Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ટીમ ઈન્ડિયાના નવા સ્ટારે 55 જ બોલમાં ફટકારી સદી આંખોમાં આંસુ સાથે કર્યું સેલિબ્રેશન દિપક હુડ્ડાની શાનદાર સેન્ચુરીએ ભારતના આયરલેન્ડ વિરૂદ્ધ બીજી મેચ જીતી આયરલેન્ડ વિરૂદ્ધ બીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં દીપક હુડ્ડાએ શાનદાર શતક માર્યું હતું. મંગળવારે રાત્રે મેચમાં તે ટી-20 ઈન્ટરનેશનલમાં સેન્ચુરી બનાવનાર ચોથા ભારતીય બેટર બની ગયા છે. લેફ્ટ હેન્ડેડ આ બેટ્સમેને 57 બોલમાં 104 રમ કર્યા જેમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા છે. હુડ્ડાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી 55 બોલમાં પૂરી કરી હતી. સદી બાદ તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા સૂર્યકુમાર યાદવને ગળે લગાવ્યો. આ દરમિયાન તેની આંખોમાં…

Read More

કેવો હશે રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબી રૂમનો કલર ગુલાબી કે વાદળી નહીં પરંતુ આવો કલર હશે આલિયા ઘરે પરત ફર્યા પછી તે અને તેનો પતિ બેબી રૂમની સજાવટનું કામ જોશે બોલિવુડનું ખુબસૂરત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં તેમના બાળકના માતા-પિતા બનવાના છે. 27 જૂને આલિયાએ હોસ્પિટલમાં સોનોગ્રાફી સ્ક્રીન જોતી વખતે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ ખુશખબર આપ્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને સર્વત્ર અભિનંદનનો દોર શરૂ થયો છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર તેના ભાવિ બાળક માટે શોપિંગ કરી ચૂક્યો છે, અને આ કડીમાં રણબીર અને આલિયાના થનાર બેબીના રૂમના કલરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ…

Read More

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ 10,459 જગ્યાઓ સામે બે ગણા ઉમેદવારોને બોલાવવામા આવ્યા એલઆરડીમા વેઈટિંગ લીસ્ટનો નિયમ નથી લોકરક્ષક પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. https://lrdgujarat2021.in વેબસાઈટ ઉપર જઈ પીડીએફ ખોલી Control F કરી પોતાનો રોલ નંબર નાખી સર્ચ કરવાથી ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકે છે. LRDની લેખિત કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોના કટઓફ માર્કસ વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આ અંગે તેઓએ જણાવ્યું કે શારિરીક પરીક્ષા ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેવાઇ હતી. ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાઇ હતી. તમામ ગુણ ઉમેરી કટ ઑફ માર્ક ગઇકાલે જાહેર…

Read More

PM મોદીનું ભગવાન જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ જગન્નાથ મંદિર સાથે ગાઢ નાતો રહેલો છે. 1970માં નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હતા. અને જગન્નાથ મંદિરમાં આવેલું એક નાનકડું સામાન્ય મકાન નરેન્દ્ર મોદીનું હંગામી સરનામું બન્યું હતું… આ મકનામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા. અને મંદિરમાં તેઓ ગૌ સેવા કરતા. રોજ સવારે તેઓ મંગળઆરતીમાં પણ હાજર રહેતા હતા. અને રથયાત્રા દરમિયાન તેઓ દેશ વિદેશથી આવેલા સાધુ-સંતોના સંપર્કમાં આવતા. 3-4 વર્ષ જગન્નાથ મંદિરના મકાનમાં રહ્યા બાદ તેઓ મણિનગર સ્થિત RSSના નવા ભવમાં રહેવા લાગ્યા હતા. જોકે ભગવાન જગન્નાથે તો…

