Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વર્ષોના ડેટિંગ બાદ હવે લગ્ન કરશે પાયલ રોહતગી-સંગ્રામ સિંહ આગ્રામાં યોજાશે લગ્ન અને બીજા સ્થળોએ કરશે રિસેપ્શન હિન્દુ મંદિરમાં હિંદુ રીતિ રિવાજથી કરશે લગ્ન બોલીવુડમાં આજકાલ બધા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને વિકી કૌશલ-કેટરિના કૈફ બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીના ઘરે પણ લગ્ન-ગીતો અને શરણાઈ વાગવા જઇ રહ્યા છે. પાયલ રોહતગીએ વર્ષોના ડેટિંગ બાદ હવે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પાયલ રોહતગી અને તેના રેસલર બોયફ્રેન્ડ સંગ્રામ સિંહના લગ્ન 9 જુલાઈએ આગ્રામાં થવાના છે. અભિનેત્રીએ આ વાત જણાવી હતી. હંમેશાની જેમ ઉત્સાહિત પાયલે કહ્યું, “આગ્રા તાજમહેલ માટે જાણીતું છે, પરંતુ આગ્રામાં ઘણા હિન્દુ મંદિરો…

Read More

ઇયરિંગ કે નેકલેશ પહેરતા પહેલા રાખો આ વાતનું ધ્યાન જવેલરી પસંદ કરવામાં જો ગફલત રાખી તો આખો  લુક થશે બરબાદ જવેલરી પસંદ કરતી વખતે સ્કીનટોન પણ ભજવે છે મહત્વની ભૂમિકા જ્વેલરી મહિલાઓની સુંદરતા વધારવાનું કામ કરે છે. સોના, હીરા, મોતીમાંથી અનેક પ્રકારની આર્ટિફિશિયલ જ્વેલરી બને છે. જેમાં કાનની બુટ્ટીથી માંડીને વીંટી, નેકલેસ. બ્રેસલેટ જેવી વસ્તુઓ સામેલ છે. જેની ડિઝાઇનમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. જોકે, પ્રસંગને અનુરૂપ જ્વેલરી પહેરવાથી જ સૌંદર્ય ચમકે છે. જોકે, મહિલાઓ કેઝ્યુઅલ, ફોર્મલ તેમજ લગ્નની પાર્ટીઓમાં ખૂબ કાળજી સાથે જ્વેલરી પહેરે છે. પરંતુ કેટલીકવાર જ્વેલરીની પસંદગી ખોટી પડી જાય છે. જેના કારણે આખો લુક નકામો…

Read More

અમદાવાદ પોલીસનો નવો અભિગમ “પહેલ” કાર્યક્ર્મ યોજાયો પ્રજા અને પોલીસ વચ્ચે આત્મીયતા વધે તે હેતુથી એક દિવસીય સેમિનાર યોજાયો રાજ્યના મુખ્યમંત્રીએ આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસનો નવતર અભિગમ… “પહેલ” કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં  પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દ પુર્ણ બને અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે પ્રજા માટે પ્રજા પડખે છે તે  ભાવના જન માનસમાં જાગે તે અંગે વિવિધ વિષય નિષ્ણાતો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં  સામૂહિક ચિંતન મનન કરશે. અમદાવાદ શહેર પોલીસના  150થી વધુ અધિકારીઓ આ એક દિવસીય સેમિનાર માં જોડાયા છે.…

Read More

રાજકોટની સ્કૂલોમાં વિધાર્થીઓને માસ્ક ફરજીયાત પહેરવાનો નિર્ણય કરતા જિલ્લા શિક્ષણઅધિકારી હાલમાં કોરોને ફરી માથું ઉંચકી લીધું હોય તેવું લાગી રહ્યું છે. માંડ કોરોના કાળ માંથી છુટકારો મળ્યો હતો ત્યાં દિવસે ને દિવસે ફરી કોરોના ની સંખ્યામાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. શાળામાં ઉનાળાના વેકેશન બાદ ફરી સ્કૂલો ખુલી ગઈ છે ત્યારે ફરી એક વખત ચોથી લહેરનો પ્રારંભ થઇ ચુક્યો છે તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા મહિનામાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કુલમાં બાળકો માટે નિયમો હળવા કરવામાં આવ્યા હતા.પરંતુ કેસમાં ફરી વધારો થતા રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને સ્કુલમાં આવવાનું…

Read More

અગ્નિપથ યોજનાને લઈને આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે. દિલ્હીની સરહદો પર ભયંકર ટ્રાફિક જામ લાગ્યો છે અગ્નિપથ યોજનાને લઈને આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.જેમાં પ્રદર્શન કરી રહેલા સંગઠનો દિલ્હી કૂચની વાત કહી હતી. આ જ કારણે દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે. હાલમાં દિલ્હીની સરહદો પર ભયંકર ટ્રાફિક જામ લાગ્યો છે. જેમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા અલગ અલગ વિદ્યાર્થીઓની સાથા સેથા વિપક્ષી પાર્ટીઓએ પણ ભારત બંધના એલાનની સમર્થન આપ્યું છે. તેમાં મુખ્ય ફોક્સ દિલ્હી પર હતું.અલગ અલગ સંગઠનોએ દિલ્હી કૂચની વાત કહી હતી.…

