Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મંકીપોકસ વાયરસ સંબંધે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઇન કેરળમાં મંકીપોકસ વાયરસનો નોંધાયો પ્રથમ કેસ વિદેશથી આવેલા લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી દુનિયાભરમાં મંકીપોકસ વાયરસના કેસ વધી રહ્યા છે તે જોતાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. કારણ કે ભારતમાં પણ કેરળમાં મંકીપોકસ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાની માહિતી મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન્સ અનુસાર વિદેશથી આવેલા લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે. 1) વિદેશથી આવેલ લોકોએ બીમાર લોકોનાં સંપર્કમાં આવવાનું ટાળવું 2) મૃત કે જીવંત જંગલી પ્રાણીનાં સંપર્કમાં આવવું નહીં 3) આ પ્રકારના સંપર્કમાં આવેલ લોકોથી બની શકે તો દૂર રહેવું સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા…

Read More

કંગના રનૌત હવે દેસની સૌથી તાકાતવર મહિલાનો રોલ પ્લે કરવા જઈ રહી છે આ રોલને કંગના રનૌતે પરફેક્શનની સાથે પકડ્યો કંગના રનૌતે ફર્સ્ટ લુક શેર કર્યો ધાકડના સુપર ફ્લોપ બિઝનેસ બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પડદા પર રાની ઝાંસી, થલાઈવી જયલલિતાના દમદામ પાત્રો નિભાવ્યા બાદ કંગના રનૌતે ફરીથી સરપ્રાઈઝ કરી દીધા છે. કંગના રનૌત હવે દેસની સૌથી તાકાતવર મહિલા રહી ચુકેલી પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનો રોલ પ્લે કરવા જઈ રહી છે. ઈંદિરા ગાંધીના રોલને કંગના રનૌતે પરફેક્શનની સાથે પકડ્યો છે. તેનો પ્રોસ્થેટિક મેકઅપ જેણે પણ કર્યો છે તેણે કંગનાને ઈંદિરા ગાંધી જેવા દેખાવવામાં ખૂબ…

Read More

દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો આવ્યા સામે છેલ્લા 24 કલાક દરમિયાન 47 લોકોની સંક્રમણથી મોત દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવાર બાદ શુક્રવારે એટલે કે, સતત બીજા દિવસે પણ કોરોનાના 20 હજારથી વધુ કેસો નોધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો સામે આવ્યા છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હવે આ આંક 1.39 લાખ પર પહોંચી જવા પામ્યો છે. આમ દેશમાં લગભગ 145 દિવસ બાદ ગઈકાલે 20 હજારથી દૈનિક કોરોના કેસો સામે આવ્યા…

Read More

ઉભા રહેવાની સ્ટાઇલ પણ તમારું વ્યક્તિત્વ દર્શાવે છે આ રીતે ઊભા રહેતા લોકો મોટાભાગે જલદી પોતાની જાતને બીજા સામે ખોલી શકતા નથી તમે વર્તમાનમાં જીવવામાં માનો છો કોઇ પણ માણસનો સ્વભાવ અને તેની પર્સનાલિટી (Personality) જાણવા માટે તેની બોલચાલ, રહેણીકરણી ઉપરાંત અનેક નાની નાની એવી બાબતો હોય છે જે વ્યક્તિ વિશે ઘણું બધુ કહી જાય છે. એટલું જ નહીં તમારી ઉભા રહેવાની સ્ટાઇલ (Standing Position) પણ તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. આજે અમે તમને તેના વિશે જ જણાવવા (Personality Check) જઇ રહ્યા છીએ. લેગ્સ ક્રોસ જો તમે પગ ક્રોસ કરીને ઊભા રહો છો, તો તમારું વ્યક્તિત્વ પ્રતિબિંબિત કરે છે કે તમે…

Read More

15 જુલાઈ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી 16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબીમાં આગાહી રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ…

Read More

રસ્તાઓને નુકસાન પહોંચતા ST બસ સેવા પ્રભાવિત વરસાદને લઇ આજે STની 612 ટ્રીપો બંધ આગાહીને લઇ તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના સમગ્ર રાજયમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદની મહેર જોવ મળી રહી છે. રાજ્યમાં અનરાધાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે. આ તરફ રસ્તાઓને નુકસાન પહોંચતા ST બસ સેવા પણ પ્રભાવિત થઈ છે. જેને લઈ હવે આજે STની 612 ટ્રીપો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વરસાદની આગાહીને લઇ તમામ ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે. આ સાથે ડ્રાઇવરોને બસ પાણીમાં ન ઉતારવા સૂચના અપાઇ છે. ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદ…

Read More

3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ બુધવાર મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત આસ-પાસના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદી ઝાંપટાઓનો દૌર યથાવત રહ્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આગામી 3 જિલ્લાઓમાં રેડ…

Read More

કચ્છમાં ધોધમાર વરસાદની સાથે ધરા પણ ધ્રુજી રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ 2001નો કચ્છનો ભૂકંપ હજી પણ ગુજરાત ભૂલ્યું નથી. જેણે અમદાવાદ સુધી વિનાશ સર્જ્યો હતો. અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા . ત્યારબાદ નાના નાના આંચકા તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. હાલ એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમા વરસાદની સાથે ધરા ધ્રૂજતા કચ્છવાસીમાં ચિંતાના વાદળ છવાયા છે. કચ્છમાં બુધવારે મોડી સાંજે રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે,…

Read More

ઘણા લોકોને ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત હોય છે મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે ખોરાકમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવું જોખમી છે યુરોપિયન હાર્ટ જર્નલમાં એક નવું રિસર્ચ પબ્લિશ થયું હતું . જે મુજબ જે લોકો નિયમિત રીતે પોતાના ભોજનમાં ઉપરથી વધારાનું મીઠુ નાખે છે તેનામાં મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે. આ સંશોધન 5 લાખ લોકો પર કરવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડના એક જર્નલ ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’નું એક રિસર્ચ સુચવે છે કે આપણે ભારતીયો વિશ્વમાં સૌથી વધુ મીઠું ખાઈએ છીએ. સામાન્ય ભાષામાં સમજીએ તો તમારે ફક્ત 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. જો…

Read More

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશુભ પ્રભાવોને દૂર કરી શકાય છે આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં રૂપિયાની તંગી રહેતી નથી ઉન્નતિના રસ્તા ખુલી જાય છે બૃહસ્પતિવાર એટલે કે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ વિધાન વર્ણવામાં આવ્યું છે. ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી કુંડળીમાં ગુરૂના અશુભ પ્રભાવોને દૂર કરી શકાય છે. ગુરૂવારના દિવસે પૂજાના ફાયદા માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી માણસ આત્મવિશ્વાસુ થાય છે. આ સાથે તેની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે. માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં રૂપિયાની તંગી રહેતી નથી. આ સાથે દરેક પ્રકારની સમસ્યામાંથી છૂટકારો મળે છે. ગુરૂવારના દિવસે પૂજા કરવાથી…

Read More