Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રસોડાની આ ટીપ્સ કરી દેશે તમારૂ કામ સરળ કરશે આ આસન ટીપ્સથી રસોઈ બની જશે ઝડપથી હવે ફટાફટ તૈયાર થઇ જશે રાજમાં જેઓ દરરોજ ખોરાક રાંધીએ છીએ. તેઓ કંઈક નવું કરતા રહે છે. રસોઈ એ એક એવી કળા છે જેમાં માસ્ટર થવા માટે પ્રેક્ટિસ અને યુક્તિઓની જરૂર પડે છે. હા, આવી ઘણી યુક્તિઓ છે, જે ન માત્ર તમારો સમય બચાવે છે, વસ્તુઓને અવ્યવસ્થિત બનાવે છે, પરંતુ તે ખૂબ જ ઉપયોગી પણ છે. અમે તમને રસોડાની આવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ. તે ખાવાના સોડા અને બેકિંગ પાવડર વગર રાજમાને ગળવાથી માંડીને ટેબલ પર મૂકેલા મીઠા-મરીનાં બરણી (શીશી)માં ભેજ વધે ત્યારે…

Read More

દેશની પ્રથમ કોરોના ટેબલેટ વેક્સિનની રસી લગાવામાંથી છૂટકારો મળી જશે સીડીએલ કસૌલીમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતા તપાસી દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ તબક્કાના પરીક્ષણમાં ખરી ઉતરી છે. સેન્ટ્રલ ડ્રગ્સ લેબ કસૌલીએ પરીક્ષણમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતાને તપાસી હતી. તેમાં વીએક્સએ-જીઓવી 2 એંટરિક કોટેડ ટેબલેટને પ્રથમ તબક્કામાં સફળતાપૂર્વક પાર કરી લીધું છે. હવે તેનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. આ ટેબલેટને બેંગલુરુની સિનઝિન કંપનીએ અમેરિકામાંથી આયાત કરી છે. કંપનીએ આ વર્ષના અંત સુધીમાં દવાને બજારમાં ઉતારવાનો દાવો કર્યો છે. કહેવાય છે કે, જો તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડતા જ કોરોનાના દર્દીઓે પર તેની અસર દેખાવાની શરૂ થઈ જશે અને તે થોડા દિવસમાં…

Read More

ભારે વરસાદથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અંધારપાટ 137 વિજપોલ ધરાશાયી થતા 63 ગામડામાં અંધારપટ વીજ વિભાગ દ્વારા વિજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ રાજ્યમાં ભારે વરસાદના કારણે 137 વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના 63 જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં ગામડાઓમાં અંધારપાટ છવાઇ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જો કે, વીજપોલ ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહનચાલકો પણ ક્યાંક-ક્યાંક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. ત્યારે અહીં જોઇશું કે સૌરાષ્ટ્રમાં કઇ-કઇ જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો છે? રાજ્યના આ વિસ્તારોમાં…

Read More

અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું રોકાણ વધ્યું ટેસ્લા, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં રોકાણ એક વર્ષમાં ભારતથી અમેરિકન સ્ટોક્સમાં રોકાણ 63% વધ્યું શેરબજારમાં રોકાણના મામલે ગુજરાતીઓ હંમેશાં આગળ હોય છે અને ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓનું વર્ચસ્વ પણ જાણીતું છે. જોકે વાત અહીથી અટકતી નથી. ગુજરાતી રોકાણકારો અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ ઘણું રોકાણ કરી રહ્યા છે. બજારના જાણકારોના મતે ટેસ્લા, ફેસબુક, માઇક્રોસોફ્ટ, એપલ જેવી અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું વાર્ષિક અંદાજે રૂ. 1000-1200 કરોડનું રોકાણ થાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશના સ્ટોક માર્કેટમાં રોકાણ કરી શકાય છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન અમેરિકન…

Read More

વાળ ખરવાની પાછળ સૌથી સામાન્ય કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની આદતો હેલ્થી ડાઈટના ચક્કરમાં આ વસ્તુઓ વાળ ખરવા પાછળનું કારણ બને છે વધુ માત્રામાં શુગરનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાં વધારો થઈ શકે છે. આજકાલ લોકોમાં વાળ ખરવાની સમસ્યા ઘણી જોવા મળે છે. વાળ ખરવાની પાછળ અલગ અલગ કારણો હોય છે પણ સૌથી સામાન્ય કારણ છે આજકાલની બધાની લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની ખરાબ આદતો. આવી આદતો વાળ ખરવા પાછળ મુખ્ય રીતે જવાબદાર છે. હેલ્થી ડાઈટ અને સારી લાઇફસ્ટાઇલથી વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પણ ઘણી વખત આપણે હેલ્થી ડાઈટના ચક્કરમાં એવી વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ જે વાળ…