Read More

ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો ભૂલથી પણ આ પ્રકારના કપડા ન પહેરતાં આ ભૂલ કરશો તો પછતાવવું પડી શકે છે કપડાથી લઈ પરફુયું સુધીનું રાખો આટલું ધ્યાન દરેક માણસ માટે નોકરી ખૂબજ મહત્ત્વની હોય છે. ઘણી વખત નોકરી માટે આપણે ઈન્ટરવ્યૂ આપવો પડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈન્ટરવ્યૂ આપવા જાય ત્યારે તેની એક ઈમેજ ઉભી કરવાની તક હોય છે. કોઈપણ જગ્યાએ તમે નોકરીના ઇન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે તમે સામેની વ્યક્તિ પર સારી છાપ પાડવાનો પ્રયાસ કરો છો. તેથી જ ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે તમે અગાઉથી તૈયારી કરીને જાઓ. ઇન્ટરવ્યુઅરને તમારા હાવભાવ, તમારી જવાબ આપવાની…

Read More

હર્ષ સંઘવીના નિવાસ સ્થાને મહત્વની બેઠક ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ DGP સહિતના અધિકારીઓ બેઠકમાં સામેલ રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. સાથે પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યુ પણ લગાવી દીધો છે. એવામાં હવે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ રહી છે. જેમાં DGP સહિતના અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે. હર્ષ સંઘવીના નિવાસસ્થાને જે મહત્વની બેઠક યોજાઇ જેમાં DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે મહત્વની ચર્ચા કરાશે.…

Read More

ઉદયપુર હત્યાકાંડ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં આ કેસની તપાસ NIAને સોંપી મુખ્યમંત્રી ઉચ્ચ સ્તરિય બેઠક કરશે રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે. ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તે આ કેસની તપાસ પોતાના…

Read More

દોઢ ગણા જવાનો તહેનાત આકાશમાંથી હુમલો થયો તો હવામાં જ કરાશે સફાયો અમરનાથ યાત્રા પર સ્ટીકી બોમ્બ અને ડ્રોન હુમલાની આશંકા કોરોનાના બે વર્ષ બાદ બાબા અમરનાથની યાત્રા યોજવા જઇ રહી છે. ત્યારે આ યાત્રા દરમિયાન આતંકી હુમલાની સંભાવના સેવાઇ રહી છે. આ વખતે 3888 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા અમરનાથની યાત્રા પર સ્ટીકી બોમ્બનો ખતરો છે જે મિનિટોમાં તબાહી મચાવી શકે છે. 43 દિવસની આ લાંબી યાત્રા બે વર્ષ બાદ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પણ આ પહેલી યાત્રા છે. કી બોમ્બ અને ડ્રોન હુમલા આ વર્ષે બે મોટા જોખમો છે, પરંતુ આ બંનેથી બચવા માટે…

Read More

ફટાફટ લંચમાં તૈયાર કરો આ 4 રેસિપી આ રેસીપી ફક્ત 5 મિનિટમાં થઈ જશે તૈયાર બાળકો પણ તેને શોખથી ખાશે ઉનાળાના વેકેશન બાદ ફરી એકવાર શાળાઓ ખુલી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર માતાઓની પરેડ શરૂ થઈ છે. સવારે બાળકોને તૈયાર કરવા ઉપરાંત તેમના માટે ટિફિન તૈયાર કરવાનું પણ મોટું કામ છે. ઉપરથી બાળકો આખું ટિફિન ખાઈને આવતા પણ નથી. આવી સ્થિતિમાં માતાની બધી મહેનત વ્યર્થ જાય છે. તો ચાલો આજે અમે તમને એવી રેસિપી જણાવીએ કે જેનાથી તમે માત્ર 5 મિનિટમાં બાળકોના ટિફિન તૈયાર કરી શકો છો અને બાળકો પણ તેને શોખથી ખાય. વેજ સેન્ડવીચ બાળકોને સેન્ડવીચ ખાવાનું પસંદ છે.…

Read More

ભાજપના બંધના એલાનના પગલે ઉદયપુરમાં કર્ફયૂ રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ; NIA અને SITની ટીમ પહોંચી કન્હૈયાલાલે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. મંગળવારે નુપુર શર્માને સમર્થન કરનાર એક દરજીની કેટલાક ઇસમોએ હત્યા કરી હતી, સાથેજ હત્યાનો વિડિયો પણ ઉતાર્યો હતો. તાલિબાનોની જેમ હત્યા કર્યા બાદ ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક ઈન્ટરનેટ બંધ છે અને એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ દરમિયાન ભાજપે ઉદયપુર બંધનું એલાન આપ્યું છે. જ્યારે, બુધવાર સવારે ઉદયપુરની…

Read More