Read More

300 રૂપિયાને લઈને થયેલા વિવાદમાં વૃદ્ધે પત્ની, પુત્ર-પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધા ગુસ્સે થયેલ વૃદ્ધે ત્રણ કલાક સુધી 40થી 45 રાઉન્ડ ફાયરિંગ કર્યા બચાવવા આવેલા પોલીસ અને બે સિપાહી ઘાયલ શ્યામનગરના સી-બ્લોકમાં રહેતા આરકે દુબે (60) શેર માર્કેટનું કામકાજ કરે છે. તેઓ ઘરમાં પોતાની પત્ની કિરન દુબે, મોટા પુત્ર સિદ્ધાર્થ, પુત્રવધૂ ભાવના અને દિવ્યાંગ પુત્રી ચાંદનીની સાથે રહે છે. તેમનો નાનો પુત્ર રાહુલ અને પુત્રવધૂ જયશ્રી અલગ રહે છે. આરકે દુબેનો રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે પુત્રવધૂ ભાવના સાથે વીજળીના બિલના 300 રૂપિયાને લઈને વિવાદ થયો. જે બાદ વૃદ્ધે પિત્તો ગુમાવી દીધો. તેમને પુત્રવધૂ સહિત વચ્ચે આવેલી તેમની પત્ની અને…

Read More

આ હોટલમાં મળે છે ચોકીદાર સ્પેશિયલ પરોઠા રાજકીય પાર્ટીઓ સ્વાદની સફર પણ કરાવી રહી છે આ હોટેલ દિલ્હીના કનોટ પ્લેસ પાસે આવી છે આ હોટેલ લોકો ખાવા-પુવાના શોખીન છે. લોકો રોજે નવી નવી વાનગીઓ એક્સ્પ્લોર કરતાં હોઇય છે. આવા સમયે હોટેલ માલિકો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ નુસ્ખાઓ અજમાવતા હોય છે. જેમાં ખાસ વાનગીઓના વિવિધ નામ આપવામાં આવે છે. ખાણી-પીણીમાં પણ કંઈક નવું કરવાના હેતુંથી કેટલીક હોટેલે પોતાના મેનુને ચૂંટણીનો સ્પર્શ આપ્યો છે. તમે ભલે કોઈ રાજકીય પાર્ટીના સમર્થક હો કે ન હો. અહીં દરેક જાણીતી પાર્ટીનું મેનું કાર્ડ અને તેની સ્વાદિષ્ટ આઈટમનો ટેસ્ટ માણવા મળશે. ટૂંકમાં રાજકીય પાર્ટીઓ સ્વાદની…

Read More

નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો. વિદ્યાર્થીઓ 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે વિદ્યાર્થીઓના હિતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં ગઈકાલે આચાર્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા  હતા. કુલપતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, ‘હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત…

Read More

સક્ષમ યુવાનોને અમારે ત્યાં ભરતીમાં મોકો આપવામાં આવશે. સરકારી રેલ્વે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોમાં ભારે નારાજગી છે. અગ્નિપથ સ્કીમના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે. અને તેમણે કહ્યું છે કે, ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાનો મોકો મળશે. 14 જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ હતી. ત્યારથી લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે, આ સ્કીમમાં પેન્શન ખતમ કરી દેવામાં આવ્યું છે. તો વળી સર્વિસને ફક્ત ચાર વર્ષ માટે મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. જે યોગ્ય…

Read More

ગૃહ પ્રધાન અમિત શાહે વીડિયો ટ્વીટ કરી અગ્નિવીરોને ભાવિ લાભ વિશે જણાવ્યું. ગૃહ મંત્રાલય દ્વારા લોકોને ઉશ્કેરવા માટે 35 વ્હોટ્સએપ ગ્રુપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હમણાં ઘણા દિવસો થી દેશના વિવિધ ભાગોમાં હિંસા થઇ રહી છે. ત્યારે બિહાર, તેલંગાણા સહિત કેટલાક રાજ્યોમાં વાહનો અને ટ્રેનોને સળગાવી દેવાની પણ ઘાટનાઓ ઘટી રહી છે જો કે સરકાર દ્વારા આ યોજનાના ફાયદાઓ સતત જણાવવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને કોસ્ટ ગાર્ડ જેવી સેવાઓમાં પણ અનામત આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રની રક્ષાની ભાવનાને સરકારનું…

Read More