Read More

હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનાનું મહત્વ ખુબ હોય છે. શ્રાવણ મળ ભગવાન શિવનો પ્રિય કહેવાય છે આ સમયે તુલસી સાથે આપેલા છોડ વાવવાથી થશે લાભ જ લાભ હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવજીની કૃપા મેળવવા માટે આ છોડને ઘરમાં તુલસી સાથે લગાવવું જોઈએ, તો જ્યાં ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. સાથે જ ધનની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર શ્રાવણ મહિનામાં કયા કયા છોડ વાવી શકાય છે. ચંપાનો છોડ વાસ્તુ મુજબ ઘરમાં કેળા, ચંપા, અને કેતકીનો છોડ પણ શુભ સાબિત થાય છે. આ છોડ ઘરમાં લગાવવામાં…

Read More

ગુજરાત સરકાર સુશાસનના 20 વર્ષની ઉજવણી CM ભૂપેન્દ્ર પટેલ વંદે ગુજરાત વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યો રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરશે વિકાસ યાત્રા ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે અને જીલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે. ૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે…

Read More

સ્પાઈસજેટની વધુ એક ફ્લાઈટનું મુંબઈમાં લેન્ડીંગ વિંડશીલ્ડમાં તિરાડ દેખાતા લેન્ડીંગ કરાવ્યું આજના દિવસમાં બીજી ઘટના બની સ્પાઈસજેટના Q 400 વિમાનને હવામાં વિંડશીલ્ડમાં તિરાડ પડ્યા બાદ મુંબઈમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. સ્પાઈસજેટના પ્રવક્તાએ તેના વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાંચ જૂલાઈના રોજ સ્પાઈસજેટની ફ્લાઈટ (SG 3324) જે કંડલાથી મુંબઈ જઈ રહી હતી. FL230 પર ક્રૂઝ દરમિયાન આ ફ્લાઈટનો વિંડશીલ્ડનો બહારનો ભાગ તૂટેલો હતો. પ્રેશર સામાન્ય થઈ ગયું હતું. ત્યાર બાદ મુંબઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે, આજે જ દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસજેટની વધુ એક ફ્લાઈટનું કરાચીમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હકીકતમાં જોઈએ તો,…

Read More

ડુકાટીએ સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈક લોન્ચ કર્યું ભારતમાં સ્ટ્રીટફાઈટર પરિવારના વિસ્તારથી ખુશ છીએ હળવા કંપોનેન્ટનો ઉપયોગ કરી વજન ઘટાડવામાં આવ્યું છે ઇટલીની સુપરબાઈક કંપની ડુકાટીએ ભારતીય બજારમાં સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈક લોન્ચ કર્યું છે. જેની શોરૂમ કિંમત 34.99 લાખ રૂપિયા છે. ડુકાટીએ નિવેદનમાં કહ્યું કે, તેણે તેમના ડિલરો દ્વારા 1,103 સીરી ક્ષમતાવાળું આ સુપરબાઈકનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડુકાટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ ચંદ્રાએ કહ્યું, અમે ભારતમાં સ્ટ્રીટફાઈટર પરિવારના વિસ્તારથી ખુશ છીએ. નવી સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈખ આ સમયે ભારતમાં વેચાનાર સૌથી શાનદાર સ્પોર્ટ બાઈક છે. ડુકાટી સ્ટ્રીટફાઈટર વી4 એસપી બાઈકના લુક અને ડિઝાઈનની વાત કરીએ તો બાઈકની બોડી…

Read More

પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ભારે વરસાદને પગલે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જિલ્લામાં મેઘમહેર થતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ રહી છે. ત્યારે પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર શહેર તેમજ જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એને લઈ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતાં ખેતરોમાં તળાવો ભરાયાં હોય તેવાં દ્દશ્યો જોવા મળ્યાં હતાં. જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના રાણાવાવમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા…

Read More