનુષના ચાહકો તમને જોવા મળશે. હવે ભારતની સાથે સાથે આખી દુનિયામાં સાઉથનો સુપરસ્ટાર ધનુષ તેની એક્ટિંગની છાપ છોડવા માટે તૈયાર છે. ધનુષ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જેની પૂરી તૈયારી થઇ ચુકી છે આ ફિલ્મની રિલીઝ પહેલા રવિવારે યુએસમાં મીડિયા માટે એક સ્પેશ્યલ સ્ક્રીનીંગ હોસ્ટ કરવામાં આવી હતી જેમાં ધનુષને ઘણી પ્રશંસા મળી હતી. “ધ ગ્રે…

Read More

પરફ્યુમ અને ડીઓડરન્ટનો ઉપયોગ સામાન્ય રીતે દરેક વ્યક્તિ કરે છે મનપસંદ સુગંધ વિશે વિચારીને પરફ્યુમ અથવા ડીઓડરન્ટ ખરીદીએ છીએ એન્ટિ-પર્સ્પિરન્ટ નામનું તત્વ શરીરના પરસેવાને શોષીને ત્વચાને ચીકણું બનતું અટકાવે છે પરફ્યુમ અને ડીઓડરન્ટ (Deodorant) વચ્ચેનો તફાવત: પરફ્યુમ અને ડીઓડરન્ટનો ઉપયોગ સામાન્ય રીતે દરેક વ્યક્તિ કરે છે. ઉનાળાની ઋતુમાં પરસેવાની દુર્ગંધથી છૂટકારો મેળવવાની વાત હોય કે પછી પાર્ટી, ઓફિસ અને મિત્રોની વચ્ચે પોતાને ફ્રેશ અનુભવવા માટે, ભાગ્યે જ કોઈ એવું હશે જે પરફ્યુમ કે ડિઓડરન્ટનો ઉપયોગ ન કરે. શું તમે પરફ્યુમ (Perfume) અને ડીઓડરન્ટ વચ્ચેનો તફાવત જાણો છો? આ બંનેનો ઉપયોગ પણ અલગ-અલગ કારણોસર થાય છે. ખરેખર તો આપણે વર્ષોથી પરફ્યુમ…

Read More

દક્ષિણ ગુજરાતના 3, સૌરાષ્ટ્રના 2 એમ કુલ 14 ડેમ છલોછલ થયા ધોધમાર વરસાદ વચ્ચે કચ્છના 20 ડેમમાં 53 ટકા જેટલો સંગ્રહ થયો દક્ષિણ ગુજરાતમાં રેડ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદને પગલે 207 ડેમમાં 46.02 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હજુ ઉત્તર ગુજરાતના ડેમોમાં જોઈએ તેવી પાણીની ખાસ આવક થઈ નથી, જેને લઈ ત્યાંના 15 ડેમમાં 14 ટકા જેટલો પાણીનો સંગ્રહ છે. કચ્છમાં 15 દિવસ પહેલાં ડેમોનાં તળિયાં દેખાયાં હતાં, જોકે ધોધમાર વરસાદ વચ્ચે કચ્છના 20 ડેમમાં 53 ટકા જેટલો સંગ્રહ થયો છે, 20 પૈકી 9 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના…

Read More

રીલંકાના રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને અમેરિકા ભાગી જવા ઈચ્છતા હતા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદિવ્સ ભાગી ગયા છે. આ સમાચાર સામે આવતાં જ દેશના લોકો રોષે ભરાયા છે. રાજધાની કોલંબોમાં અત્યારે લોકો માર્ગ પર ઊતરી આવ્યા છે અને ભારે હોબાળો કરી રહ્યા છે. અત્યારે હજારો લોકો સંસદ ભવન તરફ અગ્રેસર થઈ ગયા છે. આની સાથે વડાપ્રધાન નિવાસસ્થાનને પણ લોકોએ ઘેરી લીધું છે. એવામાં લોકોનું ઉગ્ર વિરોધપ્રદર્શનને જોતાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંહે ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. અત્યારે ઘણી…

Read More

ભાદર-૨ ડેમ ઓવરફ્લો થયો હોવાથી ૬૭ ગામોને પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ થયો ફોફળ ડેમ પણ મોડી રાત્રિના ઓવરફલો થયો હતો. આંબાજળ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો રાજ્યમાં ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નદી, નાળા, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. લાખો લોકોને પીવાનું અને કિસાનોને સિંચાઈ નીર પૂરું પાડતાં જે જળાશયો ખાલી કે અડધાં ભરેલાં હતાં, તેમાંથી કેટલાંક ડેનોમે સીઝનના એક જ સારા વરસાદે છલકાવી દીધાં છે. કુદરતના આ ચમત્કારથી વ્યાપક રાહત જણાઈ રહી છે. મોરબીમાં આવેલ મચ્છુ- ૩ ડેમ આજે સાંજે ભરાઈ ગયો છે, તો ગોંડલનો સેતુબંધ ડેમ આવરફલો થયો…

Read More

દીકરી એ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે નાની દીકરીના ચરણસ્પર્શ કરી ફ્રીમાં ભોજન જમાડવામાં આવે છે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપી પગભર બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ દીકરી એટલે વ્હાલનો દરિયો. જે નારીત્વ થકી જ આ સમાજ ઉજળો છે, તેનું ઋણ કોઈ પ્રકારે ચૂકવી ન શકાય! પરંતુ તેના માટે પહેલ અવશ્યથી કરી શકાય. જૂનાગઢની જ આ વાત છે, જ્યાંની એક રેસ્ટોરન્ટ ગીર નેસડોના માલિક પ્રફુલભાઈ દ્વારા એક નોંધનીય અને સરાહનીય કાર્યની શરૂઆત થઈ છે. પરિવાર સાથે આવતી 12 વર્ષ કે તેથી નાની વયની દીકરી જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે છે, ત્યારે પ્રફુલભાઈ તેને જગદંબા સ્વરૂપ ગણીને તેના ચરણ સ્પર્શ કરે છે. એટલું જ…

Read More

કચ્છના પશ્ચિમ વિભાગમાં અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે જળાશયોમાં પાણીની આવકથી ખેડૂતોને થશો ફાયદો છેલ્લા ચારમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે. એમાં પણ વાત કરીએ લખપતની તો ત્યાં સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા વરસાદ પડ્યો છે. તેમજ માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. ગઈકાલે પણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે કચ્છના પશ્ચિમ વિભાગમાં હવે અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે. નખત્રાણા અને માંડવીના ડેમ અને નદીઓ…

Read More